લોકાર્પણ : અમદાવાદ ખાતે ક્રાંતિવીર સરદારસિંહ રાણાના જીવન-કવનને રજૂ કરતી વેબસાઈટનું લોકાર્પણ

    ૧૯-એપ્રિલ-૨૦૧૮


 

ભારતની સ્વતંત્રતામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર ક્રાંતિવીર સરદારસિંહ રાણાના જીવનકવનનાં જાણ્યાં-અજાણ્યાં પાસાં રજૂ કરતી વેબસાઈટ www.sardarsinhrana.comનું લોકાર્પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ૧૦ એપ્રિલના રોજ આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી . પી. કોહલી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રા. સ્વ. સંઘના પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘચાલક શ્રી જયંતિભાઈ ભાડેશિયા, અમદાવાદ શહેરના મેયર શ્રી ગૌતમભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તથા પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, શ્રી કે. ડી. જેસવાણી ભાવનગરના યુવરાજ શ્રી જયવીરરાજસિંહ તથા લાઠીના રાજપરિવારના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

પ્રસંગે સરદારસિંહ રાણાના પ્રપૌત્ર શ્રી રાજેન્દ્રસિંહજી રાણા, ભાઈશ્રી પ્રતાપસિંહજી રાણા, કાકાશ્રી દિગ્વિજયસિંહ રાણા સહિત રાણા પરિવારના અનેક સ્વજનોએ મહેમાનોને આવકાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભાવનગરના - લીલા ગ્રુપ ઑફ કંપનીઝના શ્રી કોમલકાંત શર્માના સૌજન્યથી વેબસાઈટ બની છે અને કાર્યક્રમ ઉજવાયો છે.


 

ભારત કી સ્વતંત્રતા મેં સશસ્ત્ર ક્રાંતિકારીઓં કી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હૈ : ડૉ. મોહનજી ભાગવત

વેબસાઈટ લોકાર્પણ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં મા. શ્રી મોહનજી ભાગવતે જણાવ્યું હતું કે, "આજ પુણ્ય સ્મરણ કા એક સુંદર અવસર પ્રાપ્ત હુઆ હૈ, હમારે દેશ કી સ્વતંત્રતા કે લિએ જિન લોગોં ને કિસી કિસી રૂપ સે પ્રયત્ન કિયા હૈ ઉનકા સ્મરણ કરના હી પુણ્ય સ્મરણ હૈ. લેકિન હમ ઉન્હેં ભૂલ ગયે હૈ.

સ્વતંત્રતા પ્રાપ્તિ કે લિએ જિસકો જો ઠીક લગા ઉસ પ્રકાર સે પ્રયત્ન કિયા. કુછ લોગોં ને રાજનૈતિક જાગૃતિ લાને કા કાર્ય કિયા. કુછ ને દેશ મેં વિદ્યમાન કુરીતિયોં કો હટાને કે લિએ કાર્ય કિયા, અપને મૂલ કી ઔર વાપસ જાના ચાહિએ. ઈસ દિશા મેં ભી પ્રયત્ન હુએ તથા કુછ લોગોં ને જો સશસ્ત્ર પ્રયાસ ૧૮૫૭ મેં કિયા ગયા થા ઉસી પ્રકાર કા ફિર સે કર અંગ્રેજો કો ભગા દેના ચાહિએ. ઇસ પ્રકાર પ્રકાર સે હમારે યહાં કામ હુએ. લેકિન જો જાનકારી મિલતી હૈ વો બતાતી હૈ કિ શસ્ત્રાચાર કે માધ્યમ સે સ્વતંત્રતા પ્રાપ્ત કરને કે લિએ પ્રયત્નશીલ લોગોં કી સંખ્યા ભી કમ નહીં થી. અનેક ક્રાંતિકારીઓં ને અપને બલિદાન દિયે. અગણિત કષ્ટ સહે. ઉન સભી ક્રાંતિકારીયોં કે પરિવાર કે માધ્યમ સે ઉનકી સ્મૃતિ મિલતી રહતી હૈ.

