કવર સ્ટોરી : કર્ણાટકમાં ભાજપ જીતમાં સૌથી આગળ પણ નંબર ગેમમાં પાછળ

    ૨૬-મે-૨૦૧૮


 

૧૯મી મે, શનિવારે - સાંજે કર્ણાટક વિધાનસભાગૃહમાં વિશ્ર્વાસમત પહેલાંની થોડી મિનીટો પહેલાં , ભાજપના નેતા અને ત્રણ દિવસ અગાઉ નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી યેદિયુરપ્પાએ એક ટૂંકું, ભાવુક પણ માર્મિક ઉદ્બોધન કરવા સાથે, શક્તિ-પરીક્ષણ પૂર્વે પદત્યાગની જાહેરાત કરતાં, રાજકીય વિશ્ર્લેષકોએ ક્ષણોને ૧૯૯૬માં અટલજીની ૧૩ દિવસની સરકારના અંતિમ દિવસે લોકસભામાં પ્રધાનમંત્રી તરીકે નવનિયુક્ત અટલજીના ઐતિહાસિક ઉદ્બોધન સાથે, સૂચક રીતે સરખાવી છે. કર્ણાટકની પ્રવાહી રાજકીય પરિસ્થિતિ જોતાં કર્ણાટક પણ અટલજીના ત્યારપછીના ઇતિહાસનું પુનરાવર્તન કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી ૧૯૯૮ની અટલજીની સરકારને બર્દાસ્ત કરવાની માનસિકતા ધરાવતી નહોતી. પરિણામે માત્ર એક વર્ષમાં ૧૯૯૯માં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયાજીએ તેમનાં કટ્ટર શત્રુ તમિલનાડુના જે. જયલલિતાને ગળે લગાવી, અટલજીની સરકારને માત્ર એક મતથી હરાવી દીધેલી. પરંતુ તેનાથી અટલજી પ્રત્યે અને એન.ડી.. સરકાર પ્રત્યે, જનતાની વ્યાપક સહાનુભૂતિની લહેર ફરી વળી હતી. પરિણામે માત્ર મહિના બાદ યોજાયેલી ૧૯૯૯ની ચૂંટણીમાં દેશજનતાએ અટલજીની એન.ડી.. સરકારને પુન: સત્તા‚ કરીને, કોંગ્રેસની શકુની-ચાલને લપડાક મારી હતી...

કર્ણાટકમાં ચૂંટણી પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે, કર્ણાટકમાં જો કોઈ પણ પાર્ટી જનાદેશની સહુથી નજીક હોય તો પાર્ટી ભાજપા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને તેની ૧૨૨ બેઠકોમાંથી નીચે ઉતારી મૂકીને ૭૮ પર મૂકી આપીને; કર્ણાટકની જનતાએ અને જાગ્રત મતદારોએ કોંગ્રેસ વિરુદ્ધનો સ્પષ્ટપણે જનાદેશ આપ્યો છે. રહી વાત જનતા દળ (એસ.)ની, તો પાર્ટી પણ મહદંશે કોંગ્રેસ વિરુદ્ધ લડીને , માત્ર ૩૭ બેઠકો મેળવવામાં સફળ થઈ છે. હવે ત્રિશંકુ વિધાનસભા રચાતાં, માત્ર નકારાત્મક રાજકારણ ખેલીને, ગઈકાલ સુધીના ગળાકાપ હરિફાઈવાળા શત્રુઓ, ‘સ્ટ્રેન્જ બેડ ફેલોની ઉક્તિ મુજબ અપવિત્રમૈત્રી-કરારકરીને, જનાદેશ ઠુકરાવીને સત્તા મેળવવા માટે લોકશાહી‚પી સીતાનું અપહરણ કરવા માટેનારાવણકૃત્યમાટે તૈયાર થયા છે!

