રાતે વહેલાસર સૂવાનું આ સાચુ કારણ જાણવા જેવું છે

    ૦૬-માર્ચ-૨૦૧૮

કુદરતે માથામાં પિન્યલ ગ્રંથી મૂકી છે.
તે માનવશરીરનું બાયોલોજિકલ ઘડિયાળ છે .
આંખના જ્ઞાનતંતુઓ સાથે પણ તે જોડાયેલ છે .
તે વટાણા આકારની છે.
રોજ સૂર્યાસ્ત પછી આ ગ્રંથી કાર્યરત બને છે.
તે જે મેલોટોનીન નામનો પદાર્થ બનાવે છે તે લોહીના પ્રવાહમાં ભળી જઈ શરીરને કેન્સર સામે રક્ષણ આપે છે .
આ ગ્રંથી માત્ર અંધારામાં જ કામ કરે છે .
આંખ સામે પ્રકાશ ચાલુ હોય તો તે કામ કરતી નથી.
પ્રકાશને કારણે તે માને છે કે હજી રાત પડી નથી.
 

 
 
આમ , તમે જો રાતે પ્રકાશમાં જાગતા રહો
મોબાઈલના પ્રકાશ સામે જોતા રહો 
તો તમે આ રોજિંદી રક્ષણાત્મક રસીથી વંચિત રહો છો . આપણા બાપદાદાઓ વહેલા સૂઇને વહેલા ઊઠતા હતા ,
તેઓ કેન્સર જેવા રોગથી કે આજના બીજા ખતરનાક રોગથી પીડાતા ન હતા.
કુદરતે આ રોજિંદી રસી આપણામાંમૂકી છે ,
તો ચાલો વહેલા સૂવાની ટેવ પાડીએ
અને તેને કુદરતી રીતે કામ કરવા દઈએ.
આ ગ્રંથી અંધારું થતાં કામ કરવા માંડે છે
અને સૂર્યોદયના બે કલાક પહેલા કામ કરવાનું બંધ કરે છે
 
- અજ્ઞાત
સોશિયલ મીડિયાના આ જમાનામામ વાંચવા સમજવા જેવી અનેક માહિતી-સાહિત્ય વાઈરલ થતી હોય છે. આ માહિતી તમારા સુધી પહોંચે એજ ઉદ્દેશ આ કોલમનો છે.