સાક્ષાત્કાર : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મહાનાયક ‘જાણતા રાજા’ આવે છે ગુજરાતમાં

    ૧૮-એપ્રિલ-૨૦૧૮


 

ભારત ભૂમિને ધમરોળનારા વિદેશી આક્રાંતાઓને ધૂળ ચટાડનારા અજેય છત્રપતિ શિવાજી મહારાજ આપણા ભવ્ય ઇતિહાસનું દર્શન કરાવે છે’ : શિવશાહિર બાબાસાહેબ પુરંદરે

છત્રપતિ શિવાજી મહારાજ નામમાં એવી અદ્ભુત દૈવી શક્તિ છે કે ગમે તેવી દુર્બળ-ભીરુ વ્યક્તિ પણ નામને સાંભળતાવેંત ક્ષણાર્ધ માટે પણ શારીરિક-માનસિક બળ પ્રાપ્ત કરી લે છે. ભારતીય સૈન્યની મરાઠા રેજિમેન્ટનો જયઘોષજય ભવાની, જય શિવાજીછે. કોંગ્રેસ-વામપંથી ગેંગના કથિત ઇતિહાસકારોના હિન્દુ હૃદય-સમ્રાટનું નામ ભારતીય ઇતિહાસમાંથી ભૂંસી નાખવાના લાખો ઉધામા છતાં આજે પણ છત્રપતિ શિવાજી મહારાજ ભારતીયોના હૃદયમાં અચલ સ્થાન ધરાવે છે. ભારતમાં અંગ્રેજોને પણ ઊઠાં ભણાવનારા અને કઠોર શિક્ષા કરનારા એક માત્ર શાસક એવા નરકેસરીના જીવન અને કર્તૃત્વને મહાન ઇતિહાસકાર, લેખક અને નાટ્યકાર શ્રી બલવંત મોરેશ્ર્વર પુરંદરેએ પુસ્તકો, વ્યાખ્યાનો અને નાટકો દ્વારા આધુનિક ઢબે વિશ્ર્વ સમક્ષ પ્રસ્તુત કર્યું છે. રંગમંચ ઉપર ૨૦૦ જેટલા કલાકારો તથા હાથી-ઘોડા સાથે પ્રસ્તુત થતું તેમનું મહાનાટ્યજાણતા રાજાને વિશ્ર્વભરમાં સુંદર પ્રતિસાદ સાંપડ્યો છે. ૨૯ જૂન, ૧૯૨૨ના દિવસે જન્મેલા શિવચરિત્રના મૂતિમંત સ્વરૂએવા મહાન સાહિત્ય-નાટ્ય સર્જકબાબાસાહેબ પુરંદરેના હુલામણા નામથી વિશ્ર્વભરમાં જાણીતા છે. ૯૫ વર્ષના જ્ઞાનવૃદ્ધ આજે પણ છત્રપતિ શિવાજી મહારાજનો અદમ્ય ઉત્સાહ અને ધૈર્ય ધરાવે છે. આગામી મે માસમાંશિવ-શાહિર’, ‘મહારાષ્ટ્રભૂષણપદ્મ પુરસ્કૃત બાબાસાહેબ પુરંદરેના મહાનાટ્યજાણતા રાજાની સવારી ગુજરાતમાં આવી રહી છે. તા. --૨૦૧૮થી ૮--૨૦૧૮ સુધી મોરબીમાં નાટક ભજવાવાનું છે. તે પ્રસંગે પ્રસ્તુત છે તેમની સાથે થયેલા સંવાદના અંશો...

વર્ષ ૧૯૮૫માં નાના પાયે પ્રસ્તુત થયેલું મરાઠી નાટક આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મહાનાટક બની ચૂક્યું છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવન-કર્તૃત્વની જીવંત પ્રસ્તુતિ કરનારા સફળતમ ભવ્ય નાટકના ત્રણ દાયકાના પ્રવાસ વિશે જણાવશો ?

- સૌપ્રથમ તો નાટકને વિશ્ર્વભરમાં મળેલી સફળતાનું સંપૂર્ણ શ્રેય હું ૨૦૦ જેટલા બાળ, યુવા, વૃદ્ધ કલાકારોને આપું છું. કલાકારોએ દિવસ-રાત જોયા વિના નાટકની સુંદર પ્રસ્તુતિ માટે અવિશ્રાંત પરિશ્રમ કર્યો છે. સાથોસાથ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રંગમંચ તૈયાર કરનારી અમારી ટીમને પણ હું મહાનાટ્યની સફળતાનું શ્રેય આપું છું.

