જો આવું કરીએ તો આપણે રોજનું ૬.૭૫ કરોડ લીટર પાણી બચાવી શકીએ...

    ૦૮-ફેબ્રુઆરી-૨૦૧૮

 
 
 
ગુજરાતની પાણીની તંગીને લઈને એક સરસ સંદેશ કોઇએ સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. તમે પણ વાંચો..
આજે ઘણા વર્ષ પછી ગુજરાતમાં પાણી ની તંગી વરતાઈ રહી છે. ખેડૂતો ને ઉનાળામાં પાક ન લેવાની અપીલ કરવામાં આવી છે. રાજ્ય ના તમામ ડેમો નુ પાણી ૩૧.માચૅ ૨૦૧૮ સુધી માં વપરાય જાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. તો એપ્રિલ-મે-જૂન ના આકરા ઉનાળામાં શું કરીશું??
 
આપણે જે લોકો શહેરમાં રહી એ છીએ તેઓને કદાચ આ વાત નુ મહત્વ એટલું નહીં સમજાય પણ જે લોકો સૌરાષ્ટ્ર, કચ્છ અને અંતરીયાળ વિસ્તારોમાં રહે છે અને જે કાયમી પાણી ની તંગી સહન કરતા આવ્યા છે કે એક માટલું પીવાના પાણી મેળવવા કેટલી તકલીફ પડે છે, ભર ઉનાળામાં 3 દિવસે એકવાર એક બાલટી પાણી નહાવા માટે મેળવવા કેટલી તકલીફ પડે છે તેઓ આ વાસ્તવિકતા સહજતાથી સમજે છે.
 
આપણા ગુજરાતમાં અંદાજે ૬.૭૫ કરોડની વસ્તી છે. જો દરેક વ્યક્તિ એવો સંકલ્પ કરે કે તેના રોજબરોજના પાણી ના વપરાશ મા માત્ર ૧ લીટર પાણી નો કાપ મુકે કે રોજ નુ ૧.લીટર પાણી કોઈ પણ રીતે બચાવે તો દોસ્તો રોજનુ *૬.૭૫ કરોડ લીટર* પાણી આપણે સૌ ભેગા મળીને બચાવી શકીયે... અને એ પણ કોના માટે???
આપણા જ માટે, આપણા ગુજરાતી ભાઇઓ-બહેનો માટે
કોઇ કે સાચું કહ્યું છે કે
*"ટીપે ટીપે સરોવર ભરાય*
આ ઉમદા અને પુણ્ય નુ કાયૅ કરવા નો મોકો આપણને સૌને મળે લ છે.
મિત્રો આ પણ એક દેશસેવા જ છે અને આમાં કોઈ ખચૅ કરવાનો નથી બસ ૩-૪ મહીના સુધી ફકત રોજ નુ માત્ર ૧ લીટર પાણી જ ઓછું વાપરવા નુ છે.
 
આપ સૌને હાથ જોડી નમ્ર વિનંતી છે કે આપણે સૌ આજથી જ પાણી બચાવવા નો સંકલ્પ કરીએ અને વધુ મા વધુ લોકો સુધી આ સારી વાત પહોંચે એ માટે આપના મોબાઈલ કોન્ટેક્ટ, વોટ્સએપ ગૃપ, ફેસબૂક ના માધ્યમથી સૌ ગુજરાતી સુધી પહોચાડીએ.
#SaveWaterforGujarat
 
સૌ ચાલો આપણા માટે, આપણા લોકો માટે રોજનું ફકત ૧ લીટર પાણી બચાવીએ.
 
 
- અજ્ઞાત
સોશિયલ મીડિયાના આ જમાનામામ વાંચવા સમજવા જેવી અનેક માહિતી-સાહિત્ય વાઈરલ થતી હોય છે. આ માહિતી તમારા સુધી પહોંચે એજ ઉદ્દેશ આ કોલમનો છે.