IPLનું બિઝનેસ મોડલ…આ અરબો રૂપિયાનો ખેલ છે….ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીસ અને બીસીસીઆઈને તો મોજે મોજ છે

    ૧૭-મે-૨૦૧૮   

 
આઈપીએલની સફળતા તો તમને ખબર છે, તેની લોકપ્રિયતા પણ તમને ખબર છે, કરોડો રૂપિયાનો આ ખેલ છે તે પણ તમને ખબર છે. કરોડોની ટીમ અને કરોડોમાં ખેલાડીઓ વેચાય છે. આ બધા વચ્ચે એવું જાણવાનું મન થાય કે આમાં કમાણી શું હશે કે માલિકો, ફ્રેન્ચાઈજી કરોડો રૂપિયામાં ટીમો ખરીદે છે. તમને ખબર છે? આઈપીએલની ટ્રોફી જે ટીમ જીતે તેને માત્ર ૧૫ કરોડ રૂપિયા જ મળે છે. શું આ ટીમો આ ૧૫ કરોડ માટે રમે છે. અરે ભાઇ ૧૫ કરોડનો તો એક ખેલાડી અહિં વેચાય છે. ૩૦૦ કરોડની ટીમ, ફ્રેન્ચાઇજી વેચાય છે. ટીમની ફ્રેન્ચાઈઝી એટલે કે માલિક કરોડો રૂપિયામાં ટીમ ખરીદે છે. ખેલાડીને ખરીદવા, તેમને સુવિધા પૂરી પાડવા, તેમને ટ્રેનિંગ આપવા પણ આ માલિકો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે કે જેથી તેની ટીમ જીતી શકે. શું આ બધું ૧૫ કરોડની ટ્રોફી જીતવા? ના ભાઈ! ના! અહિં ખેલ જુદો છે. પણ જરા વિચારો આઈપીએલની વિજેતા ટીમને માત્ર ૧૫ કરોડ રૂપિયા જ મળે છે. તો આમાં માલિકને મળે શું ? બાકીની હારેલી ટીમોને શું મળે ? સ્વાભાવિક છે આ એક વેપાર છે. પૈસા કમાવાનો ખેલ છે. તો કરોડો રૂપિયા રીકવર આ ટીમના માલિકો કઈ રીતે કરે છે ? તો આનું એક બિઝનેસ મોડલ છે. આવો જાણીએ…
 
આ ચમતકાર માર્કેટીંગનો , લાઈવ પ્રસારણ અને સ્પોન્શરશીપનો છે. જેમાંથી અરબો રૂપિયા મળી જાય છે. માર્કેટીંગની ભાષામાં કહીએ તો આઇપીએલના માલિકો માર્કેટીંગ બેનિફિટ, સેન્ટ્રલ રેવન્યુ અને લોકલ રેવન્યુ આ ત્રણ મુખ્ય સોર્સથી પૈસા કમાય છે. આ ત્રેણેયને સમજીએ એટલે ખબર પડી જાય કે આઈપીએલનું બિઝનેસ મોડલ શું છે….તો પહેલું છે….
 

 
 
૧. માર્કેટીંગ દ્વારા આવક
 
તમે આઇપીએલની મેચ જુવો પછી એ ટીવી ચેનલ પર હોય કે ઓનલાઈન હોય, મેચ દરમિયાન ઓનલાઈન પ્લેટફોર્મ પર અનેક જાહેરાતો આવે છે. જેમાં અનેક ફેમસ ખેલાડીઓને એક સાથે દેખાડવામાં આવે છે. અહીં જે તે ફ્રેન્ચાઇઝીસ બીજી કંપનીઓને પોતાના ખેલાડી જાહેરાત માટે કે પ્રમોશન માટે વેંચી શકે છે.
આનાથી જે પૈસા મળે છે. તે આ ખેલાડીઓને નહીં પણ જે તે ફ્રેન્ચાઈઝી જ ને મળે છે. હવે તમે મેચ દરમિયાન આવતી જાહેરાતને યાદ કરો…..ખબર પડી જશે  છે. તો આ આવક ફ્રેન્ચાઇઝીસને થાય છે…
 
