“Omerta” : આતંકવાદ પર બનેલી આ ફિલ્મને જોશો તો તમારા ગુસ્સા પર કાબૂ નહીં રાખી શકો

    ૧૫-માર્ચ-૨૦૧૮

 
હંસલ મહેતાની “ઓમેર્ટા” નામની આતંકવાદ પર બનેલી ફિલ્મ ભારતમાં પ્રદર્શિત થતાં પહેલાં જ વિવાદમાં સપડાઈ છે. રાજકુમાર રાવ અભિનિત આ ફિલ્મ 2017-18ની સૌથી વધુ ઉત્તેજક ફિલ્મ મનાઈ રહી છે. જ્યારથી આ ફિલ્મ મામી અને બૂસાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ છે. ત્યારથી ભારતમાં તેનાં વિષય ને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે.
 
14 માર્ચે જે આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયુ છે. જે જોતા લાગે છે કે આતંકવાદીને હીરો બનાવનારુ તો આ ફિલ્મ નથી ને? આગામી ૨૦ એપ્રિલે આ ફિલ્મ રીલીસ થવાનું છે…
 
ફિલ્મનાં શિર્ષક “Omerta” સાથે એક સહવાક્ય છે A Brif History of Terrorism એટલે કે આતંકવાદનો સંક્ષિપ્ત ઇતિહાસ ફિલ્મમાં આતંકવાદ અને આતંકવાદીઓ કેવી રીતે પેદા થાય છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હોવાનું કહેવાય છે. ફિલ્મનું શીર્ષક “ઓમેર્ટા” એક ઇટાલિયન શબ્દ છે જે અપરાધિઓ અને માફિયા લોકો વચ્ચે એક-મેક માટે વફાદાર રહેવાની સોગંધ છે.
 
ફિલ્મ “ઓમેર્ટા” અહમદ ઓમર સઈદ શેખની અસલ જીંદગી પર બની હોવાનો પ્રચાર થઈ રહ્યો છે. આ જ ઓમર સઈદે 2002માં વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ડેનિયલ પાર્કને પાકિસ્તાનમાં અપહરણ કરી તેની હત્યા કરી દીધી હતી. એ જ વર્ષે ઓમરને અદાલતે ફાંસીની સજા ફટકારી પરંતુ આજ દિન સુધી તેને ફાંસીની સજા થઈ શકી નથી. ઓમર આજે પણ જીવીત છે.
 
 

ભારત સાથે કનેક્શન !
 
1999 ઇન્ડિયન એયરલાઈન્સની હવાઈ જહાજ 814નું અપહરણ કરી કંધાર લઈ જવામાં આવ્યું જેના બદલામાં ભારતે હરકત-ઉલ-મુજાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓને છોડવા પડ્યા હતા. તેમાંનો એક ઓમર હતો. 2001ના અમેરિકન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જે હુમલો થયો હતો તેમાં પણ ઓમરનું નામ આવ્યું હતું.
 
દિગ્દર્શક હંસલ મહેતા કહે છે કે, અત્યાર સુધી જેટલી ફિલ્મો આવી છે તેમાં આતંકવાદનો ખરાબ પાસાઓને જ બતાવવામાં આવ્યા છે. પરંતુ હું બતાવવા માંગતો હતો કે આખરે આતંકવાદીઓના મગજમાં શું ચાલતું હોય છે અને તેઓ આતંકવાદી બને છે કેવી રીતે. આપણે લોકો આતંકવાદીઓને એક જ નજરથી જોવા ટેવાયેલા છે, પરંતુ આપણે સમજતા નથી કે શહેરોના શહેરો પર કોઈ દેશ બોમ્બથી ઉડાવી દે છે. જેની અસલ હકિકત ક્યારેય વિશ્ર્વ સમક્ષ આવતી જ નથી. આ વાર્તા ઓમરોના પેદા થવાની છે. ભણેલા ગણેલા યુવાનો અન્યાય સામે લડતા લડતા શૈતાન બની જાય છે. આ વાર્તા એ શૈતાનિયતની છે.
આ ફિલ્મ પશ્ચાતાપહીન રાજનૈતિક હત્યાઓની વાત કરે છે. ફિલ્મમાં એ લોકો અને સંસ્થાઓનો સીધે-સીધો જ ઉલ્લેખ થયો જેની કારણે આ પ્રકારનો આતંકવાદ જન્મે છે.
 
ફિલ્મમાં આતંકવાદ અને આતંકવાદીઓને પીડિત, શોષિત દર્શાવવાની કોશિષ થઈ છે. તેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે અને પુછી રહ્યાં છે કે, અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે કોઈ કેવી રીતે આતંકવાદનો બચાવ કરી શકે ? કેવી રીતે એક ખૂંખાર આતંકવાદીને વફાદાર અને હીરો તરીકે રજૂ કરી શકે ?
 
જોકે ફિલ્મમાં હંસલ મહેતા એ આતંકવાદ અને આતંકવાદીઓની કેટલીક હદે બચાવ કરી તેને મહિમા મંડિત કર્યા છે. તે તો ફિલ્મ સિનેમા ઘરોમાં આવ્યા બાદ જ ખબર પડશે, પરંતુ જે રીતે હંસલ મહેતા પોતાના ઇન્ટરવ્યુમાં ફિલ્મ વિશે વાત કરે છે. તે સાંભળી એટલું તો સ્પષ્ટ છે કે ફિલ્મમાં કંઈક તો કાળું છે.