શહિદકથા : અમદાવાદ ખાતે શહીદકથા

    ૩૦-માર્ચ-૨૦૧૮


 

ગત ૨૩, ૨૪ અને ૨૫ માર્ચ દરમિયાન અમદાવાદના નિકોલ સ્થિત વીરભૂમિ ખાતે શહીદકથાનું આયોજન થયું હતું. વીર ભગતસિંહ યુવા બ્રિગેડ દ્વારા આયોજિત શહીદકથાનું રસપાન શ્રી યોગેશદાન ગઢવીના મુખેથી થયું હતું.

કથાના પ્રથમ દિવસે કથાસ્થળની આસપાસ ૧૦ વિસ્તારો પરથી શહીદ પરિવારોના નેતૃત્વમાં એક વિશાળ મશાલયાત્રા નીકળી હતી, જેમાં દરેક સમાજના લોકોએ ભાગ લીધો હતો ૧૧૦થી વધુ સોસાયટીઓમાં અને ઠેર ઠેર મશાલયાત્રાનું સ્વાગત થયું હતું. યાત્રા બાદ કથાસ્થળ પર ૧૪ શહીદોના પરિવારોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ગુરુશ્રેષ્ઠ શિરોમણી .પૂ. સનાતન .ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ હાજર રહ્યા હતા. તો સમાજના અન્ય આગેવાનોએ પણ પ્રસંગે હાજરી આપી હતી. કથાના પ્રથમ દિવસે આશરે ૪થી હજાર શ્રોતાઓ દ્વારા શહીદકથાનું રસપાન કરવામાં આવ્યું હતું. કથાના મુખ્ય વક્તા શ્રી યોગેશદાન ગઢવીએ તમામ શ્રોતાઓને ભાવુક કરી દીધા હતી.

શહીદકથાના મેદાનમાં ધોરણ ૫થી ૮માં ભણતાં વિદ્યાર્થીઓ દ્વારા શહીદોની યાદમાં તૈયાર કરાયેલા ૮૦૦૦ કરતાં પણ વધારે ચિત્રો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. અત્રે આવતા શ્રોતાઓ ચિત્રો જોઈ મંત્રમુગ્ધ બની ગયા હતાં.

શહીદકથાના બીજા દિવસે એટલે કે ૨૪ માર્ચના રોજ માતૃશક્તિ શહીદોના રંગે રંગાઈ હતી. આજુબાજુની સોસાયટીઓની ૫૫ બહેનો અને ૨૬ બાળકો પોતાની અભૂતપૂર્વ કલાત્મકતા અને રાષ્ટ્રપ્રેમનો પરિચય આપ્યો હતુ. માતૃશક્તિ દ્વારા કાર્યક્રમના સ્થળની બહાર રોડ પર સમગ્ર કથા સ્થળને સુશોભિત કરવા માટે રંગોળી બનાવવામાં આવી હતી. જે અત્રે આવતા શ્રોતાઓની સાથે સાથે અહીંથી પસાર થતા રાહદારીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. લગભગ કિ.મી.થી પણ વધારે લાંબા રોડ ઉપર રંગોળીરૂપે દેશભક્તિના રંગોની છોળો ઊડતી જણાઈ હતી. કથાના ત્રીજા દિવસે એટલે કે ૨૫ માર્ચના રોજ ભારતમાતાની મહાઆરતીનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટા પ્રમાણમાં દેશભક્ત પ્રજાજનોએ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમને સફળ બનાવવા માટે ૪૫૦થી વધુ સ્વયંસેવકો દિવસરાત કામે લાગ્યા હતા અને ગુજરાતના વિવિધ સ્થળેથી અભ્યાસ કરતા હોય તેવી સમરસ હોસ્ટેલમાંથી ૧૧૫ યુવાનો ઘરે ઘરે જઈ કાર્યક્રમનું નિમંત્રણ આપવા છેલ્લા દિવસથી નિકોલ વિસ્તારમાં ફર્યા હતા અને ૯૦૦૦ જેટલા નિમંત્રણ ઘરેઘરે પહોંચાડ્યું હતું.