ટ્રમ્પનો ઇરાન કરારભંગ, કૂટનીતિ વિશ્ર્વને ક્યાં લઈ જશે ?

    ૧૯-મે-૨૦૧૮


 

ટ્રમ્પની જાહેરાત પછી ઇરાનના પ્રમુખ હસન રૌહાનીએ તરત તેના એટમિક ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઈઝેશનને સતર્ક રહેવા અને કોઈ પ્રકારની મર્યાદા વગર એટમિક ઇન્ડસ્ટ્રીને સમૃદ્ધ બનાવવાની ‚આત કરવાનો આદેશ આપી દીધો છે. જોઈન્ટ કોમ્પ્રીહેન્સીવ પ્લાન ઑફ એક્શનનો મૂળ હેતુ હતો કે ઇરાનના ન્યૂક્લિયર કાર્યક્રમને નિયંત્રણમાં રાખવો જેથી ઇરાન અણુશસ્ત્રો વિકસાવી શકે. તે મુજબ ૨૦૧૫માં ઓબામા પ્રમુખ હતા ત્યારે વિએનામાં ઇરાન અને અન્ય રાષ્ટ્રોએ તેના પર સહી કરી દીધી હતી. તે મુજબ ત્રણ મહત્ત્વના ચાવીરૂપ મુદ્દાઓ તેને મંજૂર પણ હતા. અણુહથિયારો સિવાય શાંતિપૂર્ણ ઉપયોગ માટે કંઈક બનાવવું જેથી તેના અણુઉદ્યોગ પર વિપરીત અસર પડે, જેનું પરીક્ષણ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી દ્વારા કરવામાં આવે તેના સામે તેને વાંધો નહોતો. સાઉદી અરબીયા તથા ઈઝરાયલના કહેવાથી જેણે જાન્યુઆરી માસમાં ઈરાનના દસ્તાવેજો અમેરિકાને પ્રસ્તુત કરી તેનો અણુબોંબ બનાવવાનો પ્લાન ઉજાગર કર્યો ઉપરાંત સિરીયા, લેબેનન, યમનને છાશવારે ઈરાન મદદ કરે છે તેની પૂરક માહિતી આપી તથા કરાર વખતે ઈરાનની આકાંક્ષાઓમાં મીલીટરીનો રોલ કેવો છે તે બિલકુલ ધ્યાનમાં લેવાયું નથી તેમ ગણતરી માંડીને અને કોઈપણ સંજોગોમાં કરાર પૂર્ણ થયાની તારીખ જે ઈરાનને ફાયદાકારક છે તે ભયંકર ભૂલ છે સમજીને કરાર ભંગ કર્યો.

ટ્રમ્પ અમેરિકાના વર્ચસ્વવાદનાં તરફદાર છે. તેમને લાગે છે ઈરાન સાથેનાં કરારમાં અમેરિકા વધુ ઝુકેલું છે. અને તેનું હિત જળવાતું નથી. યુરોપીયન દેશોને પણ લાગ્યું કે ઉતાવળીયો કરાર સંપૂર્ણપણે સુરક્ષિત નથી છતાં તેમને કરાર ભંગથી મોટો અસંતોષ છે.

રાજકીય નિષ્ણાંતોનો મત એવો છે કે કરાર તોડી નાખ્યા બાદ ઉત્તર કોરિયાનાં નેતા કિમ જોંગ ઉન સાથે પણ કડક શરતોને આધીન સમજૂતિનો તખ્તો તૈયાર થઈ ગયો છે. બ્રિટન, ચાઈના, ફ્રાંસ, જર્મની, રશિયા જે ઈરાન કરારમાં સહયોગી હતા તેમણે આંતરરાષ્ટ્રીય કરાર તથા યુનો દ્વારા માન્ય ગણીને તેના પર ઈરાન સાથે વાટાઘાટો ચાલુ રાખવાની તૈયાર દર્શાવી છે. છતાં કિમ જોંગના દાદાએ ૩૦ વર્ષ પહેલાં આવા કરારનો ભંગ કરી પોતાની મનમાની કરી હતી તે એક આગવી દહેશત અમેરિકાને ખરી . ઈરાનમાં ઉગ્રવાદીઓને છૂટો દોર મળશે અને સરકાર સામે સંગ્રહ થવાનો. અમેરિકા ખસી ગયા બાદ ઇરાન સાથેનો કરાર જારી રહી શકે છે. જર્મનીના વિદેશમંત્રી ગેબ્રિયલનાં મતે ઇરાન સાથેનો કરાર ભંગ થતા અમેરિકા અને યુરોપ વચ્ચેનું અંતર ઓર વધી જશે. યુરોપનાં દેશોએ સંગઠિત રહીને અમેરિકાને સંદેશો આપી દેવો જોઈએ કે આનાથી યુરોપનાં લોકો રશિયા અને ચીન તરફ ઢળી શકે છે.

