પાણી પીવાની આરોગ્યદાયક ખરી રીત જાણી લો અને માણો રોગ વગરનું જીવન !

    ૦૩-ફેબ્રુઆરી-૨૦૧૮

શરીર-સ્વાસ્થ્યે આધુનિક જમાનાનું સૌથી વધારે ધ્યાન ખેંચવા માંડ્યું છે કારણ કે અનેક વિચિત્ર પ્રકારના નવાનવા પેદા થતા રોગોથી આખી દુનિયા પરેશાન છે. દવાઓ, તેને બનાવનાર કંપ્નીઓ, અને દવાઓ લખી આપ્નાર ડાક્ટરોને આનો કોઈ અંત દેખાતો નથી. તેમાંય હવે ધીમે ધીમે અસાધ્ય રોગોની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. જાણે રોગોની હરીફાઈ જામી હોય!!!
 
દવાથી રોગો મટાડવાની આખી પદ્ધતિ ધરમૂળથી ખોટી છે કારણ કે ‘કોઈપણ દવા કોઈપણ રોગ મટાડી શકતી નથી’ એ કથન ઘણા વિદ્વાન સીનિયર ડાક્ટરોએ પોતાનાં લખાણોમાં વારંવાર જાહેર કરેલ છે. શરીરમાં જંતુઓથી રોગો થાય છે અને જંતુઓ મારવાથી રોગો મટે છે તે પણ અર્ધસત્ય છે. તો પછી રોગોનું કારણ શું છે? શું દવાઓ પણ નવા નવા રોગોને જન્મ આપે છે? શું રોગ વગરનું જીવન શક્ય છે કે નહીં? શું રોગોને દવા વગર મટાડી શકાય કે નહિ? આવા વિચારો છેલ્લાં ત્રણસો વર્ષમાં ઘણા વિદ્વાન અને આત્મજાગૃતિવાળા ડાક્ટરોએ કરવા માંડેલા અને એમના અભ્યાસ અને સંશોધનના પરિપાક રૂપે ‘પ્રાકૃતિક ચિકિત્સા’ અથવા ‘નેચરોપથી’ નામની સ્વાસ્થ્યની એક નવી જ પદ્ધતિ ધીમે ધીમે જાણવામાં - વિકસાવવામાં આવી. રોગ થવાનાં સાચાં કારણો અને રોગ મટાડવાની સાચી રીતો પણ આ અભ્યાસમાં જાણવામાં આવી.
 
પ્રાકૃતિક ચિકિત્સા એ ચિકિત્સા પદ્ધતિ કરતાં ‘જીવન જીવવાની કળા’ વધુ છે. જીવન જીવવાનો તાલમેલ જો કુદરતની સાથે ગોઠવવામાં આવે તો જેમ લાખો પ્રકારના જીવો જે રીતે તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય બીમારી કે દવા વગર ભોગવે છે, તે પ્રમાણે મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે. માંદગી એ ખોટી જીવનપદ્ધતિની સજા છે, કુદરતી નિયમોના ભંગનો દંડ છે. દવાઓ આમાં કશું જ કરી શકે નહિ.
 
તંદરુસ્તીનો ખરો આધાર રોજબરોજનાં દૈનિક જીવનકાર્યો ઉપર છે. ખાવા-પીવાની ચીજોની પસંદગી, તેને બનાવવાની પદ્ધતિ, તેને ખાવાની પદ્ધતિ, કેટલું ખાવું તેની આત્મસૂઝ, પાણી પીવાની સમજ, શ્ર્વાસોચ્છ્વાસની ખરી પદ્ધતિ, બેસવાની - ઊભા રહેવાની - ચાલવાની પદ્ધતિ, જરૂરી શરીરશ્રમ, સૂવાની ખરી પદ્ધતિ, પંચમહાભૂતોનું સાંનિધ્ય વગેરે. ઉપરાંત માનસિક સ્થિતિ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનું સંતુલન અને તપ, સેવા અને પ્રાર્થના. આ બધું મળીને દૈનિક જીવનકાર્યો કશરય િિુંહય બને છે. યોગ્ય લાઇફસ્ટાઇલ એ તંદુરસ્તીની ખરી ચાવી છે.
 
આટલા આરોગ્યમંથન પછી આપણે એકાદ ખૂબ જ સહેલા મુદ્દા વિશે ઉપયોગી લાઇફસ્ટાઇલની ચર્ચા કરીશું. તે મુદ્દો પાણીનો છે. પાણી આપણે જન્મથી મૃત્યુ સુધી પીવાનું હોય છે પણ આશ્ર્ચર્યની વાત એ છે કે પાણી પીવાની આરોગ્યદાયક ખરી રીત શું છે તે આપણે ભાગ્યે જ જાણીએ છીએ.
 
થોડુંક જાણીએ....
 
(1) પાણી આપણી જરૂરિયાત જેટલું જ પીવું જોઈએ. કોઈના કહેવાથી ખૂબ વધારે કે ખૂબ ઓછું પાણી ન પીવું જોઈએ. શરીરની તરસને ધ્યાનમાં રાખીને તેને પ્રાધાન્ય આપવું જ જોઈએ.
 
