હવે શું ચોક્કો, છક્કો પછી અઠ્ઠાની ક્રિકેટમાં એન્ટ્રી થશે…

    ૧૧-એપ્રિલ-૨૦૧૮

 
 
૧૦ એપ્રિલના રોજ ચેન્નઈમાં રમાયેલી મેચ તમએ જોઇ? કેકેઆર અને સીએસકે વચ્ચેની આ મેચમાં અનેક છક્કા એવા હતા જે સ્ટેડીયમની બહાર ગયા હતા. પહેલા કેકેઆર માંથી રસેલે ૧૧ સિક્સર ફટકારી પછી બીજી ઈનિંગ્સમાં સીએસકે તરફથી બિલિંગ્સએ ૫ છક્કા ફટકાર્યા. આ બન્ને ખેલાડીએ એવા છક્કા માર્યા કે બોલ સ્ટેડીયમની બહાર જતો રહેતો…એટલે આ મેચમાં ખૂબ લાંબા છક્કા જોવા મળ્યા.
આ તો થઈ વાત લાંબા છક્કાની. પણ મેચ પૂર્ણ થયા પછી મહેન્દ્રસિંહ ધોનીએ એમ મજેદાર વાત કહી. તેને વિજેતા કેપ્ટન તરીકે આપેલી સ્પીચમાં કહ્યું કે જે સિક્સર સ્ટેડિયમની બહાર જાય તેને ૮ રન ગણવા જોઇએ. સ્વાભાવીક છે આ ધોનીએ હસતા હસતા કહ્યું હશે. પણ આઈપીએલ મનોરંજન માટે જ છે. ધોનીનો આ ઇશારો જો આયોજક સમજી ગયા હશે તો આવનારી આઈપીએલમાં તમને અઠ્ઠા જોવા મળશે. આ સંભાવનાની વાત છે. દર્શકોને આ ગમે તેવું છે.
આ થશે ત્યારે થસે પણ હાલ ધોનીની આ વાત સાંભળી ફિલ્મ ડેલી બેલ્હીમાં ઇમરાન ખાને ફટકારેલો એક દાયલોગ યાદ આવી ગયો…
“જો ચૌકા ઉડતે હુએ જાયે ઉસે છક્કા કહેતે હૈ”