રોહિત શર્માએ શ્રીલંકામાં એવું કામ કર્યુ કે તેની સામે તેની ત્રણ બેવડી સદી પણ ફિક્કી લાગે…

    ૧૭-માર્ચ-૨૦૧૮

 
 
સબ સે બડા ફેન….હોય છે આ દુનિયામાં કેટલાક ધૂની લોકો. કોઇ સુપ્રસિદ્ધ માણસ(સેલેબ્રિટિ) પાછળ તેઓ રીતસરના પાગલ હોય છે. ક્રિકેટરો અને ફિલ્મી સસ્તીઓના આવા ફેન હોય છે. અહિં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો ફેન સુધીર જોષી યાદ આવે. આવો જ ફેન બેવડી સદીનો બાદશાહ હીટમેન રોહિત શર્માનો પણ છે. મહત્વની વાત એ છે કે આ ફેન શ્રીલંકાનો છે. નામ છે મૌહમ્મદ નીલમ. નીલમ ને રોહિત શાર્માએ એક વચન આપ્યું હતુ કે જ્યારે તે શ્રીલંકાના પ્રવામાં હશે તેના ઘરે જરૂર આવશે….
 
હાલ શ્રીલંકામાં ભારત-શ્રીલંકા-બાગ્લાદેશ વચ્ચે નિદહાશ ટી/૨૦ શ્રેણી રમાઈ રહી છે. આવતા રવિવારે ભારત બાગ્લાદેશ વચ્ચે ફાઈનલ મેચ છે. આવા સમયે રોહિતને તેના નંબર વન ફેન નીલમને આપેલું વચન યાદ આવ્યુ અને તે પહોંચી ગયો છે તેના ઘરે.
 

 
 
રોહિતે તેના ફેનને તેના ઘરે આવવાનું વચન કેમ આપ્યું તે કિસ્સો પણ જાણવા કેવો છે. ભારત-શ્રીલંકાની એક ટેસ્ટ મેચ દરમિયાન નીલમ રોહિત શર્માને ચીયર કરવા ભારત આવ્યો હતો. મેચ દરમિયાન નીલમ ને ફોન પર સમાચાર મળ્યા કે તેના પિતાની તબિયત નાજૂક છે તરફ ઘરએ આવો. પણ નીલમે આ આખી મેચે જોઇ. મેચ પૂર્ણ થયા પછી તે રોવા લાગ્યો. કેમ કે તેની પાસે ઘરે પહોંચવા પ્લેનની ટીકિટના પૈસા ન હતા. આવા સમયે સચિનનો નંબર વન ફેન સુધિર આ ફેનની મદદે આવ્યો અને નીલમની વાત તેણે રોહિત સુધી પહોંચાડી. રોહિતે તરત તેને પોતાના રૂમમાં બોલાવ્યો. તેને શ્રીલંકા જવાની ટીકિટ કરાવી આપી અને વચન આપ્યુ કે તે શ્રીલંકાના પ્રવાસે હસે ત્યારે જરૂર તેના પિતાની ખબર પૂછવા તે ઘરે આવશે…આ વચન રોહિતે આજે પૂરું કર્યું છે…
 

 
 
રોહિતનું કહેવું છે કે હું નીલમને ઘણા વર્ષોથી ઓળખું છું. તે અનેક વર્ષોથી મારા માટે ચીયર કરી રહ્યો છે. મને આજે પણ એ મેચ યાઅદ છે જે પોરી થયા પછી તે રોવા લાગ્યો હતો. હું જ્યારે તેના ઘરે પહોંચ્યો તો તેની ખુશી જોવા લાયક હતી.
નીલમનું કહેવું છે કે આજકાલ કોણ બીજા માટે આટલું કરે. મારી મદદ કરી તે મને હંમેશાં યાદ રહેશે. એ દિવસથી રોહિત શર્મા માટેનું માન મારા માટે ખૂબ વધી ગયુ.
 
ખરેખર રોહિત શર્માનો સ્વભાવ શાંત અને શાફ છે. તેનું મન ઓખ્ખુ લાગે છે. આજે ફેનનાં ઘરએ જઈ તેણે તે સાબિત પણ કરી દીધુ…ખૂબ ઓછા પ્રસિધ્ધ લોકો આવું કરી શકે છે….