બકરીને બચાવવા રૂપાલી લાકડી વડે વાઘ સામે લડી

    ૦૫-એપ્રિલ-૨૦૧૮

 
આજે ઝવેરચંદ મેઘાણી હોત તો રૂપાલી માટે “વિદર્ભકન્યા” જરૂર લખેત. તેમની ચારણકન્યા ગુજરાતીઓના મનમાં છે. ૧૪ વર્ષની ચારણ કન્યાએ સિંહને ભગાડીયો હતો તેમ આજે ૨૩ વર્ષની વિદર્ભ કન્યાએ બકરીને બચાવવા માત્રા એક લાકડી વડે વાઘને ભગાડીયો છે.
 
વિદર્ભના ભંડારા જિલ્લાના એક નાનકડા વિસ્તારમાં રહેતી રૂપાલી. 23 વર્ષની રૂપાલી મેશરમ જ્યારે પોતાના ઘરમાં હતી ત્યારે તેને રાતે બકરીઓનો અવાજ આવવા લાગ્યો હતો. જ્યારે તે ઊંઘમાંથી બહાર આવી તો તેણે વાડામાં વાઘને જોયો . જ્યારે તેણે ઘરનો દરવાજો ખોલી બહાર જોયું તો તેણે વાડામાં બાંધેલી બકરી પર વાઘ હુમલો કરવાની તૈયારીમાં હતો. આથી તેણે વાઘને ભગાડવા માટે લાકડીથી વાઘ પર વાર કર્યો. પણ વાઘે પણ રૂપાલી પર હુમલો કર્યો. રૂપાલીનું માથું અને કપાળ લોહી લૂહાણ થઈ ગયુ. છતા તે લાકડી વડે વાઘ સામે લડતી રહી અને બૂમો પાડતી રહી. આ બૂમો સાંભળી રૂપાલીની મા ઘરની બહાર આવી હતી અને રૂપાલીની સાથે તેણે પણ લડત આપી.
 

 
 
વાઘ સાથેના આ  જંગને રૂપાલી હંમેશ માટે યાદ રાખવા ઈચ્છતી હતી. આ કારણે તેણે સૌથી પહેલા મોબાઈલ ફોન કાઢ્યો અને સેલ્ફી ખેંચી હતી. આ સેલ્ફી લેતાં સમયે તેના ચહેરા પર લોહી જામેલું હતું. હાલ આ બહાદૂર મા દીકરી એકદમ સ્વસ્થ છે. હા થોડી ઇજા થઈ છે. આજે દરેક રૂપાલીની આ બહાદૂરીના વખાણ કરી રહ્યું છે…