રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તૃતિય વર્ષ સંઘશિક્ષા વર્ગનો પ્રારંભ

    ૧૪-મે-૨૦૧૮

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તૃતિય વર્ષ સંઘશિક્ષા વર્ગ દર વર્ષની જેમ આ વર્ષે પણ નાગપુર ખાતે યોજાયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ દત્તાત્રે હોસબલેની ઉપસ્થિતિમાં તૃતિય વર્ષ સંઘશિક્ષા વર્ગની આજથી શરૂઆત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે સંઘનો તૃતિય વર્ષ સંઘશિક્ષા વર્ગ નાગપુર ખાતે જ યોજાય છે અને સમગ્ર દેશમાંથી એટલે કે ગુજરાતથી લઈને પૂર્વોત્તર સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના પ્રદેશમાંથી સ્વયંસેવકો આ વર્ગમાં ભાગ લેવા આવે છે. ૧૪ મે થી ૭ જુન એટલે કે ૨૫ દિવસ સુધી ચાલનારા આ વર્ગમાં ૭૦૦ જેટલા સ્વયંસેવકોએ આ વર્ષે ભાગ લીધો છે.
 

 
 
તૃતિય વર્ષ સંઘશિક્ષા વર્ગની શરૂઆત કરતા સહસરકાર્યવાહ દત્તાત્રે હોસબલેએ કહ્યું હતું કે તૃતિય વર્ષ સંઘશિક્ષા વર્ગ સ્વયસેવકના જીવનમાં એક સિમાચિન્હરૂપ માનવામાં આવે છે. આ ૨૫ દિવસનો વર્ગ કોઇ યુનિવર્સીટીની ડીગ્રી કે સર્ટીફીકેટ કોર્ષ સમાન નથી પણ આ એક એવો પ્રશિક્ષણ વર્ગ છે જે સ્વયંસેવકને ઘડે છે તેના જીવનને આકાર આપે છે. તેમણે કહ્યું કે રા.સ્વ.સંઘની ગંગોત્રી ગણાતા આ શિબિરમાં ભાગ લેવાનું દરેક સ્વયંસેવકનું સપનું હોય છે. અહિં સંઘના સંસ્થાપક ડોકટર હેડગેવારજી છે. શ્રી ગુરૂજીની હજારો સ્વયંસેવક સાથે મળીને કરેલી સખત મહેનત છે. અહિં વિવિધ રાજ્યમાંથી આવતા સ્વયંસેવકો એકબીજા સાથે રહે છે.
 

 
 
આ સંઘશિક્ષા વર્ગના પાલક અધિકારી સહસરકાર્યવાહ સી. આર. મુકુંદે જણાવ્યું હતું કે સમાજમાં ત્રણ પ્રકારના સંગઠન હોય છે. જેમાંથી કેટલાક પૈસા કમાવા માટે તો કેટલાક પ્રસિધ્ધી મેળવવા માટે કામ કરતા હોય છે પણ રા. સ્વં. સંઘ એક કેડર બેસ સંગઠન છે. જેનો આધાર સ્તંભ સ્વયંસેવક છે. સંઘ વ્યક્તિ ઘડતરની એક પ્રક્રિયા છે અને જે તેમાં જોડાય છે તે હંમેશાં કંઇક શીખતો રહે છે
 
સંઘના સહસરકાર્યવાહ શ્રી વી. ભાગય્યાજીએ શિબિરાર્થીઓને આવકાર્યા હતા. ઉત્તરાખંડના પ્રાંત સંઘચાલક એડવોકેટ સરદાર ગજેન્દ્રસિંહ આ વર્ગમાં સર્વાધિકારીની જવાબદારી નિભાવી રહ્યા છે તથા જોધપૂરના પ્રાંત કાર્યવાહ શ્યામ મનોહર આ વર્ગના કાર્યવાહ છે. ૨૫ દિવસના આ વર્ગમાં સ્વયંસેવકોને પ. પૂ. સરસંઘચાલક મા. મોહનજી ભાગવત, સરકાર્યવાહ ભૈય્યાજી જોષી તથા સંઘના અધિકારીઓનું માર્ગદર્શન મળશે…