2. સેન્ટ્રલ રેવન્યુ
 
આ આવકનો મહત્વનો અને બીજો સોર્સ છે. IPL વધુ પૈસા સેન્ટ્રલ રેવન્યુથી જ કમાય છે. આમાં પણ બે બાબતો છે.
(અ) ટી.વી. બ્રોડકાસ્ટીંગ રાઈટ્સ અને (બ) સ્પોન્સરશીપ રાઈટસ
 
(અ) બ્રોડકાસ્ટીંગ રાઈટ્સ
 
આમાં થાય છે શું કે, ટીવી ચેનલ અને ઓનલાઈન ચેનલને આઈપીએલની મેચોનું જીવંત પ્રસારણ (LIVE) કરવા માટે તેના હક (રાઈટ્સ) ખરીદવા પડે છે, જેને આ લોકો બ્રોડકાસ્ટીંગ રાઈટ્સ કહે છે. આના બદલામાં આ ચેનલ "બીસીસીઆઈ"ને એક ખૂબ મોટી રકમ આપે છે.
 
જ્યારે આઈપીએલની શરૂઆત થઈ હતી ત્યારે “સોની પિક્ચર નેટવર્ક” ચેનલે આના રાઈટ્સ ૧0 વર્ષના કોન્ટ્રાક્ટ સાથે ખરીદ્યા હતા. કેટલામાં ખબર છે ? લગભગ 4000 કરોડ રૂપિયાંમા. હવે આઈપીએલના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને હવે આઇપીએલનું આ ૧૧મું વર્ષ છે. તો આ વખતે IPLના બ્રોડકાસ્ટીંગ રાઈટ્સ ‘Star India’એ પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર લગભગ 16350 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. હવે આ બધા પૈસા જાય છે ક્યા? તો આ બધા જ પૈસા ફ્રેન્ચાઈઝીસની વચ્ચે એક સરખા વહેંચી દેવામાં આવે છે. એટલે આ ૧૬૩૫૦ કરોડ રૂપિયા આ ફ્રેન્ચાઇઝીસની વચ્ચે સરખા ભાગે વહેંચાય જશે…
 
ટી.વી. ચેનલને શું ફાયદો?
 
અહીં પ્રશ્ર્ન થાય કે ટી.વી. પર દેખાડવાના આટલા બધા પૈસા ? તો વાત જાણે એમ છે કે આઈપીએલ પ્રખ્યાત છે. કરોડો લોકો આઈપીએલને જુએ છે. એટલે આ કરોડો લોકો પાસે સરળતાથી પહોંચવાનું આ માધ્યમ છે. માટે મોટી મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટ આ કરોડો લોકો સુધી પહોંચે તે માટે અહીં જાહેરાત આપી માર્કેટીંગ કરે છે. આ કંપનીઓને મેચ દરમિયાન દર ઓવર પછી જે 10 સેકન્ડનો સમય હોય છે તે ખરીદવો પડે છે અને તે ૧૦ સેકન્ડમાં કંપની પોતાની જાહેરાત દેખાડે છે. આ 10 સેકન્ડ માટે આ કંપનીઓ ૫થી 10 લાખ રૂપિયા આપતી હોય છે. જેનાથી ટી.વી. ચેનલનો પણ ફાયદો થાય છે.
 
(બ) સ્પોન્શરશીપ
 
સ્પોન્સરશીપ પણ આ મોડલનું મહત્વનું પાસું છે. સ્પોન્સરશીપ અનેક પ્રકારની હોય છે. જેમ કે ટાઈટલ સ્પોન્સરશીપ.
તમને ખબર હશે કે શરૂઆતમાં આઈપીએલનું નામ શું હતું ? “ડીએલએફ આઈપીએલ”  પછી 2013માં આવ્યું “પેપ્સી આઈપીએલ” અને હવે “વિવો આઈપીએલ” નામ રખાયું છે.
 