ચીનના ઉત્પાદનોની આયાત અમેરિકાએ અગાઉ મોંઘી કરી નાખી છે. હવે તેની આંખે એવા દેશો ચઢશે જે તેનું માનશે નહીં, કારણ કે તેની પાસે સૌથી મોટું હથિયાર વિશ્ર્વભરમાં ચલણ તરીકે ફરજિયાત ઉપયોગમાં લેવાતા ડૉલર છે. નાણાંકીય ચૂકવણાની પ્રક્રિયા મોંઘી કરી નાખશે, તો કેટલાય દેશોના અર્થતંત્રનો વિકાસ રુંધાઈ જશે. ટ્રમ્પે સમજૂતી રદ કરી છતાં જર્મની, બ્રિટન અને ફ્રાન્સ તેમાંથી ખસ્યાં નથી. કારણ કે દેશોનાં ખૂબ મોટા મૂડી રોકાણો હોવાથી આર્થિક હિતો સમાયેલ અમેરિકાને પોતાને પણ તેણે લાદેલા પ્રતિબંધની અવળી અસર થવાની છે, પણ તેના સાથી દેશો ત્યાં કોઈ ચીજવસ્તુની અછત થવા નહીં દે, પછી આયાત કરાતાં ઓઈલની વાત હોય કે અન્ય રિટેઇલ ગેસ જેવી જરૂરી ચીજ હોય ! ટ્રમ્પને પણ જાણ હશે કે.

ઓઈલના ભાવ વધશે તો અમેરિકાના આર્થિક વિકાસ પર પણ તેની અવળી અસર પડશે. કારણ કે ઓઈલના વધતા જતા ભાવને લઈ એપ્રિલમાંઓપેકના દેશોને તેણે આડે હાથ લીધા હતા. ભારત પર પણ ઘણી અસર પડશે. ભારતને ઓઈલ પ્રાઈઝીસ બાબતે મુશ્કેલી સહન કરવી પડશે તથા ફુગાવો વધશે. ઇરાન અત્યારે ઇરાક અને સઉદી અરેબિયા પછી ભારતનું ત્રીજા નંબરનું મોટું ઓઈલ સપ્લાયર છે.

ટ્રમ્પનો ફેંસલો કૂટનૈતિક ઉથલ-પાથલનો નવો દોર શરૂ કરશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જો ભવિષ્યમાં આની કોઈ અસર ચાબહાર બંદર પરિયોજના ઉપર પડશે તો ઇરાન તેમાં ચીન અને પાકિસ્તાનને સામેલ કરવામાં અચકાશે નહીં તેનો અણસાર ભારતને અગાઉથી મળી ગયેલો છે. ભારત ઇરાનનાં ચાબહાર બંદરને ડેવલપ કરવા માટે ૫૦૦ મિલિયન ડૉલર ખર્ચ કરવાનું છે. જો રોકાણ જારી રહે તો ભારત અમેરિકા વિરુદ્ધ ગયું તેવું ગણાય. સ્થિતિ ભારત માટે અનુકૂળ નથી. ત્યારે હવે ટ્રમ્પનાં નિર્ણયથી દુનિયાના શક્તિ સંતુલનને કેવી અસર પડે છે તે જોવું રહ્યું.

 
મુકેશ શાહ