હમને સ્વતંત્રતા પ્રાપ્ત કી લેકિન હમેં વિચાર કરના ચાહિએ કિ હમને વાસ્તવ મેં ક્યા પ્રાપ્ત કિયા. પહલે યહ કહા જાતા થા કિ સારે દુખોં કા કારણ અંગ્રેજ હૈ. ઉનકે ચલે જાને સે સબ ઠીક હો જાયેગા. લેકિન અનુભવ યહ હૈ કિ સિર્ફ અંગ્રેજો કે ચલે જાને સે સબ કુઠ ઠીક નહીં હો ગયા હૈ. અપને દેશ કો વિશ્ર્વ મેં સિરમોર બનાને કે લિએ હમેં ભારત કી સ્વતંત્રતા લિયેં કે જિન લોગો ને બલિદાન દિયા હૈ ઉનકી સ્મૃતિ માત્ર સે નહીં ચલેગા. ઉનકા જીવનચરિત્ર પઢના હોગા. ઉસકા ચિંતન મનન કરના હોગા. ઇન સભી ચારોં ધારાઓ મેં કામ કરને વાલે લોગોં કે જીવન પ્રેરક હૈં. ઉસમેં ભી ક્રાંતિકારીઓ કે જીવન સમર્પણ કી પરાકાષ્ઠા હૈ, એસી હી ક્રાંતિકારીઓ કી માલા કે એક પ્રતિનિધિ સરદાર સિંહ રાણા હૈ.

હમારે દેશ મેં ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જૈસે ક્રાંતિકારી હુએ જિન્હોંને અપના જીવન કિસી એક ઉદ્દેશ્ય કે લિએ દે દિયા. લેકિન વિડંબના દેખિયે કી આજ એસે ક્રાંતિકારીઓં કો દહશતગર્દ કહને વાલે લોગ ભી ઇસ સ્વતંત્ર ભારત મેં હૈ.

દેશ, કાલ, પરિસ્થિતિ મેં સમાન સ્વભાવ કે લોગ ભી અલગ-અલગ કૃતિ કરતે હૈં. ઇસ વેબ-સાઈટ કે માધ્યમ સે ક્રાંતિકારીઓં કો પ્રેરણા દેને વાલે વ્યક્તિત્વ કૈસે થે યહ જાનકારી હમેં મિલેગી. યે સભી લોગ ક્રાંતિકારીઓં કે ચિંતન કો આગે બઢાને વાલે લોગ થે. યે સબ દુનિયા કી પહલી પંક્તિ કે લોગોં કે સાથ ખડે રહને કી ક્ષમતા રખને વાલે લોગ થે. લેકિન ઉન્હોંને અપની ક્ષમતા કા ઉપયોગ વ્યક્તિગત માન-સન્માન કે લિએ કરકે દેશ કે લિએ કિયા.

આજ હમેં ઉન લોગોં ઉસ સમય કી પરિસ્થિતિ કે અનુસાર જો કિયા વહ સબ કરને કી આવશ્યકતા નહીં હૈ, લેકિન આજ હમેં જો કરના હૈ ઉસકે પીછે હમે પૂજ્યભાવ સે સમર્પણ હોના ચાહિએ. આજ હમેં ગુણસંપન્ન બનના હૈ. દુનિયા મેં કહીં ભી ગુણોં સે કોઈ સમઝોતા નહીં હોતા. દેશ કે હિત મેં વિચાર કર ઉન્હોંને હમેં જો રાસ્તા દિખાયા ઉસ પર હમેં ચલના હોગા. હમારે યહાં રાજનૈતિક, આર્થિક, સામાજિક સભી મેં સુધાર કી આવશ્યકતા હૈ.

સરદાર સિંહજી ને કેવલ ક્રાંતિકારીઓં કી સહાયતા કી હો એસા નહીં હૈ. ઉન્હોનેં શિક્ષા એવમ્ સમાજસુધાર કે ક્ષેત્ર મેં ભી સહાયતા કી. દેશ કે હિત મેં કાર્ય કરને વાલે સભી કી ઉન્હોંને મદદ કી. ચાહે ઉનકે વિચાર મેલ ખાતે હો યા નહીં. આજ સમય કી માંગ હૈ કિ મતભેદ હો સકતે હૈં લેકિન દેશ કે ભલે કે લિએ હમેં એક દૂસરે કા વિશ્ર્વાસ કર સાથ ચલના ચાહિએ. સરદારસિંહજી કે જીવન મેં ગીતા કે ઉપદેશ કે અનુસાર યુદ્ધ કરના અનિવાર્ય થા. કોઈ ભી હથિયાર હાથ મેં લેકર અતિવાદી બને વીના, લમ્બે સમય કી લડાઈ ઉનકે જીવન મેં દેખને કો મિલતી હૈ. ઉનકે વિષય મેં જાનકારી પ્રાપ્ત કરે. ઇસ વેબસાઈટ કે માધ્યમ સે જો જીવનચરિત્ર પ્રકાશિત હુઆ હૈ વહ ખૂબ ઉપયોગી હોગા એસી શુભકામના.


