અહીં 68 પૈસામાં મળે છે એક લિટર પેટ્રોલ

    ૨૪-મે-૨૦૧૮

 
 
દુનિયામાં એક દેશ એવો પણ છે. જ્યાં 68 પૈસામાં મળે છે એક લિટર પેટ્રોલ. આ પેટ્રોલની કિંમત ભારતમાં મળતી એક નાનકડી ચોકલેટ કરતા પણ ઓછી છે. આ દેશના નામે એક રેકોર્ડ છે અને રેકોર્ડ એ છે કે અહીં દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે. આ દેશ છે. વેનેજુએલા.
 
અહીં એક લિટર પેટ્રોલની કિંમત ભારતીય કરન્સી મુજબ માત્ર 68 પૈસા જ છે. આટલા પૈસાની તો આપણે ત્યાં રોજ પેટ્રોલમાં વધ-ઘટ થાય છે.
 

 
 
મહત્ત્વની વાત એ છે કે વેનેજુએલામાં વર્ષ 2016માં એ પણ 20 વર્ષ પછી પેટ્રોલનો ભાવ વધારવામાં આવ્યો હતો. જરા વિચાર કરો આટલું સસ્તુ પેટ્રોલ. 10 રૂપિયામાં બાઈકની ટાંકી ફૂલ 30-35 રૂપિયામાં કારની ટાંકી ફુલ.
 
અહિં પેટ્રોક કેમ સસ્તુ છે ?
સ્વાભાવિક છે આ પ્રશ્ન થાય. તો વાત જાણે એમ છે કે વેનેજુએલામાં દુનિયામાં સૌથી વધારે નેચરલ ઓઈલના ભંડાર છે અને અહીંની સરકાર પેટ્રોલ પર ખૂબ મોટી સબસીડી પણ આપે છે. ટૂંકમાં અહિ પેટ્રોલની કોઇ કમી નથી.