Video: દુનિયાનો નંબર વન બેટ્સમેન પ્રેસ કોન્ફરન્સમાં રોવા લાગ્યો, કહ્યું મને માફ કરી દો

    ૨૯-માર્ચ-૨૦૧૮

 
ભારતના વિરાટ કોહલી જોડે જેની ગણના થતી હતી અને જે આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં પહેલા નબંરે આવે છે તે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવ સ્મિથ બોલ ટેમ્પરિંગમાં ફસાયા બાદ આજે પત્રકાર પરિષદમાં રોવા લાગ્યો હતો. પત્રકાર પરિષદમાં ત ભાવૂક બની ગયો હતો અને તેણે પોતાની ભૂલ પણ સ્વીકારી લીધી હતી.
તેણે જણાવ્યું કે સારા લોકો પણ ભૂલ કરતા હોય છે. મે મોટી ભૂલ કરી છે. મારે આ બધું થવા દેવાનું ન હતું. હું દિલગિર છું અને દિલથી માફી માગું છુ. મારી જાણકારી પ્રમાણે આ પહેલીવાર બન્યું છે. હું બાયધરી આપું છું કે આવું બીજીવાર નહિ થાય. હું ટીમનો કેપ્ટન હતો અને આ બધું મારી સામે થયું આ માટે હું જવાબદાર છું, જેનો હું સ્વીકાર કરું છુ…