પરંતુ યેદિયુરપ્પાજીએ જે ભાવુકપણે જનતાને અપીલ કરતું ઉદ્બોધન પદત્યાગપૂર્વેની ક્ષણોમાં કર્યંુ; તેનાથી સિગ્નલ મળે છે કે, કોંગ્રેસ જનતાદળ (એસ)નું કજોડુંકેટલું ચાલશે ? તો આવનાર સમય કહેશે. તેનાથી સંભવ છે કે, ૨૦૧૯ની આગામી લોકસભા ચૂંટણીમાં તેમજ હવે પછીની કર્ણાટકની વિધાનસભામાં પણ ભાજપા માટેની વ્યાપક જનસમર્થનની લહેર ઉભરાઈ શકે છે..!

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પરિણામો પછી કોંગ્રેસ-જેડીએસના કથિત મહાગઠબંધન - વાસ્તવમાં મહાઠગબંધનને જોતાં રામાયણ અને મહાભારતના બે પ્રસંગો તત્કાળ યાદ આવી જાય છે. રામાયણમાં પણ સીતાજીના અપહરણ માટે રાવણેસાધુરૂપ ધારણ કરેલું. કોંગ્રેસ-જેડીએસ માટે પણ; જનાદેશની સ્પષ્ટ લપડાક પછી પણ, તેઓએ કથિત સેક્યુલરિઝમ અને લોકશાહી મૂલ્યોને નામેસાધુ વેશધારણ કરેલા રાવણનું વિકૃતરૂપ દિવસોમાં પુન: ઉજાગર કર્યું છે !

તો મહાભારતમાં ધર્મરાજ યુધિષ્ઠિરનું ઐતિહાસિક કથન "વયમ્ પંચાધિકમ્ શતમ્ (જ્યારે પાંડવોના દ્વેષી પિતરાઈ ભાઈ દુર્યોધનને ગંધર્વો ઉઠાવી જાય છે, ખબર ભીમે રાજી થઈને યુધિષ્ઠિરને આપ્યા ત્યારે; યુધિષ્ઠિરે નાનાભાઈ ભીમને લાગણીપૂર્વક જણાવ્યું : "આપણે ભલે પાંચ વિરુદ્ધ એકસો લડતાં હોઈએ, પરંતુ બહારનાઓ માટે આપણે +૧૦૦ - પાંડવો+કૌરવો-એક છીએ ! માટે તું તત્કાળ આપણા ભાઈ દુર્યોધનને છોડાવી લાવ ! યુદ્ધિષ્ઠિરના ઉપરોક્ત પ્રેરક કથનવયમ્ પંચાધિકમ્ શતમ્ને ઉલટાવીને કોંગ્રેસ-જેડીએસે લોકશાહીની લાજશરમ છોડીને ઉચ્ચાર્યું છે કે : ‘વયમ્ શતાધિકમ્ શઠમ્ !’ - અમે કર્ણાટકનાં જનાદેશનું અપહરણ કરી અપવિત્ર-મૈત્રીકરાર કરીને જાહેર કરીએ છીએ કે : "અમે એકસોથી વધુ ૭૮+૩૭ = ૧૧૫ શઠ છીએ !

કોંગ્રેસ પાર્ટીલોકશાહી મૂલ્યોના સંદર્ભમાં

ભારતના સ્વાતંત્ર્ય-આંદોલન દરમ્યાન, ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં લોકમાન્ય ટિળક મહારાજના સ્વર્ગવાસ પછી, મહાત્મા ગાંધીજીનું નેતૃત્વ નિર્ણાયક રહ્યું. ગાંધીજીને કોંગ્રેસને લોકઆંદોલનમાં ‚પાંતરિત કરવાનું શ્રેય આપવું રહ્યું. પરંતુ મહાત્મા ગાંધીજીની કક્ષાના મહાન નેતાઓની ભૂલો પણ હિમાલય જેવી મોટી હોય ને ?!

