આજે શરૂ થઈ હતી અંગ્રેજો સામેની પહેલી લડાઈ

    ૨૯-માર્ચ-૨૦૧૮

 

૧૮૫૭નો એ વિપ્લવ યાદ છે? મંગલ પાંડેએ બેરકપુરના પરેડ ગ્રાઉન્ડમાં ગોળી ચાલાવવાની ના પાદી દીધી હતી અને અંગ્રેજો સામે લડવાવી શરૂઆત કરી હતી. એ વખતે એ બંધૂકની કારતૂસ બનાવવામાં ગાય અને સુવરની ચર્બીનો ઉપયોગ થયો હતો અને જેનો વિરોધ મંગલ પાંડેએ કર્યો હતો. ૨૯ માર્ચ આ દિવસ જ બેરકપૂરમાં મંગલ પાંડેએ એક અંગ્રેજ અધિકારી પર પહેલી ગોળી ચલાવી હતી અને અન્ય સિપાઈઓને પણ અંગ્રેજ અધિકારીઓ સામે લડવાની વાત મૂકી હતી. જો કે ત્યારબાદ અંગ્રેજ સેનાએ મંગલ પાંડેની ધરપકડ કરી હતી અને ફાંસીની સજા કરી હતી. ૮ એપ્રિલ ૧૮૫૭ના રોજ એ જ બેરકપુરના પરએડ ગ્રાઉન્ડમાં મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી…