સમાચાર : ઉજ્જૈન મહાકાલ મંદિરની ધાર્મિક વિધિમાં કોઈ જ હસ્તક્ષેપ નહીં : SC

    ૧૦-મે-૨૦૧૮


 

સુપ્રીમ કોર્ટે ઉજ્જૈનના પ્રસિદ્ધ ઐતિહાસિક મહાકાલેશ્ર્વર મંદિરમાં થતી ધાર્મિક વિધિમાં કોઈ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને યુ.યુ. લલિતની બેન્ચે તેના આદેશમાં કહ્યું છે કે તેણે મંદિરમાં થતી ધાર્મિક વિધિમાં કે તેના નિયમોમાં કોઈ હસ્તક્ષેપ કર્યો નથી. બેન્ચે કહ્યું કે તમામ પક્ષોએ આપેલાં સૂચનોનો તેણે આદેશમાં સમાવેશ કર્યો છે અને મંદિર મેનેજમેન્ટ સમિતિએ કરેલા ઠરાવનો અમલ કરવાનો રહેશે. બેન્ચે મીડિયાને ચેતવણી પણ આપી છે કે તેના આદેશનું ખોટું અર્થઘટન થવું જોઈએ કે ખોટુ રિપોર્ટિંગ થવું જોઈએ. મંદિર સંચાલન સમિતિએ એવો ઠરાવ કર્યો છે કે દરેક શ્રદ્ધાળુ દીઠ જળાભિષેક માટે મહત્તમ ૫૦૦ મિલિલિટર પાણીની મર્યાદા રહેશે અને જળ આરઓ મશીનનું રહેશે. માટે મંદિરની નજીક વ્યવસ્થા કરવામાં આવશે. મહાકાલ ભગવાનના જ્યોતિર્લિંગની સુરક્ષાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જે દરમિયાન સુપ્રીમ કોર્ટે આમ કહ્યું હતું.

હાદિયા લવજેહાદ કેસ લડવા માટે ઇસ્લામિક સંસ્થાએ ખર્ચ્યા એક કરોડ

કેરલ રાજ્યની ઇસ્લામિક સંસ્થા પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાએ હાદિયા કેસ માટે લગભગ એક કરોડ ‚પિયાનો ખર્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૫ વર્ષની હિન્દુ મહિલા અખિલાએ શફી જહા નામના મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધાં હતાં અને કોર્ટે પણ કિસ્સાને લવજેહાદ ગણાવ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે શફી અને હાદિયાના નિકાહને જાયજ ઠેરવ્યા હતા. પાયોનિયરના અહેવાલ મુજબ પીએફઆઈએ કેસ જીતવા માટે ૯૯,૫૨,૩૨૪ રૂપિયા ખર્ચ્યા હતા. ઇસ્લામિક સંસ્થાએ કેસ લડવા માટે કપિલ સિબ્બલ, દુષ્યંત દવે, ઇન્દિરા જયસિંહ અને માર્જૂક બફાકી નામના વકીલો રોક્યા હતા.

રાજસ્થાનમાં બાંગ્લાદેશીઓનું એક આખું ગામ વસી ગયું

રાજસ્થાનમાં બહરોડ વિધાનસબામાં માજરી ગામે પોલીસ ચોકીની નજીક ઈંટ ભઠ્ઠા પર કામ કરનારા બાંગ્લાદેશી ઘૂસણખોરોનું આખે-આખું ગામ વસી ગયું છે. રાજસ્થાન પત્રિકા ૨૧ એપ્રિલના અંકમાં માજરીમાં રહેલા બાંગ્લાદેશીઓ મતદાતા બનવાની તૈયારીમાં શીર્ષક હેઠળ આનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. બાદમાં પ્રશાસને હરકતમાં આવી ૫૪ જેટલા બાંગ્લાદેશીઓને પકડી લીધા હતા. જેમાંના અનેકોએ તો ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા આપી આધારકાર્ડ પણ બનાવી લીધા હતા. અહેવાલ મુજબ અહીંના ૩૦થી વધુ ઈંટના ભઠ્ઠાઓમાં ૩૦૦થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરી કરી રહ્યા છે.