. ૧૯૩૯માં નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજી વખત બહુમતીથી કોંગ્રેસ અધ્યક્ષપદ મેળવ્યું અને હરિપુરા અધિવેશનમાં ઐતિહાસિક વક્તવ્ય પણ આપ્યું. પરંતુ ગાંધીજીએ સુભાષબાબુની જીત ઉપર પટ્ટાભિ સિતારામૈયાની હારને "પોતાની હારની જાહેર કબૂલાત કરી ! પરિણામે જનતાંત્રિક પદ્ધતિથી ચૂંટાયેલા તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુ વિરુદ્ધ કોંગ્રેસમાં વમળો સર્જાયાં. પરિણામે સુભાષબાબુને ભારે વેદનાપૂર્વક કોંગ્રેસ અને તેનું અધ્યક્ષપદ છોડીને, ‘ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરવાની ફરજ પડેલી ! હકીકત દર્શાવે છે કે કર્ણાટકમાં કોંગ્રેસનીલોકશાહી મૂલ્યોમાટેની કથિત કાગારોળ કેટલી ખોખલી છે ?! એનાં મૂળિયાં છેક સુભાષ-પદત્યાગ પ્રકરણમાં પડેલાં છે.

. રીતે ૧૯૪૬માં, સ્વાતંત્ર્યની ઉષાએ. કોંગ્રેસની ૧૫ પ્રાંતિક સમિતિઓમાંથી ૧૨ પ્રાંતિક સમિતિઓએ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કોંગ્રેસ અધ્યક્ષપદ માટે સૂચવેલું. જ્યારે માત્ર પ્રાંતિક સમિતિઓએ આચાર્ય કૃપાલાણીજીનું નામ સૂચવ્યું હતું. જવાહરલાલ નહેરુજીનું નામ કોઈપણ પ્રાંતિક સમિતિએ સૂચવેલું નહોતું. આમ છતાંય જ્યારે મહાત્મા ગાંધીજીએ સ્થિતિમાં કોને અધ્યક્ષપદ સોંપવું ? એવો સવાલ કર્યો અને ઉમેર્યંુ કે, કૃપાલાણીએ જવાહરની તરફેણમાં પોતાનું નામ પાછું ખેંચ્યું છે. ત્યારે ગાંધીજીના સીધા પ્રશ્ર્નનો જવાબ આપવાને બદલે નહેરુજીએ નીચું મોં કરીને ભેદી મૌન ધારણ કર્યું ! તે ક્ષણોમાં ગાંધીજીની "મૂંઝવણ સમજી જઈને, સરદાર પટેલે ચુપચાપ એક નાની ચબરખી ઉપર લખીને ગાંધીજીને કહ્યું કે, તેઓ પણ કોંગ્રેસ અધ્યક્ષપદની હરીફાઈમાંથી નીકળી જાય છે. ત્યારે ગાંધીજીએ સરદાર તરફ જોઈ ઉમેર્યું કે : આઝાદી સમયે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જવાહર ભારતના વડાપ્રધાન બને, સંજોગોમાં તમારે પણ જવાહરને સાથ આપવો પડશે. સરદાર પટેલેરામાયણીન-આદર્શમુજબ પિતૃવત્ ગાંધી બાપુની મૂંઝવણ ટાળવા વડાપ્રધાનપદ ઉદાર દિલથી જતું કર્યું અને નહેરુજી ચૂપચાપ બહુમતીની ધરાર અવગણના કરી, વડાપ્રધાન બની બેઠા ! ઘટના કે દુર્ઘટના ભારતીય સ્વાતંત્ર્યની ઉષાએ, લોકશાહી મૂલ્યોરૂપી સૂર્યના ગ્રસ્તોદયરૂપ (ઊગતા સૂર્યના ગ્રહણરૂપ) સૂચક કલંકિત ઘટના છે ! જેનાં કડવાફળ આજે પણ કાશ્મીર-તિબેટમાં પાકિસ્તાન-ચીનની ઘૂસણખોરી અને ચીન દ્વારા ભારતની ભૂમિ છીનવી લેવા જેવી સમસ્યાઓ રૂપે આજે પણ આપણે ચાખી રહ્યાં છીએ !

