ભગવાન શ્રીકૃષ્ણની લગ્નભુમિ – માધવપુર મેળાની તસવીર ઝલક

    ૨૯-માર્ચ-૨૦૧૮

 
 
માધવપુર ઘેડ ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. સ્થળ ફેરફાર કરો આ ગામ પોરબંદર શહેરથી આશરે ૬૦ કિ.મી.નાં અંતરે પાકા ડામર માર્ગે જોડાયેલ છે. જયાં પહોંચવા માટે એસ.ટી.બસ અથવા ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ ભુમિ ખાસ તો ભગવાન શ્રીકૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે.
 

 
 
પોરબંદર અને માંગરોળ અરબી સમુદ્ર કાંઠે આવેલ માધવપુર (ઘેડ) માં પુરાણ પ્રસિદ્ધ માધવપુર (ઘેડ) નો પાંચ દિવસનો મેળો ચૈત્ર સુદ નોમ થી તેરસ સુધી સોરઠી ઢબનો મેળો ભરાય છે. આ પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઈ જાય છે. આ વખતે પણ ૨૫ થી ૨૮ માર્ચ સુધી અહિં મેળો યોજાયો હતો જેની તસવીર ઝલક અહિં રજૂ કરવામાં આવી છે…
 

 
 
પ્રાકૃતિક સૌંદર્યથી વિંટળાયેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્યધામો માંગરોળ – ચોરવાડ જેટલુ જાણીતું પ્રાચીન નગર માધવપુર (ઘેડ) છે. શ્રીકૃષ્ણ – રૂક્ષ્મણીના લગ્નની વાતો હજારો વર્ષ પછી હૈયામાં સંઘરીને બેઠેલુ માધવપુર સૌરાષ્ટ્રના નૈઋત્ય કોણમાં માંગરોળથી વાયવ્યે ૧૮ માઈલ, કેશોદ સ્ટેશનથી અગ્નિ ખૂણામાં ૩૬ માઈલના અંતરે આવેલુ ઐતિહાસિક નગર છે.