 

અત્યાચારી અંગ્રેજ કર્જન વાઈલી જે બંદૂકથી ઠાર મરાયો તે બંદૂક સરદારસિંહજી રાણાની હતી : રાજ્યપાલ શ્રી . પી. કોહલી

પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી . પી. કોહલીએ કહ્યું હતું કે, ક્રાંતિવીર સરદારસિંહ રાણા ટ્રસ્ટ વેબસાઈટ બનાવવા માટે ધન્યવાદને પાત્ર છે. વેબસાઈટના માધ્યમ થકી ગુજરાતના ક્રાંતિવીરોની માહિતી જન-જન માટે ઉપલબ્ધ થશે. આપણા દેશના અનેક ક્રાંતિકારીઓએ દેશમાં રહી અંગ્રેજ સરકાર સામે સ્વાતંત્ર્ય માટે સંઘર્ષ કર્યો, પરંતુ અનેક ક્રાંતિકારી એવા પણ હતા. જેઓ દેશની બહાર જઈ અને પણ બ્રિટીશ સત્તાના કેન્દ્ર ઇંગ્લેન્ડ જઈ અંગ્રેજ સરકાર વિરુદ્ધ સ્વાતંત્ર્યની ચળવળ ચલાવી. પ્રકારનાં કેન્દ્રોમાં એક કેન્દ્ર લંડનનું ઇન્ડિયા હાઉસ હતું. ૧૯૦૫માં સ્થપાયેલ કેન્દ્ર ભારતીય વિદ્યાર્થીઓમાં સ્વાતંત્ર્ય ભાવનાની ચેતના જગાડવાનું એક મોટું કેન્દ્ર હતું. તેમને આગળ ભણવા માટે શિષ્યવૃત્તિ પણ આપતું હતું. અનેક મહાન ક્રાંતિકારીઓનું કેન્દ્ર બની ગયું હતું. સરદારસિંહ રાણાના વિદેશ ગમન દરમિયાન તેમનો સંબંધ પણ ઇન્ડિયા હાઉસ સાથે સ્થાપિત થયો.

ક્રાંતિવીર સરદારસિંહ રાણા અંગે ગુજરાત અને ગુજરાત બહારની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ક્રાંતિવીર સરદારસિંહ રાણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અંગે ખૂબ ઓછી જાણકારી છે ત્યારે વેબસાઈટ તેમને સરદારસિંહ રાણાના અંગેની માહિતી આપતું એક સશક્ત માધ્યમ સાબિત થશે. અહીં ક્રાંતિવીર સરદારસિંહ રાણાના જીવનના વિવિધ પાસાંઓ ઉજાગર થયાં છે. તેમણે લાંબા સમય સુધી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને સ્વિત્ઝરલેન્ડમાં રહી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને બળ આપ્યું. આપણા દેશમાં અનેક ગુમનામ ક્રાંતિકારીઓ છે, જેમના જીવનનાં તથ્યોને શોધી ઉજાગર કરવાની જરૂર છે.