. આઝાદી પછી કેરળમાં સામ્યવાદી પક્ષની (વિપક્ષની) સરકાર બની. કોંગ્રેસનો સૂરજ આખા દેશમાં ચમકતો હતો ! પરંતુ નહેરુજીના સુપુત્રી - જેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં અને કેરળની ચૂંટાયેલી બહુમતીવાળી કોમ્યુનિસ્ટ સરકાર વિરુદ્ધ કથિત લોક આંદોલન ચલાવીને, નંબુદ્રીપાદના નેતૃત્વવાળી સામ્યવાદીઓની વિપક્ષની સરકારને ઘેર બેસાડી !

. કર્ણાટક વિધાનસભાનાં ત્રિશંકુ ચૂંટણી પરિણામ પછી રાજ્યપાલ વિરુદ્ધ, કથિત લોકશાહી મૂલ્યોના નામે ઝુંબેશ ચલાવનાર, કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય સરકારોનો ઇતિહાસ કલંકકથાઓથી ભરેલો છે. કોંગ્રેસના દાયકાઓના કુશાસનમાં તેમની કેન્દ્ર સરકારોએ અનેક રાજ્યોની વિપક્ષોની સરકારો બરખાસ્ત કરવા ૩૫૬મી કલમના દુરુપયોગની અને જે તે રાજ્ય સરકારો રચવા દેવામાં વહાલા-દવલાની કુટિલ નીતિ-રીતિનો દુષ્પ્રયોગ કરવાનો કુપ્રયાસ ડઝનબંધ વખત કર્યો છે ! પછી આંધ્રમાં તેલુગુ દેશમ્ પાર્ટીના સંસ્થાપક એન.ટી. રામારાવની સરકાર હોય કે ૧૯૬૭માં રચાયેલી વિપક્ષોની સંયુક્ત વિધાયક દળની સરકારો... કોંગ્રેસે રાજ્યપાલપદનેકેન્દ્રપાલમાં ફેરવી દઈને રાજ્યપાલપદને કલંકિત કરવામાં પાછું વાળીને જોયું નથી ! ૧૯૯૬માં ગુજરાત ભાજપની સુરેશ મહેતા સરકારને બિનલોકતાંત્રિક પદ્ધતિથી બરખાસ્ત કરવામાં, તત્કાલીન કોંગ્રેસી રાજ્યપાલ કૃષ્ણપાલસિંહની વિવાદાસ્પદ ભૂમિકા જોઈ ભાજપાએ કહેલું કે : ‘ તોકંસપાલકૃત્ય છે!’ તો અગાઉ ઘણાં વર્ષો પહેલાં તત્કાલીન ભારતીય જનસંઘના રાષ્ટ્રીય નેતા શ્રી અટલજીએ કટાક્ષમાં કહેલું કેયહ ધર્મ-ચક્રકબ તક ચલતા રહેગા ?’ અટલજીનો ઇશારો તત્કાલીન કોંગ્રેસકુળના રાજ્યપાલો, ધર્મવીર અને ચક્રપાણી તરફનો હતો !

