છણાવટ : પોલ ખૂલવાની શરૂ થઈ એની આ રાડારાડ છે ?

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૧૮

 

 
 
રમખાણો ભડકાવવાના આરોપ પર રોહિત સરદાનાનો કથિત સેક્યુલરિસ્ટોને જોરદાર જવાબ

કાસગંજ તિરંગાયાત્રા પર હુમલાની ઘટના પરદંગલડિબેટમાં રોહિત સરદાનાના તીખા સવાલોથી ભડકેલા કથિત બુદ્ધિજીવીઓ અને સેક્યુલર માધ્યમોએ ટ્વિટર પર રોહિત સરદાના પર રમખાણો ફેલાવવાનો આરોપ લગાવી અભિયાન ચલાવ્યું હતું. રોહિતે અભિયાનનો એક પોસ્ટ લખી જોરદાર જવાબ આપ્યો હતો, જેમાં તેઓ લખે છે કે, ‘કેમ... પોલ ખૂલવાની ‚આત થઈ તેની રાડારાડ છે...?’

ઉત્તરપ્રદેશના કાસગંજમાં ૨૬ જાન્યુઆરીના રોજ તિરંગાયાત્રા પર મુસ્લિમો દ્વારા કરાયેલ હુમલાની ઘટના પરઆજ તકટી. વી. ચૅનલના સંવાદદાતા રોહિત સરદાના દ્વારા ૨૭ જાન્યુઆરીના રોજદંગલશોમાં અનેક તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. () તિરંગો હિન્દુસ્તાનમાં નહિ તો શું પાકિસ્તાનમાં ફરકાવવામાં આવશે...? () ભારત માતા કી જય અને વંદે માતરમ્ સાંપ્રદાયિક નારા છે...? () કાસગંજમાં તિરંગાના દુશ્મન કોણ છે...? બાદમાં . બી. પી. ન્યૂઝના સંવાદદાતા અભિસાર શર્માએ એક વીડિયો બ્લૉગ મારફતે કેટલાક માધ્યમકર્મીઓ પર આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમનો ઇશારો આજ તકના દંગલ ડિબેટ શો પર હતો, ત્યાર બાદ રોહિત સરદાનાએ પણ પોતાની ફેસબૂક પર એક લાંબી પોસ્ટ લખી કથિત સેક્યુલર માધ્યમકર્મીઓ અને બુદ્ધિજીવીઓની ધજ્જિયાં ઉડાવી દીધી હતી. તેઓએ લખ્યું હતું કે, કેમ પોલ ખૂલવાની શરૂ થઈ તેની રાડારાડ છે...? જેવું જે. એન. યૂ.માં થયું હતું. દેશના ટુકડે-ટુકડા કરવાના નારા લાગ્યા હતા, તમામ વીડિયો તો જૂઠા હતા ને, ત્યાં પાકિસ્તાન ઝિંદાબાદ કોઈ બોલ્યું ક્યાં હતું. કૅમેરા... અરે કૅમેરા તો જૂઠા હતા, જેમ કૈરાનામાં થયું હતું, ‘લોકો ઘર છોડીને ગયા હતા, ઘરો પર લાગેલાં તાળાં જૂઠાં હતાં. કોઈ પલાયન ક્યાં થયું હતું ? વરસોવરસથી પોતાના વડવાઓના ઘરને છોડી લોકો અન્ય જગ્યાઓ પર હિજરત કરવા મજબૂર હતા તે બધા લોકો તો જૂઠું બોલતા હતા.’

જેવું માલદામાં થયું હતું. અરે ત્યાં કોઈ પ્રદર્શન કે હંગામો ક્યાં થયો હતો...? ટી. વી.વાળા તો જૂઠું બોલતા હતા. બંગાળના કોઈ સમાચાર પત્રમાં તો કાંઈ છપાયું નથી. પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દેવાઈ...? એમ ?

તો કોઈ ગુંડા હશે, ત્યાં રમખાણ થોડાં થયાં હતાં, જેમ ઘુલાગઢમાં થયું હતું, કર્ણાટકમાં પ્રશાંત પૂજારીની હત્યા પર થયું હતું, કે પછી જેમ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે થયું હતું.