છેલ્લા ત્રણ દાયકામાંજાણતા રાજાનાટક એક ભાવાત્મક પ્રસ્તુતિમાંથી એક વ્યાવસાયિક પ્રસ્તુતિ તરીકે પણ વિકસ્યું છે. વાતની પ્રતીતિ જેમણે ૧૯૮૫-૯૫ના વર્ષોમાં નાટક મરાઠીમાં જોયું હશે તેમને તરત થશે. ૧૯૮૫માં નાટક પ્રથમ વાર પ્રસ્તુત થયું ત્યારે અમારી પાસે કલાકારોને છત્રપતિ શિવાજી મહારાજના સમયને અનુ‚ વેશભૂષા માટે પૈસા પણ નહોતા. આથી આરંભ કાળના કલાકારો તો પોતાના ઘરની વેશભૂષા સાથે નાટ્યપ્રયોગો કરતા, પરંતુ તેમના અભિનય અને સંવાદ એટલા તો પ્રભાવશાળી હતા કે વેશભૂષા તો ગૌણ બની હતી. કલાકારોના છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યેના ભાવાત્મક જોડાણને કારણે નાટકને આરંભકાળથી મહારાષ્ટ્રમાં અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો. નાટકની ટિકિટો તો ચપોચપ વેચાઈ જતી. વળી ખર્ચ ઘટાડવા માટે અમે સ્થાનિક કલાકારોનો પણ સહયોગ લઈએ છીએ. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને કલાકારોના ચોટદાર અભિયનયને કારણે જાણતા રાજાવિશ્ર્વભરમાં પ્રસિદ્ધિ મળી હોવા છતાં આજે પણ અમે એક પણ કલાકારનું કે ટેક્નિકલ ટીમના નામની ઘોષણા કરતા નથી. ‘ટીમ જાણતા રાજાની છે મહાનતા !! અમારી ટીમ સારી રીતે જાણે છે કે શિવચરિત્ર એટલું દિવ્ય છે કે તેમાં અમારા નામની કોઈ આવશ્યકતા નથી! આજે પણ ૩૦-૩૦ વર્ષોથી ભૂમિકા ભજવી રહેલા કલાકારો ઉત્સાહ-ઉમંગથી નિ:સ્વાર્થ ભાવે અભિનય કરી રહ્યા છે.

મહાનાટ્યનો વિચાર આપને કઈ રીતે સ્ફૂર્યો ?

- ‘જાણતા રાજાનાટકની રચના પાછળ પણ એક રોચક ઘટના છે. વર્ષ ૧૯૭૪માં જ્યારે હિન્દુ હૃદયસમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ૩૦૦મી જયંતી દેશભરમાં ઉજવાઈ રહી હતી તે પ્રસંગે અમેશિવસૃષ્ટિ નામનું એક સુંદર પ્રદર્શન તૈયાર કર્યંુ હતું. સમગ્ર મહારાષ્ટ્રમાંશિવસૃષ્ટિપ્રદર્શનને સુંદર આવકાર મળ્યો હતો. પ્રદર્શનમાં અમે છત્રપતિ શિવાજી મહારાજના સમયના કિલ્લા, મહાલયો, નિવાસસ્થાનો તથા અન્ય સ્થાપત્યોની પ્રતિકૃતિ સ્વરૂપે પ્રસ્તુત કર્યા હતા. પ્રદર્શનને મળેલા ભવ્ય પ્રતિસાદ પછી અમે તૈયાર કરેલા સેટ્સનો ઉપયોગ કરીને શિવચરિત્રની નાટ્ય પ્રસ્તુતિ કરવાનો વિચાર અમને સ્ફુર્યો અનેજાણતા રાજાના પૂર્વાવતાર સમાન ૨૨ મિનિટના નાટકનો ઉદ્ભવ થયો. પરંતુ નાટકને પૂર્ણ સ્વરૂપની ત્રણ કલાકના નાટક તરીકે પ્રસ્તુત કરવામાં અનેક સમસ્યાઓતો આવી હતી. પરંતુ હું વિચારને દૃઢતાથી વળગી રહ્યો. પરિણામે અનેક વિઘ્નો પછી ૧૯૮૫માં પૂર્ણ સ્વરૂપના નાટ્યજાણતા રાજાની પ્રસ્તુતિ શક્ય બની.

આજના ભૌતિકવાદ-ભોગવાદના સમયમાં ઐતિહાસિક નાટકનું ઔચિત્ય કેટલું ?

- આજના વૈશ્ર્વીકરણ-ભોગવાદ-બજારું અર્થતંત્ર-ભૌતિકવાદના યુગમાં પણજાણતા રાજાના વિશ્ર્વભરમાં ૧૩૦૦થી પણ વધુ પ્રયોગો સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે. તે મહાનાટ્યનું આજે પણ કેટલું ઔચિત્ય છે તે સિદ્ધ કરે છે. દિલ્હીના લાલ કિલ્લામાં મહાનાટ્યના ૬થી ૧૦ એપ્રિલ સુધીમાં થયેલા પ્રયોગોને લાખથી વધુ લોકોએ માણ્યા હતા. ચાર-ચાર માળનો રંગમંચ, કિલ્લા, મહાલયો અને રણભૂમિનાં દૃશ્યોની ૨૦૦ જેટલા કલાકારો દ્વારા જીવંત પ્રસ્તુતિ કરતુંજાણતા રાજાનાટક વિશ્ર્વનું બીજા ક્રમનું મહાનાટ્ય છે. ભારતમાં તો નાટકની મંચસજ્જા, વેશભૂષા વગેરે વિષયો સંશોધનમાં સંદર્ભ તરીકે લેવામાં આવે છે.