. કર્ણાટકમાં સરકાર કોની બને ? એની રાષ્ટ્રીય ચર્ચામાં જ્યારેબોમાઈ-કેઈસચુકાદાને કોંગ્રેસ ટાંકે છે ત્યારેશયતાન બાઈબલ ટાંકે છે !’ ઉક્તિ સાકાર થતી જોવા મળે છે ! ઘટનાને ભારતીય સંદર્ભમાં કહેવું હોય તો (લખતાં જો કે ક્ષોભ થાય પણ હકીકત છે કે) કર્ણાટકમાં કોંગ્રેસની ભૂમિકા જાણે કે : ‘કોઈમહિલા-સંમેલનમાંપતિવ્રતા-ધર્મઉપર સંભાષણ કરતી ‚પજીવિનીની હરકત જેવું લાગે છે ! (મહદ્ અંશે ‚પજીવિનીઓ તો બિચારી વખાની મારી ફસાયેલી હોય છે ! ‚પાજીવિનીઓની ક્ષમાયાચના સાથે !) તોબોમાઈ-કેઈસના મૂળમાં કર્ણાટકની જનતાદળના મુખ્યમંત્રી બોમાઈની સરકારને પદભ્રષ્ટ કરવા સામેનો કોંગ્રેસની કેન્દ્ર સરકાર વિરુદ્ધનો સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચુકાદો રહેલો છે, કોંગ્રેસ પાર્ટી રખે ભૂલે !’

. ૧૯૬૯ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાજીએ પોતાના પક્ષના ઉમેદવાર શ્રી નીલમ સંજીવ રેડ્ડીનું નામાંકન ભર્યા પછી અચાનક અંતરાત્માના અવાજને નામેશ્રી વી.વી. ગિરિની તરફેણમાં ઝુકાવીને પોતાના પક્ષના ઉમેદવાર, શ્રી રેડ્ડીને હરાવેલા ! ત્યારે અટલજીએ માર્મિક ટકોર કરેલી કે : "એક તરફ વર્ષે અમેરિકાનો નાગરિક સર્વપ્રથમ ચંદ્ર ઉપર પદાર્પણ કરે છે, ઐતિહાસિક ઘટના દર્શાવે છે કે, માનવજાત કેટલી ઊંચી ઊંચાઈ સર કરી શકે છે ? જ્યારે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં પોતાની પાર્ટીના શ્રી નીલમ સંજીવ રેડ્ડીને હરાવીને ઇંન્દિરાજીએ દર્શાવી આપ્યું છે કે, આપણું જાહેર જીવન કેટલું નીચું જઈ શકે છે ?!

. ઉપરોક્ત ઘટના પછી કોંગ્રેસમાં બે ભાગલા પડ્યા જેને સિન્ડિકેટ-ઇન્ડિકેટ અથવાસંસ્થા કોંગ્રેસઅનેઇન્દિરા કોંગ્રેસનામ અપાયું ! વખતે લોકસભામાં ઇન્દિરાજીએ બહુમતી ગુમાવતાં, સામ્યવાદીઓ - કે જેમને કેરળમાંથી હાંકી કાઢ્યા હતા તેમના બાહ્ય સહારે ઇન્દિરાજીએ બે વર્ષ પોતાની સરકારનું ગાડું ગબડાવ્યું અને એક વર્ષ વહેલી-૧૯૭૧ની લોકસભા ચૂંટણી પણ જાહેર કરી ! દર્શાવે છે કેકોંગ્રેસ-કલ્ચરકેટલુંવલ્ગરબની શકે છે ?!

. તેમાંયે હરિયાણાના આયારામ-ગયારામ પ્રકરણમાં તો કોંગ્રેસે આખીભજનલાલની ભજનમંડળીનુંપક્ષાંતર કરાવેલું !