(2) પાણી હંમેશા શરીરના તાપમાન જેટલા ઉષ્ણતામાનવાળું જ પીવું જોઈએ. એટલે કે હૂંફાળું - બહુ ગરમ કે બહુ ઠંડું નહિ. શરીરનું તાપમાન 98.60 ફે. કે 370 સે. જેટલું હોય છે. તેનાથી ગરમ કે ઠંડું પાણી શરીરની શક્તિનો વ્યય કરે છે. તે પાણીને શરીરના તાપમાન પર લાવવું પડે છે પછી જ શરીર તેનો ઉપયોગ કરે છે. આને માટે લોહીને પેટ તરફ ધસવું પડે છે. તેથી શરીરમાં ઘણી જગ્યાએ લોહીની અછત ઊભી થાય છે અને આ અછત શરીરના જે તે ભાગનું પોષણ અને સફાઈનું કામ ઘટાડે છે. આથી લાંબે ગાળે અનેક રોગો માટેની ભૂમિકા તૈયાર થાય છે. ગરમ કે ઠંડાં પીણાં પણ એ રીતે હાનિકારક છે. ફ્રીજનું પાણી શરીર માટે અત્યંત હાનિકારક છે. તે દુનિયામાં વધતા રોગોનું એક સૌથી વજનદાર કારણ છે.
 
 
 
(3) સારું પાચન એ સ્વાસ્થ્યની પહેલી શરત છે. સારા પાચન માટે જમતા પહેલાં પોણાથી એક કલાક પહેલાં પાણી પીવાનું બંધ કરવું જોઈએ. જમતાં જમતાં વચમાં પાણી ન પીવું જોઈએ અને જમી રહ્યા પછી દોઢથી બે કલાક બિલકુલ પાણી ન પીવું જોઈએ. કારણ કે (અ) પાચન માટે જે અગ્નિ જઠરમાં ઉત્પ્ન્ન થયો હોય છે તેને પાણી શાંત પાડી દે છે. (બ) પાચન માટે આવેલા પાચક રસોને પાણી પોતાની સાથે વહેવડાવી દે છે અને તેને પાચન માટે વપરાવા દેતા નથી. (ક) ખોરાક જઠરમાં જતાં જ પોતાને સમરસ કરવા પાચક રસોની માંગ કરે છે. તે માંગ પાણીની હાજરીથી ઓછી થઈ જાય છે. તેથી સારું પાચન થતું નથી. આમ ઉપર બતાવ્યા પ્રમાણે પાણી ન પીવાનો નિયમ કરવાથી, પાચન સંબંધી ઘણા રોગોનો અંત આવે છે.
 
(4) જ્યારે પાણી પીવાની જરૂર પડે ત્યારે પાણી ગટગટાવીને ન પીવું, પણ ઘૂંટડો પાણીને મોંમાં રાખીને ફેરવવો અને 30 સેકન્ડ પછી ધીમેથી ઉતારવો. પાણી સાથે લાળ ભળવી ખૂબ જ જરૂરી છે. લાળ એ શરીરે શરીર માટે બનાવેલી, શરીરને જરૂરી એવી અત્યંત કીમતી સર્વોત્તમ ઔષધિ છે. જો આ ઔષધિ લેવામાં આવે તો જિંદગીમાં ક્યારેય કોઈ ઔષધિ લેવાની જરૂર નહિ પડે. અને પાણી આ ઔષધિને શરીરમાં પહોંચાડવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેથી હંમેશા પાણી પીતા ઓછામાં ઓછી બે મિનિટ થવી જોઈએ. આ રીતે પાણી પીવાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ઓબેસીટી જેવા અનેક રોગો થોડા મહિનામાં કંટ્રોલમાં આવી જશે અને જેને આવા રોગો નથી તેને કદી થશે નહિ.
 
(5) ઉષ:પાન - વહેલી સવારે, કોગળા કર્યા વગર, મોમાં રહેલી લાળ સાથે પોણાથી એક લીટર સાદું હૂંફાળું પાણી ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે મોમાં ફેરવીને પીવું જોઈએ. આ માટે રાત્રે બરોબર દાંત-મોં સાફ કરીને સૂવું જોઈએ. સવારની લાળ ખૂબ જ કોન્સેન્ટ્રેટેડ હોય છે અને શરીરના ટોક્સીનને બહાર કાઢવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. સવારની લાળના ઘણા ગુણ છે. તેનો ઉપયોગ સવારે પાણી પીવાથી શરીરમાં થાય છે. નોંધ : આપણા પહેલા નિયમમાં માત્ર સવારે જ માંગ કરતાં વધારે પાણી પીવાની છૂટ લેવાની છે. તે શરીર માટે જરૂરી છે.
 
લાઇફસ્ટાઇલમાં રોજ પાણી પીવાના દૈનિક ક્રમમાં ઉપર બતાવેલ રીતે પાણી પીવાથી શરીરનો કાયાકલ્પ થશે. અનુભવ કરવાનો શરૂ કરજો.
 
- મોહનલાલ પંચાલ
(લેખક - ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે)
 
 
આ વીડિઓ પણ તમને ગમશે...