માત્ર એક મહિનામાં તમારી Lifestyle સુધારવી છે આ રહી ટીપ્સ

    ૧૫-માર્ચ-૨૦૧૮

 
તમારે લાઈફ સ્ટાઈલ સુધારવી છે, ચેન્જ કરવી છે તો પહેલા તમારે તમારી દિનચર્યા સુધારવી પડે. આમા ફેરફાર કરો એટલે તમને જ લાગશે કે કંઈઇ નવું થઈ રહ્યું છે. આ નવું શું કરવાનું છે?
એક મહિનો એટલે ૪ અઠવાડિયા
આ ૪ અઠવાડિયા નો જ તમારે યોગ્ય ઉપયોગ કરવાનો છે.
 
અઠવાડિયું પહેલું….
 
સૌથી પહેલા તમારે તમારું શરીર અને મગજ સાફ કરવાનું છે…
દરરોજ સવારે ૬ વાગે ઉઠવાનું છે. આ સમય માત્ર તમારા માટેનો જ છે. આખી દુનિયા જ્યારે ગાઢ નીદ્રામાં સુતી હોય ત્યારે તમારે તમારા માટે કામ કરવાનું છે. અને હા સવારએ ઉંઠીને મોબાઈલ હાથમાં લેવાનો નથી. ફાલતુ કામ માટે તમે સવારે વહેલા નથી ઉઠ્યા. કંઈક સારું વાંચો. છાપા નહિ પણ તમારા મનને વિશ્વાસથી ભરી લે તેવું કે કંઈક તમારા ફિલ્ડને લગતું માહિતી પ્રદ વાંચો…
વાંચવા અને કસરત કરવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. થોડી કસરત કરો. જીમમાં જવાની જરૂર નથી, ચાલો, દોડો, યોગા, મેડિટેશન કરો, આનંદમાં રહી શકો તેવું કામ કરો…
ટૂંકમાં તમારી સવારને ઉત્સાહથી ભરી દો…પહેલું અઠવાડિયું તમારે આ જ કરવાનું છે અને પછી લાઈફટાઈમ કરતા રહેવાનું છે…
 

 
અઠવાડિયું બીજું…..
 
આ અઠવાડિયામાં તમારે તમારા ખાવાપીવાની રીત પર કામ કરવાનું છે. હેલ્દી ખોરાક ખાવાની તમારે ટેવ પાડવાની છે. કુદરતી આહાર તરફ તમારે આગળ વધવાનું છે. વધારે ફેટવાળું , તીખું, તળેલું, ફાસ્ટાફૂડને બાયબાય કહેવાનું છે અને ફળ, લીલા શાકભાજી, જ્યુસ તરફ આગળ વધવાનું છે.
જરા વિચારો. અત્યાર સુધી અપણે શું કર્યુ? આપણે હેવી ખોરાક ખાઈએ છીએ અને પછી આપણા શરીરની આખી એનર્જી તે પચાવવામાં વપરાય છે. પછી સ્ફૂર્તીમાં શારીર ક્યાથી રહે…?
અત્યાર સુધી તમે જે કચરો માત્ર સ્વાદ ખાતર પેટમાં નાખતા આવ્યો છો તે હવે તમારે બંધ કરવાનો છે અને હેલ્દી ફૂડ તરફ આગળ વધવાનું છે. થોડા ક જ દિવસોમાં તમને તમારા શરીરનું પરિવર્તન દેખાવા લાગશે…
 

 
 
અઠવાડિયું ત્રીજુ…..
 
હવે તમારે તમારા આજુ બાજું ના વાતાવરણ પર ધ્યાન આપવાનું છે. તમરા જીવનમાં નેગેટીવ વિચાર ફેલાવતા માણસોને શોધવાના છે અને તેનાથી બને એટલું દૂર રહેવાનું છે. કેટલાંક મિત્રો હોય છે જે હંમેશાં સમસ્યાઓ જ ગણાવ્યા કરે છે, કેટલાંક નકારાત્મક વાતો જ કર્યા કરે છે. તેનાથી બને એટલું અંતર રાખવાનું શરૂ કરો અથવા તેની વાતોને ધ્યાનમાં ન લો.
દેખા દેખીમાં કોઇ વ્યસનમાં ન પડો, તંબાકું, દારૂ, સિગારેટથી દૂર રહો. સ્વીમિંગમ સાયકલિંક, વોકિંગ જેવા હેલ્દી વ્યસન કરો. તમે કોફી કે આલ્કોહોલની જગ્યાએ ગ્રીન ટી પણ લઈ શકો…
 
 
 
 
 
અઠવાડિયું ચોથું…..
 
ફરિયાદ કરવાનું બંધ કરો અને સપનાને સાકાર કરવા તેનો પીછો કરો…
ઉપરાના ત્રણ અઠવાડિયા પર સમયસર કામ કર્યા પછી હવે છેલ્લું કામ એકાગ્રતાથી તમારા સપનાને સાકર કરવા તેનો પીછો કરવાનું છે. આ માટે યોગ્ય આયોજન કરો. સમયની બર્બાદી બંધ કરો, તમારો સમયનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થવો જોઇએ.
કંઈક નવું કરો, સપનું સાકાર કરવા જોખમ લો, કેલ્કુલેટેડ રીસ્ક લો, નવું શીખતા રહો, શીખવાનું બંધ ના કરો…….
 
અને છેલ્લે…
 
અટલું કરી જુવો…આ ચાર અઠવાડિયામાં તમે જે કર્યું તેને બરાબર અનુસરો, તમારું જીવન બદલાઈ ગયું છે તેનું તમને ફીલ થશે જ…