. આઝાદીના સાત દાયકાના સંસદીય ઇતિહાસમાં પહેલાં ટેકો જાહેર કરી, સામી પાર્ટીની સરકારો તોડવામાં અને પછી વડાપ્રધાન - મુખ્યપ્રધાનોને જોડવામાં અને ફરીથી એમને તોડવાનો કોંગ્રેસી સિલસિલો રસપ્રદ છે ! ૧૯૭૭માં બનેલી મોરારજીભાઈના વડપણ હેઠળની જનતા પાર્ટીની સરકારને ૧૯૭૯માં તોડવા માટે, ઇન્દિરાજીએ અસંતુષ્ટ નેતા ચૌધરી ચરણસિંહને આગળ કર્યા. ચૌધરી વડાપ્રધાન પણ બન્યા, પરંતુ ત્યાર પછી સંસદભવનમાં ચરણસિંઘને ટેકો પાછો ખેંચી લઈ ગબડાવી મૂક્યા ! એવું ૧૯૯૦માં વી.પી. સિંહની સરકાર જતાં, ચંદ્રશેખરને કોંગ્રેસે સમર્થન જાહેર કરી વડાપ્રધાન બનાવ્યા પછી માત્ર છએક મહિનામાં તેમને પણ હાંકી કાઢ્યા ! કોંગ્રેસનાં આવાં કરતૂતોનો સિલસિલો અહીં અટકતો નથી. ૧૯૯૬માં કર્ણાટકના વરિષ્ઠ નેતા - જનતાદળ (એસ)ના એચ.ડી. દેવેગૌડાને અટલજીની ૧૩ દિવસની સરકાર પછી, કોંગ્રેસે વડાપ્રધાન બનાવ્યા. અને માત્ર ૧૦ મહિનામાં વરિષ્ઠ નેતાને ઘરભેગા કરી પણ દીધા ! ( દેવેગોડાના સુપુત્ર કુમાર સ્વામી આજે થનગનભૂષણ થઈ, ત્રીજા નંબરની પાર્ટીના નેતા હોવા છતાંય કોંગ્રેસના ટેકાથી કર્ણાટકના મુખ્યમંત્રી બનવાની જનાદેશ વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં મદમસ્ત છે! પણ આપણી લોકશાહીની-જાહેરજીવનની અને આપણી કમનસીબી છે !)

સંદર્ભમાં હકીકત છે કે, મુખ્યમંત્રી બનવા થનગનભૂષણ કુમારસ્વામીની જેડીએસ કુલ ૨૨૪ બેઠકોમાંથી ૨૧૮ બેઠકો લડી. તેમાંથી માત્ર ૩૭ બેઠકો જીતી. જ્યારે ૧૮૦ બેઠકો ઉપર હાર મેળવી. તેમાંયે ૧૪૭ બેઠકો ઉપર તો કરારી હાર મળતાં તેમની ડિપોઝીટ પણ ડુલ થઈ ગઈ ! આવી જનાદેશ વિરોધી ત્રીજા નંબરની પાર્ટીના કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવનારની પેશગી કરનાર કોંગ્રેસ પાર્ટીના ઉચ્ચારણો પણ રસપ્રદ છે ! બુધવારે લોકતંત્રની હત્યા થઈ. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો પણ અગાઉ મોદીજીની સરકારથી ભયભીત હત્યા પરંતુ બુધવારે મોડી રાત્રે સર્વોચ્ચ અદાલત ખુલી અને શુક્રવારે નિર્ણય આપ્યો. તેથી હવે સર્વોચ્ચ અદાલત પણ આવકાર્ય અનેભયમુક્તછે ! જો લોકતંત્રની હત્યા પછી, લોકતંત્ર પુન: જીવંત બન્યું... તો લોકતંત્રની હત્યા કોણે કરી? રાજ્યપાલે ? તો કોંગ્રેસ દ્વારા રાજ્યપાલપદના દુરુપયોગના કલંકીત ઇતિહાસને યાદ કરાવીએ ?

ત્યાર પછી ઇન્દ્રકુમાર ગુજરાલને ૧૯૯૭માં ટેકો આપીને વડાપ્રધાન બનાવ્યા અને તેમને પણ એક વર્ષમાં કોંગ્રેસે બહારનો રસ્તો બતાવી પણ દીધો !

