કોર્ટ કહે છે કે વાહન ચલાવતી વેળાએ મોબાઇલ પર વાત કરવી ગુનો નથી

    ૧૮-મે-૨૦૧૮

કેરળ હાઇકોર્ટ કહ્યું છે કે વાહન ચલાવતી વેળાએ મોબાઇલ પર વાત કરવાથી અકસ્માત થાય છે અથવા તેનાથી કોઇને ખતરો છે, આ વાત એટલા માટે ન કહી શકાય કેમ કે તે અંગે કોઇ કાયદો જ નથી. જસ્ટિસ એ એમ શફીક અને જસ્ટિસ પી સોમરાજનની ડિવિઝન બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સંતોષ એમ જે તરફથી બેન્ચ સમક્ષ આ મામલે પીઆઇએલ દાખલ કરાઇ હતી. સરકારી પક્ષના વકીલે કહ્યું હતું કે અરજીકર્તા ગત ૨૬ એપ્રિલે સાંજે વાહન ચલાવી રહ્યો હતો, ત્યારે કોઇની સાથે મોબાઇલ પર વાત કરતા તે પકડાયો હતો. સિંગલ બેન્ચે ઠરાવ્યું કે વાહન ચલાતી વેળાએ મોબાઇલ ફોન પર વાત કરવું એ મોટર વાહન કાયદાની કલમ ૧૧૮ (ઇ)માં ગુનો છે..
એ પછી આ કેસ ડિવિઝનલ બેન્ચ સમક્ષ આવ્યો હતો કેમ કે સિંગલ બેન્ચે ૨૦૧૨ના અબ્દુલ લતીફ વિ. કેરળ રાજ્ય કેસમાં જસ્ટિસ એસ એસ સતીષચંદ્રનના આદેશના વિરોધમાં ચુકાદો આપ્યો હતો. ૨૦૧૨ના ચુકાદામાં જસ્ટિસ સતીષ ચંદ્રે કહ્યું હતું કે કાયદાની કલમ ૧૧૮ (ઇ)માં ક્યાંય પણ આ સ્પષ્ટ નથી કે વાહન ચલાવતી વેળાએ મોબાઇલ ફોન પર વાત કરવો ગુનો છે. આ કાયદાની કલમ ૧૮૪માં કહેવાયું છે કે વાહન ચલાવતી વેળાએ ફોન પર વાત કરવી ખતરનાક છે. કલમ ૧૧૮ (ઇ)માં આવતાં તમામ ગુના દંડને પાત્ર છે. જેમાં ત્રણ વર્ષ સુધીની જેલ અથવા ૧૦,૦૦૦ના દંડ અથવા બન્નેની જોગવાઇ છે. કલમ ૧૮૪માં છ મહિના સુધીની જેલ અથવા ૧,૦૦૦ સુધીનો દંડ અથવા બન્ને થઇ શકે છે. .