 

ગાયિકા મહાપાત્રાને આમિર ખુસરોનાં ગીત ગાવા બદલ ધમકી

બોલિવૂડ ગાયિકા સોના મહાપાત્રાને સૂફી સંગઠને તોરી સૂરત ગીતનો વીડિયો લોન્ચ કરવા બાબતે ધમકી આપી છે. સૂફી સંગઠનોનું કહેવું છે કે ગીત નિઝામુદ્દીન ઓલિયા ખુસરોએ લખ્યું હતું અને ગીતના વીડિયોના વિરોધમાં સંગઠને સોનાને -મેલ કર્યો છે. સોનાએ બાબતે ટ્વિટ કરીને મુંબઈ પોલીસને ટેગ કરતા કહ્યું હતું કે, ડિયર મુંબઈ પોલીસ, મને મદારિયા સૂફી ફાઉન્ડેશન દ્વારા ધમકીપૂર્ણ નોટિસ મળી છે. તેમણે મારું ગીતતોરી સૂરતને હટાવવાની માંગ કરી છે અને કહ્યું છે કે વીડિયો અભદ્ર છે અને તેનાથી સાંપ્રદાયિક તણાવ ફેલાઈ શકે છે. સાથે સોનાના પાંચ વર્ષ જૂના ગીતપિયા સી નૈનાના વીડિયોમાં કપડાં અને પશ્ર્ચિમી સંગીત બાબતે પણ સંગઠનને મુશ્કેલી છે. સોનાને આપવામાં આવેલી ધમકીથી જાણીતા ગીતકાર જાવેદ અખ્તર ગુસ્સામાં છે. ટ્વીટર પર પોતાનો રોષ ઠાલવી જાવેદ અખ્તરે કહ્યું હતું કે, મુલ્લાઓને વાત સમજી લેવી જોઈએ કે, અમીર ખુસરોનો સંબંધ દરેક ભારતીય સાથે છે. તે કાંઈ તમારા એકલાની સંપત્તિ નથી.


 

સંઘના વરિષ્ઠ સ્વયંસેવક શ્રી સુમનભાઈ પારેખની ચિર વિદાય

ગુજરાતના સંઘ જનસંઘ વિચાર પરિવારના દિગ્ગજ એવા શ્રી સુમનભાઈ પારેખ ૯૦ વર્ષની વયે મેના રોજ કાળધર્મ પામ્યા. સ્વર્ગસ્થે દેહદાનનો સંકલ્પ કર્યો હતો, પણ ચક્ષુદાન સંપન્ન થયું અને પછી મૃતાત્માના દેહને અગ્નિઅર્પિત કરવામાં આવ્યો.

૧૯૪૮માં વિજ્ઞાન સ્નાતક થયા બાદ રા. સ્વ. સંઘના પ્રચારક તરીકે જીવનનાં બહુમૂલ્ય બાર વર્ષ એમણે સમર્પિત કર્યાં. પરિવારમાં એકમાત્ર દીકરા હોવાને લીધે પૂજ્ય માતુશ્રીની દેખભાળ માટે ગૃહસ્થજીવન સ્વીકાર્યું. દરમિયાન કાયદાનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. અખિલ ભારતીય જનસંઘની સ્થાપના થતાં ગુજરાતમાં સંગઠનની જવાબદારી પાંચ વર્ષ સંભાળી. દેશભરમાં સૌ પ્રથમ બોટાદ નગરપાલિકામાં જનસંઘને સત્તા પ્રાપ્ત થઈ ત્યારે શ્રી વકીલસાહેબના પરામર્શ અનુસાર પાલિકાના મુખ્ય અધિકારી તરીકે નમૂનેદાર કામગીરી કરી. પછી ભાવનગર ખાતે એમણે વકીલાત આરંભી એક ઉમદા સુપ્રતિષ્ઠિત વકીલ તરીકે મોભાનું સ્થાન હાંસલ કર્યું.

સંઘ સ્વયંસેવક તરીકે સદાય જવાબદારી નિભાવવા તત્પર એવા શ્રી સુમનભાઈએ ભાવનગરના નગર અને વિભાગ સંઘચાલક તરીકે વર્ષો સુધી સંઘકાર્યની દેખભાળ કરી. એમનું પરિસ્થિતિનું આકલન ખૂબ સચોટ રહેતું. પ્રખર બુદ્ધિમત્તાના સ્વામી હોવા છતાં એમની સહજ રમૂજવૃત્તિ હંમેશા વાતાવરણને હળવું બનાવી દેતી. સાધના સાપ્તાહિકનાં આરંભનાં વર્ષોમાં સાધનાના સંવર્ધક શ્રી રમણભાઈ શાહ સાથે વિશ્ર્વસનીય સહકાર્ય કર્યંુ હતું. સહૃદર્શી નાતો બંને મિત્રોએ જીવનસંધ્યા પર્યંત નિભાવ્યો હતો.