ત્યાર પછી ૧૯૯૮ની ચૂંટણીમાં અટલજીની એન.ડી..ની સર્વપ્રથમ સરકાર નવી ચૂંટણી પછી બની. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેના કટ્ટર વિરોધી તામિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતાને ગળે લગાવી, ૧૯૯૯માં માત્ર એક મતથી અટલજીની સરકાર પાડી દીધી ! એટલું નહીં, એક મતની સરસાઈને જોરે, દેશના વડાપ્રધાનપદનો દાવો સોનિયાજીએ ઠોકી દીધો ! તો સારું થશે મુલાયમસિંહજીનું કે, જેમણે તરત "સોનિયાજીને ટેકો નથી એવું સમયસર જાહેર કરી દીધું. પરિણામે સોનિયાજીની વડાપ્રધાન બનવાની તમન્નાખાટી દ્રાક્ષપુરવાર થઈ ! ૨૦૦૪માં કથિતત્યાગમૂર્તિસોનિયાજીએ, ડૉ. મનમોહનસિંહને વડાપ્રધાન બનાવ્યા, તેની પાછળ તેમના વિદેશી-કુળના હોવા ઉપરાંત તેમના ભારતીય નાગરિકત્વ અને મતદાતા-સૂચિમાં નામાંકન વગેરેની શંકાસ્પદ ટેક્નિકલ ખામીઓની મજબૂરીઓ હતી, એવો જાણકારોનો મત છે.

પરંતુ ત્યાર પછી માત્ર મહિનામાં ૧૯૯૯માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અટલજીએ પુન: એન.ડી..ની સરકાર રચી, જે સાડા ચાર વર્ષ ચાલી અને મે ૨૦૦૪માં પુન: લોકસભા ચૂંટણી માંગવામાં આવી. ત્યાર પછી યુપીએના કૌભાંડોવાળી સરકાર ૧૦ વર્ષ ચાલી અને મે ૨૦૧૪થી મોદીજીના નેતૃત્વમાં સ્પષ્ટ બહુમતીવાળી એન.ડી.. સરકારનું વ્યાપક-જનસમર્થનથી ગઠન શક્ય બન્યું, જેનાથી કોંગ્રેસ વગેરે વિપક્ષો વિક્ષુબ્ધ થઈ ગયા છે. કહોને, તેઓનેસેક્યુલર સનોપાતઉપડ્યો છે ! કર્ણાટકમાં જનાદેશની લપડાક મળવા છતાં, કોંગ્રેસ - જનતા દળ (એસ.) પુન: આપસી શત્રુતાને ઢાંકીઢબૂરીને એક થઈ ગયા છે ! ૨૦૧૯ની આગામી લોકસભા ચૂંટણીમાં આવનારી, મોદીજીની પુન: ત્સુનામીથી બચવાના, નાકામ પ્રયાસ‚પના મરણિયા પ્રયાસોથી વિશેષ કશું નથી. તમામ કથિત સેક્યુલરિસ્ટો "સેક્યુલરિઝમને નામે માત્ર ને માત્ર નકારાત્મક ભૂમિકાએ, ભાજપા વિરુદ્ધ એક થવાના હાકલા પડકારા સમય સમય ઉપર કરે છે. પરંતુ તમામ કથિત સેક્યુલરિસ્ટો ૧૯૬૭થી લઈ આજ સુધીમાં એક યા બીજા અવસરે ભારતીયમાં જનસંઘ / ભાજપા સાથે સત્તામાં ભાગીદારી કરી ચૂક્યા છે. ૧૯૬૭માં સંવિદ સરકારમાં તત્કાલીન ભારતીય જનસંઘ (ભાજપાનું પૂર્વ નામ) સાથે સામ્યવાદીઓએ પણ સરકાર રચેલી. વી. પી. સિંહ સરકારને ૧૯૮૯માં ભાજપા અને સામ્યવાદીઓએ સાથે મળી બહારથી ટેકો આપેલો. ઉપરાંત મમતા, માયાવતી, પાસવાન, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ, ઓરિસ્સાની બીજેડી પાર્ટી, ચરણસિંહ વગેરેની પાર્ટીઓ ઉપરાંત દક્ષિણની બંને પ્રમુખ દ્રવિડ પાર્ટીઓ, એક યા બીજા અવસરે ભાજપાની સાથે રહી ચૂકી છે. કટોકટી વિરુદ્ધની લડાઈ ડીએમકે-જનસંઘ (જનતાપાર્ટી) સાથે મળીને લડેલા. એઆઈએડીએમકે પણ અટલજીને પહેલાં ટેકો આપી, પુન: પાછો લઈ લીધેલો. છેલ્લે જયલલિતા પુન: મોદીજી તરફી બનેલાં.... જ્યારે મુલાયમ-લાલુ પણ જે.પી. આંદોલન અને જનતાપાર્ટીના શાસનમાં ભારતીય જનસંઘ સાથે રહી ચૂક્યા છે. રીતે મુસ્લિમલીગને બાદ કરતાં લગભગ તમામ રાજકીય પક્ષો ભારતીય જનસંઘ / ભાજપા સાથે વાટકી વ્યવહાર કરી ચૂક્યા છે. જ્યારે કેરળમાં કોંગ્રેસનું મુસ્લિમ લિગ સાથેનું હનીમુન દાયકાઓ સુધી ચાલુ રહ્યું છે. અરે ! કોંગ્રેસે ઔવેસીની મુસ્લિમ પાર્ટીને પણ ભાજપાનીબીટીમ ગણાવી છે ! પરંતુ હવે કર્ણાટકમાં કોંગ્રેસે કહેલી "ભાજપાનીબીટીમ - જેડીએસ સાથેના અપવિત્ર મૈત્રી-કરાર બદલ, કોંગ્રેસ લાજવાને બદલે ગાજે છે, એનાથી વધુ મોટી કરુણાંતિકા અન્ય કઈ હોઈ શકે ?!

