આજ કા અર્જુન – આઠ હજાર મીટરથી વધુ ઊંચા છ શિખર સર કર્યા, ૧૦ હજી કરવા છે

    ૨૬-મે-૨૦૧૮

 
ભારતનો અર્જુન વાજપેયીએ હિમાલયનું શિખર કંજનજંગા સફળ રીતે સર કરી એક નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ અર્જુન આઠ હજાર મીટરથી વધુ ઊંચા છ શિખર સર કરનાર દુનિયાનો સૌથી યુવા વ્યક્તિ બન્યો છે.
 
મહત્વની વાત એ છે કે કંજનજંગા હિમાલયનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે. જેની ઊંચાઈ ૮૫૮૬ મીટર છે. ૨૪ વર્ષિય અર્જુન દુનિયાના ૧૬ જેટલા ઊંચા શિખર સર કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, અર્જુન જ્યારે માત્ર ૧૬ વર્ષનો હતો ત્યારે જ તેણે એવરેસ્ટ પણ સર કરી લીધું હતું. માઉન્ટ એવરેસ્ટ પર સફળ રીતે ચઢાણ કરનાર અર્જુન દુનિયાનો ત્રીજો સૌથી નાનો યુવાન હતો.