એક કહેવત છે, જ્યારે તમે કોઈને વિશ્ર્વાસ અપાવી શકો, તો તેને ભ્રમિત કરી દો. ‘ઈફ યૂ કાન્ટ કન્વિન્સ ધેમ, કન્ફ્યુઝ ધેમતેમની સામે એટલાં જુઠ્ઠાણાં ચલાવો, કે તેમાંથી તે એક જુઠ્ઠાણાને હકીકત માનવા મજબૂર થઈ જાય. એટલા માટે જ્યારે કરણી સેનાના કથિત ગુંડા ભણશાલીના વિરોધમાં સડકો પર ઊતરે છે, ત્યારે તેમને આતંકવાદી કહેવામાં સહેજ પણ વાર લગાડાતી નથી, પરંતુ કાસગંજના આરોપીઓ પાસેથી બંદૂકો અને તેમની હૉટલોમાંથી દેશી બૉમ્બ મળે છે ત્યારે, તેમને આતંકવાદી કહેવાનું તો દૂર ઊલટાનું તેમની પેરવી કરવા માટે ટી. વી.-અખબારમાં આખી લૉબી ઊતરી આવે છે. દેશી બૉંબને ઘરમાં બનાવાતા સૂતળી બૉંબમાં ખપાવી પ્રદર્શિત કરવામાં આવે છે.

તિરંગાયાત્રા પર હુમલો થયો છે ઘટના પર જીવ ગુમાવનારની માતાનું હૈયાફાટ રુદન પણ જૂઠું સાબિત થઈ જાય છે. અને લોકોની ગવાહી સાચી સાબિત કરી દેવાના પ્રયાસો થાય છે. જે લોકો પર ૧૬ વર્ષના કિશોરની હત્યા કરવાનો આરોપ છે. ગણતંત્ર દિવસ પર તિરંગો ફરકાવવાની પરવાનગી નહોતી લેવાઈ જેવા તર્ક આપવામાં આવે છે, જ્યારે તેમનાં તમામ કુકર્મો નિષ્ફળ જાય છે, ત્યારે તિરંગો લઈને નીકળનારાઓને ભગવા ગુંડા જાહેર કરી દેવામાં આવે છે.

પ્રકારના લોકો હરિયાણાના જાટોને બળાત્કારી ગણાવવામાં એક પળનો પણ વિચાર કરતા નથી અને બાદમાં તેઓ એમના જુઠ્ઠાણાને સાચું સાબિત કરવા માટે જૂઠા ગવાહો ઊભા કરે છે જૂઠી સાબિતીઓ રજૂ કરે છે.

લોકો છે, જેમને ભોજનની થાળીનો ધર્મ ખબર છે, શાળામાં થતી પ્રાર્થનાનો ધર્મ ખબર છે, ઇમારતોની દીવાલો પર કરાતા રંગોનો ધર્મ ખબર છે, યોગનો ધર્મ ખબર છે, સૂર્યનમસ્કારનો ધર્મ ખબર છે, વંદે માતરમ્નો ધર્મ ખબર છે, ભારત માતા કી જયનો ધર્મ ખબર છે, બસ ખાલી આતંકવાદના ધર્મની ખબર નથી.