ઐતિહાસિકવિષયની વાત કરું તો નાટકથી આપણામાંસ્વત્વ અને અસ્મિતામાટે ગર્વ અને ગૌરવની લાગણી ઉદ્ભવે છે. ભારતના ઇતિહાસને પરાજયોનો ઇતિહાસ તરીકે પ્રસ્તુત કરનારાછદ્મઇતિહાસકારોને નાટક કૃતિ દ્વારા પ્રત્ત્યુત્તર આપે છે. ભારતભૂમિને ઘમરોળનારા વિદેશી આક્રાંતાઓને એક હિન્દુ નરકેસરી કેવી વિકટ પરિસ્થિતિઓમાં ધૂળ ચાટતા કરી દે છે તે પ્રસંગો આપણા ભવ્ય ઇતિહાસનું દર્શન કરાવે છે. આજે પણ અનેક વિપરીત પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહેલા, જાતિવાદ-ભાષાવાદના દૂષણોથી ગ્રસ્ત આપણા સમાજ માટે અઢારેય વર્ણના લોકોને સંગઠિત કરીને રાષ્ટ્રને કેવી રીતે ઉન્નત બનાવી શકાય છે તે આપણને છત્રપતિ શિવાજી મહારાજનાં જીવન-કર્તૃત્વ ઉપરથી જાણવા મળે છે. તેથી નાટક આજે પણ એટલું પ્રસ્તુત છે. નાટક જોઈને આપણને પ્રેરણા મળે છે કે આપણે આપણા સમાજને સંગઠિત બનાવીને આપણા રાષ્ટ્રને પરમ વૈભવશાળી અને સામર્થ્યવાન બનાવીએ. આપણો ભવ્ય ઇતિહાસ આપણા વર્તમાનને ઘડે છે અને ભવિષ્યનું નિર્માણ કરે છે. છત્રપતિ શિવાજી મહારાજનું જીવન એટલું અલૌકિક અને દિવ્ય છે કે આપણને તેમાંથી શ્રેષ્ઠ વ્યક્તિ, નાગરિક બનવાના સર્વ ગુણો પ્રાપ્ત થાય છે. તે સંદર્ભમાં નાટક અત્યંત મહત્ત્વનું છે.

જાણતા રાજાનાટક પાછળના આપના ઉદ્દેશ્ય કેટલે અંશે સફળ થયા છે ?

- મેં શિવચરિત્ર ઉપર લખેલી પુસ્તકશ્રેણીની ૧૮થી પણ વધુ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તે ઉપરાંત છત્રપતિના જીવનપ્રસંગો, કિલ્લાઓ, સહકાર્યકરો ઉપર પણ ૨૦ જેટલાં પુસ્તકો, નાટકો લખ્યાં છે. દેશ-વિદેશમાં વિષય ઉપર વ્યાખ્યાનો પણ આપ્યાં છે. છત્રપતિ શિવાજી મહારાજ ઉપર તો હજારો શોધપત્રો પ્રસ્તુત થયા છે. સેંકડો પુસ્તકો લખાયાં છે. સંશોધનો પણ થતાં રહ્યાં છે, પરંતુ મને લાગે છે કે પુસ્તકો, શોધપત્રો વગેરેનો વ્યાપ મર્યાદિત બની રહેતો હોય છે, પરંતુ સૌની ઉપર નાટક કે ચિત્રપટની અસર દીર્ઘકાલીન રહેતી હોય છે. ‘જાણતા રાજાજોઈને છત્રપતિ શિવાજી મહારાજનું એક અજેય યોદ્ધા, એક વિચક્ષણ વ્યૂહકાર, એક લોકપ્રિય લોકનાયક એક પરમવીર સૈનિક, એક ધૈર્યવાન નેતા તથા એક મહાન આદર્શ રાષ્ટ્રનાયક તરીકેનું ચિત્ર આપણા માનસપટલ ઉપર અંકિત થયા વિના રહેતું નથી. નાટ્ય પ્રસ્તુતિ દ્વારા હિન્દુ હૃદયસમ્રાટનું જીવન-કર્તૃત્વ નાનાં ભૂલકાંઓથી લઈને માતાઓ અને યુવાનોના મન અને હૃદય સુધી પહોંચે છે તેમાં નાટકની સફળતા રહેલી છે.