એમનું અનેક ગુણોથી સભર વ્યક્તિત્વ એવું તો પ્રસન્ન હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્રી ગુરુજી ગોળવલકર, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, વકીલ સાહેબ, નાના દેશમુખ સહિત અનેક મહાનુભાવો સાથે એમનો સ્નેહાદરનો નાતો રહ્યો. ગુજરાતમાં સંઘપ્રચારકથી માંડી વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે એમનો નાતો અભિન્ન રહ્યો. ગુજરાત અને દેશના મહત્ત્વના પ્રશ્ર્ને એમનું માર્ગદર્શન હંમેશ મળતું રહેતું હતું.

સંઘપ્રચારક તરીકે મારો ભાવનગરમાં કાર્યારંભ થયો ત્યારથી માંડીસાધના-કાર્યમાં જોડાયો ત્યાં સુધી એમનું પ્રેમાળ અને પ્રગલ્ભ માર્ગદર્શન મળતું રહ્યું. એમના ખોળે માથું મૂકી દેતાં એક અનેરી શાતાનો અનુભવ થતો ! વયવર્ધાયનની સાથે ધીમે ધીમે એમણે સઘળી જવાબદારીઓથી પોતાની જાતને અળગી કરી દીધી હતી. પોતાની પાછળ ધર્મપત્ની વિમળાબહેન, પુત્ર ડૉ. દીપક -પરિવાર અને પુત્રી સૌ. જ્યોતિ - પરિવારને છોડી ગયા. વિચાર પ્રમાણે જીવવાનો સતત પ્રામાણિક પુરુષાર્થ કરનાર શ્રી સુમનભાઈ પારેખનું જીવન સહુના પથને આલોકિત કરે એવી પ્રાર્થના સાથે પરમશક્તિમાન પરમેશ્ર્વર એમના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે એવીસાધનાપરિવાર પ્રાર્થના કરે છે !

લેખન : ભગીરથ દેસાઈ

ઇમારત શરિયા ૮૨ વર્ષ બાદ ચૂંટણી મેદાનમાં

બિહારમાંથી દેશભરમાં મુસ્લિમોએ રાજનૈતિક સ્તરે સંગઠિત કરવાનાં પ્રયાસો શરૂ થઈ ગયા છે. તાજેતરમાં ગાંધી મેદાનમાં લાખો મુસ્લિમોને એકઠા કરી ઇતિહાસ રચનારા સંગઠન ઇમારત શરિયા ૮૨ વર્ષ બાદ ફરી વાર ચૂંટણી મેદાનમાં ઊતરવાની તૈયારી કરી રહ્યું છે. સંકેતો સંગઠનના અમીર મૌલાના વલી રહેમાને પણ આપી દીધા છે. લઘુમતી રાજનીતિ પર નજર રાખનાર પત્રકાર ઈર્શાદુલ હકનું માનીએ તો ઇમારત શરિયામાં બાબતે એકમત સઘાઈ ચૂક્યો છે કે, ભવિષ્યમાં મુસલમાનોને પોતાની સિયાસત (રાજકારણ) માટે તૈયાર રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે ઇમારત શરિયા દ્વારા ૧૯૩૬માં મુસ્લિમ ઇંડિપેન્ડેન્ટ પાર્ટીનું ગઠન કર્યંુ હતું. ૧૯૩૭માં થયેલ ચૂંટણીમાં મુસ્લિમો માટે આરક્ષિત એવી ૪૦માંથી ૨૦ બેઠકો જીતી લીધી હતી.

કુરાનમાંથી હત્યા સંબંધિત આયાતો હટાવવાની માંગ

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજી અને પૂર્વ પ્રધાનમંત્રી મેનુઅલ વાલ્સ સહિત અનેક ફ્રાંસીસીઓ દ્વારા એક જાહેર પત્ર લખી કુરાનમાં કિતાલ (હત્યા) સંબંધિત આયાતો હટાવવાની માંગણી કરી છે. એક ફ્રાંસીસી દૈનિકમાં એક પત્ર છપાયો હતો, જેમાં માગણી કરવામાં આવી છે કે કુરાનમાં જે આયાતોમાં યહૂદીઓ, ઈસાઈઓ અને બેદીન નાસ્તિકોની હત્યાનું કહેવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવે. પત્રમાં નિકોલસ સરકોજી સહિત ફ્રાન્સના લગભગ ૩૦૦ મોટા વ્યક્તિઓના હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.