U-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા બની ચેમ્પિયન

    ૦૩-ફેબ્રુઆરી-૨૦૧૮

 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની આઠ વિકેટે જીત થઈ છે. આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડવર્ડ્સ અને બ્રાયન્ટે શરૂઆત કરી હતી. પણ ઓસ્ટ્રેલિયા 216 રનમાં ઓલઆઉટ થયું હતું . ભારતને વર્લ્ડ કપ ફાઈનલ જીતવા માટે 217 રનનો ટાર્ગેટ સામે હતો. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી મરલોએ ૭૬ અને પરમે ૩૪ રન બનાવ્યા હતા.
 
ભારતીય ટીમ ૨૧૭નો પીછો કરતા ભારતે 38 ઓવરમાં 220 રન બનાવીને આ મેચ જીતી લીધી છે. જેમા મનજોત કલારાએ ૧૦૨ બોલમાં 10૧ રન બનાવીને સદી પૂરી કરી હતી તેમજ હાર્વિક દેઆઈએ પણ ૬૧ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. ઉપરાંત કેપ્ટન પૃથ્વી શૉ 29 રન , શુભમ ગીલ 30 બોલમાં 31 રન બનાવ્યા હતા.
 
ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ
 
ઓસેટ્રેલિયાની આખી ટીમ 47.2 ઓવરમાં 216 રને સમેટાઈ ગઈ હતી. ઈશાન પેરોલે (2/30), કમલેશ નાગરકોટીએ (2/41), શિવા સિંહે (2/36) અનુકુલ રોયે (2/32) અને શિવમ માવી (46/1)એ બોલિંગ કરીને ઓસ્ટ્ર્લિયાની ટીમને પૂરી 50 ઓર રમવા પણ નહતા દીધા.
 
U-19 2018માં ઈન્ડિયાની ટીમે કોને કોને હરાવ્યા?
 
આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયા ગ્રૂપે મેચમાં ઓસ્ટ્રેલિયા, પાપુઆ ન્યૂગિની, ઝિમ્બાબ્વેને હરાવ્યા છે. ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવ્યા અને સેમી ફાઈનલમાં પાકિસ્તાનને 203 રનથી હરાવ્યા છે. અને ફાઈનલમા ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હાર આપી છે…
 

 
 
ચોથી વાર બન્યુ ચેમ્પિયન…
 
ભારતીય અન્ડર ૧૯ ની ટીમ આ સાથે ચોથીવાર વલ્ડકપ જીતનારી પહેલી ટીમ બનીએ ગઈ છે. ભારતીય ટીમે આ પહેલા ૨૦૦૨, ૨૦૦૮માં અને ૨૦૧૨માં ચેમ્પિયન બની ચૂકી છે.