રોહિત સરદાનાની દંગલ ડિબેટ અને તેના પર કથિત સેક્યુલર પત્રકારો અને બુદ્ધિજીવીઓના દંગલ બાદ રોહિત સરદાનાએ આવા ઢોંગી બુદ્ધિજીવીઓને જે જડબાતોડ જવાબ આપ્યો છે કે કાબિલેદાદ છે અને થોડા તો થોડા અંશે માધ્યમ જગતમાં આવી રહેલાં પરિવર્તનની નિશાની છે. પરંતુ આપણા દેશની કમનસીબી છે કે, આજે પણ મતબેન્કની લાલચમાં અને ખોટી પ્રસિદ્ધિ મેળવવાની દુષ્ટ ઇરાદાથી એક ચોક્કસ સમુદાયને હંમેશા પીડિત સાબિત કરવાના પ્રયાસો થાય છે. કાસગંજમાં તિરંગા યાત્રા પરનાં હુમલા અને હિન્દુ યુવકની હત્યા છતાં પણ સપાના સાંસદ રામગોપાલ યાદવ જે નિર્લજતાપૂર્વક કહે છે કે, કાસગંજ હિંસામાં માર્યા ગયેલ હિન્દુ યુવકની હત્યા ખુદ હિન્દુઓ કરી હતી અને આરોપ મુસ્લિમોમાં માથે મઢી દેવામાં આવ્યો છે. તેઓ પ્રકારનું બેશરમીની હદ વટાવતું નિવેદન ત્યારે કરે છે, જ્યારે ચંદન ગુપ્તાના હત્યારા સલીમે ખુદસ્વીકાર કર્યું છે કે મેં તિરંગા યાત્રા પર ફાયરીંગ કર્યું હતું. એટલું નહીં રામગોપાલ યાદવ યુપી સરકાર પર લોકો ને હેરાન પરેશાન કરવાનો પણ આરોપ લગાવે છે. પરંતુ રામ ગોપાલજીને પણ ખબર હોવી જોઈએ કે જેમને તમે હેરાન કરવાનો આરોપ લગાવો છો તેમના ઘરોમાં અને હોટલોમાંથી તપાસ દરમિયાન બોમ્બ અને હથિયારોનાં ભંડાર મળી આવ્યા છે.

કાસગંજમાં તિરંગા યાત્રા પરનાં હુમલા અને ચંદન ગુપ્તાની હત્યાનાં સમાચારોની શ્યાહી હજી સુકાઈ પણ હતી કે, દિલ્હીમાં અંકિત સક્સેના નામનાં ૨૩ વર્ષનાં યુવાનની તેનાં ઘરની સામે ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. તેનો ગુન્હો માત્ર એટલો હતો કે, તે એક મુસ્લિમ યુવતીને પ્રેમ કરતો હતો. યુવતીનાં પરિવાર જનોએ અંકિતને ઘેરી અને તેનાં ગળા પર છરી ફેરવી દીધી. ઘટના બાદ તો કથિત સેક્યુલર રાજનેતાઓ અંકિતનાં ઘરે દિલાશો આપવો ગયા છે, કે તો કોઈ બુદ્ધિજીવી પત્રકાર, સાહિત્યકારનું દિલ ઘટનાને લઈ દ્રવી ઊઠ્યું છે કે તો કોઈ અભિનેતાનો અને તેની પત્નીને દેશમાં રહેવું અસુરક્ષિત લાગ્યું. કારણ માત્ર એટલુ કે તિરંગા યાત્રામાં મૃત્યુ પામનાર અને દિલ્હીમાં હત્યા થઈ છે યુવાન એક ચોક્કસ સમુદાયનાં છે. જેમના માટે કથિત સેક્યુલરવાદી માધ્યમો, બુદ્ધિજીવીઓ અને રાજકીય પક્ષોને કોઈ સંવેદના નથી.

અને છેલ્લે અખલાકની હત્યા પર સાગરિકાએ ૫૭, કેજરીવાલે ૧૮, રાજદીપ સરદેસાઈએ ૯૩, બરખા દત્તે ૨૮ ટ્વિટ કર્યા હતા, પરંતુ ચંદન અને અંકિતની હત્યા પર એક પણ નહીં.

જ્યાં તિરંગો ફરકાવવો ગુનો હોય તે જગ્યા ભારતનો ભાગ કઈ રીતે હોઈ શકે : શ્ર્વેતા સિંહ

કાસગંજમાં તિરંગાયાત્રા પર થયેલા હુમલા મુદ્દે આજ તકની સંવાદદાતા શ્ર્વેતા સિંહે પણ ઊંડું દુ: અને ગુસ્સાની લાગણી વ્યક્ત કરી હતી. શ્ર્વેતા સિંહ લખે છે કે, "જે ગલીમાં "ભારત માતા કી જયનો નારો સાંપ્રદાયિક થઈ જાય, જે મહોલ્લામાં તિરંગો ફરકાવવો અપરાધ મનાય છે, જ્યાં એક યુવાનને એટલા માટે ગોળીઓથી વીંધી નાખવામાં આવે છે, કારણ કે તે ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે, ત્યારે જગ્યા ભારતનો ભાગ કેવી રીતે હોઈ શકે...?