તો આ ટાઈટલ સ્પોન્શરશીપ માટે બોલી લગાવવામાં આવે છે. જેમાં મોટી મોટી કંપનીઓ ભાગ લે છે. વિવો એ ૨૦૧૮થી ૨૦૨૨ સુધીના ટાઈટલ સ્પોન્શરશીપના રાઈટ ખરીદી લીધા છે. કેટલામાં ખબર છે?  2199 કરોડ રૂપિયામાં.
આ બધા પૈસા પણ બીસીસીઆઈ આ ફ્રેન્ચાઈઝીસને સરખા ભાગે વહેંચી દે છે.
 
આ ઉપરાંત પણ બીજા પણ અનેક પ્રકારના સ્પોન્સર હોય છે. આઈપીએલ મેચ દરમિયાન મેદાનમાં પણ તમને સ્પોન્સર દેખાશે. બેટ પર, સ્ટમ્પ પર, મેદાનની બાઉન્ડી પર, બાઉન્ડ્રી પછી, હેલ્મેટ પર,  ટી-શર્ટ પર બધે જ જાહેરાત તમે જોવા મળશે. તો આવી નાની નાની સ્પોનશરશીપથી પણ ફ્રેન્ચાઈઝીસ કરોડો રૂપિયા કમાઈ લે છે. 
 

 
 
 
  ૩ . લોકલ રેવન્યુ
 
લોકલ રેવન્યુ ટિકિટ, લોકલ સ્પોન્સર્સ, પ્રાઈઝ મની દ્વારા ઊભી થાય છે. મેદાનની જેટલી ટિકિટ વેચાય તેને જે બે ટીમો વચ્ચે મેય હોય તે ટીમની ફ્રેન્ચાઈઝીસ અને આઈપીએલના આયોજક વચ્ચે ૮૦ : ૨૦ ના રેશિયામાં વહેંચી દેવાય છે.
 
અને છેલ્લે...........................................................
 
# વિજેતા ટીમને એટલે કે આઈપીએલની ટ્રોફી જીતનારને 15 કરોડ રૂપિયા મળે છે.
# રનર-અપ ટીમને મળે છે 10 કરોડ. હવે આ રકમના 50 ટકા રકમ ખેલાડીઓને અને 50 ટકા ફ્રેન્ચાઈઝીસને મળે છે.
# આ ઉપરાંત જે ટીમ આઈપીએલ ટ્રોફી જીતે તેને આ પ્રાઈઝ મની ઉપરાંત ઘણાં ફાયદા થાય છે.
#  ટોપ ફોર ટીમ જે આઈપીએલમાં આવે છે ને ચેમ્પિયન લીગ માટે ક્વોલિફિયા થઈ જાય છે. તો ત્યાં જે ખેલાડીઓ રમે છે ત્યારે પણ ત્યાંના બ્રોડકાસ્ટીંગ રાઈટની રકમ હોય છે. તેનાય અમુક ટકા મળે છે.
# માટે બધી જ ફ્રેન્ચાઈઝી એવું ઇચ્છે છે કે તેની ટીમ જીતે અને ટોપ ફોરમાં તો આવે જ કે જેમ ને વધારે મેચ રમી શકે.
 
 ટૂંકમાં આ ઇનામની રકમ ૧૫ કરોડ અને એક માત્ર ટ્રોફીનો ખેલ નથી અરબો રૂપિયાનો ખેલ છે જેમાં ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીસ અને બીસીસીઆઈ મબલક આવક કમાય છે. આ તો ચોપડે નોંધાયેલી આવક છે, બાકી ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીસને નાના નાના અનેક ફાયદાઓ થાય છે….