તેઓએ જણાવ્યું હતું કે સરદારસિંહ રાણા ભારતથી ઉચ્ચ શિક્ષા અર્થે વિદેશ આવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપતા હતા. જર્મનીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં મેડમ ભીખાઈજી કામા સાથે મળી તેઓએ ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવ્યો હતો. ૧૯૦૮માં ૧૮૫૭ની ક્રાંતિના ૫૦ પૂર્ણ થતાં ઇન્ડિયા હાઉસમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. તે કાર્યક્રમની અધ્યક્ષતા સરદારસિંહજી રાણાએ કરી હતી. અંગ્રેજ કર્ઝન વાઈલીને ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાએ જે બંદૂકથી ઠાર માર્યો હતો. તે બંદૂક સરદારસિંહ રાણાની હતી. વર્ષ સુધી તે ફ્રાન્સમાં નજરબંધ રહ્યા હતા. તેઓ સતકાર્યો માટે માત્ર દાન ઉઘરાવતા પરંતુ પોતે પણ દાન કરતા. શ્રી મદનલાલ માલવીયજીને હિન્દુ વિશ્ર્વવિદ્યાલય માટે નાણાંની જરૂર હતી. ત્યારે તેઓએ પેરિસમાં રહેતા ભારતીયો પાસેથી ૨૮ લાખ એકઠા કર્યાં (જેમાં લાખ રૂપિયા વ્યક્તિગત યોગદાન હતું). મદનલાલ માલવીયજીને આપ્યા હતા. સરદારસિંહ રાણા સ્વયં ક્રાંતિકારી હતા. સાથે સાથે તેમના સાથી મિત્રોને પણ ભારતની સ્વાતંત્ર્ય સગ્રામની ચળવળ માટે પ્રેરતા અને તન-મન-ધનથી તેમની મદદ કરી છે. સરદારસિંહ રાણાજીએ બેરિસ્ટર હોવાને નાતે વીર સાવરકરનો કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં લડ્યા હતા. તે કેસની માહિતીનું પણ દસ્તાવેજીકરણ થવું જોઈએ. પોતાના પુસ્તકાલયમાંનાં લાખ પુસ્તકો સર્વન યુનિવર્સિટીને દાનમાં આપી હતી. તો શાંતિનિકેતનને પણ ભેટ આપ્યાં હતાં. દેશના અને દેશની બહારના ક્રાંતિકારીઓને મદદરૂપ થવાનું તેમણે પોતાનું મિશન બનાવ્યું હતું. સુભાષચંદ્ર બોઝ જ્યારે જર્મની પહોંચ્યા હતા ત્યારે તેમના ઐતિહાસિક ભાષણને જર્મન રેડિયો પરથી પ્રસારિત કરવામાં પણ સરદારસિંહ રાણાએ મદદ કરી હતી. તેઓએ પોતાના જીવનનો મોટાભાગનો સમય વિદેશમાં રહી દેશસેવા કરી હતી. તેઓના પ્રેરણાદાયી સેવાકાર્યોને કારણે ૧૯૫૧માં ફ્રાન્સે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું.

ત્યારે આપણે આવા આપણા અજાણ્યા ક્રાંતિકારીઓ અંગે સંશોધન કરી તેમને સન્માનિત કરી શકીએ. ત્યારે વેબસાઈટ આપણા સંશોધનકારો માટે મહત્ત્વની સાબિત થશે.

વેબસાઈટ સંશોધકો માટે સક્ષમ માધ્યમ સાબિત થશે : રાજેન્દ્રસિંહ રાણા

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં આમૂલ યોગદાન આપનાર ક્રાંતિવીર શ્રી સરદારસિંહ રાણાની વેબસાઈટ અંગે માહિતી આપતા ગુજરાતના પૂર્વસાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું હતું કે, વેબસાઈટ બનાવવાનું કામ ઘણું મોડું થયું છે, પરંતુ કામ ખૂબ મોટું હતું. તેઓએ કહ્યું હતું કે, શ્રી સરદારસિંહ રાણાનો પત્રવ્યવહાર માત્ર રાજનૈતિકો સાથે હતો. તેઓનો પત્રવ્યવહાર જે તે ક્ષેત્રના મહાનુભાવો જેવા કે વિનોબા ભાવેજી, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, મોતીલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ સાથે પણ રહ્યો હતો. તેમના પત્રવ્યવહારનું સંકલન વેબસાઈટ મારફતે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થયો છે. તેઓએ કહ્યું હતું કે વેબસાઈટ પર ૬૦થી ૬૫ ટકા પત્રવ્યવહાર ઉપલબ્ધ થયો છે. બાકીના ૩૫ ટકા પત્રોમાં કેટલાક જર્મન, પર્શિયન, ફ્રેન્ચ તો કેટલાક રશિયન ભાષાના હોવાથી તેના ભાષાંતરનું કામ બાકી છે. વેબસાઈટ મારફતે દેશના સ્વાતંત્ર્ય માટે યોગદાન આપનાર અજાણ્યા ક્રાંતિકારીઓની માહિતી આપવામાં આવી છે. જે સંશોધકો માટે એક સક્ષમ માધ્યમ સમાન સાબિત થશે. તેઓએ જણાવ્યું હતું, ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર માસ પિતૃઋણ ચૂકવવાનો મહિનો માનવામાં આવે છે. ત્યારે અનાયાસે પિતૃઋણ ચૂકવવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું છે. પ્રસંગે તેઓએ સરદારસિંહજી રાણાને મદદ કરનાર લાઠી પરિવાર લીમડીના ઠાકોર, હડાણાના ઠાકોર પરિવારનો પણ ઋણસ્વીકાર કર્યો હતો.