રીતે ભારતમાં કથિત સેક્યુલરિસ્ટોની તકવાદી રાજનીતિનો સિલસિલો ઘણો લાંબો અને હાસ્યાસ્પદ પણ છે !

ઉપસંહાર

સાધનાનો અંક પ્રેસમાં જઈ રહ્યો છે ત્યારે મળતાં સમાચાર મુજબ નકારાત્મક ભૂમિકાએભાજપાને સત્તાબહાર રાખવા માટે કર્ણાટકમાં જે રીતે ઘડિયા લગ્ન જેવી ઉતાવળથી કોંગ્રેસ-જેડીએસેમૈત્રીકરારકર્યા છે. પરંતુ બંને પક્ષો નકારાત્મક ધોરણે ક્યાં સુધી કથિત મનમેળ ચાલુ રાખી શકશે ? પ્રશ્ર્ન પણ યક્ષ-પ્રશ્ર્ન જેવો હાલ તો લાગે છે. બન્ને પાર્ટીઓ વચ્ચે કામ ચલાઉ અંક-ગણિત ભલે સફળ થતું હોય તેવું ‚આતમાં લાગી રહ્યું છે. પરંતુ રાજનીતિમાં-જાહેરજીવનમાં બે પરસ્પર વિરોધી પક્ષો વચ્ચે રાસાયણિક પ્રક્રિયાની એકરસતા (કેમેસ્ટ્રી-કેમિકલ કોમ્બીનેશન) આણવું બહુ આકરી કસોટી હોય છે. કોંગ્રેસ પાર્ટીને જનાદેશની લપડાક પડતાં જેમ ડૂબતો માણસ તરણું પણ પકડે રીતે કોંગ્રેસે જેડીએસનું શરણ શોધ્યું છે. પરંતુ કર્ણાટકમાં એકંદરે અને વિશેષ કરી, દક્ષિણી ક્ષેત્ર જૂના મ્હૈસુર રાજ્યના ઇલાકામાં કોંગ્રેસ-જેડીએસ વચ્ચે ગળાકાપ હરિફાઈ હતી. એટલે નાયબ મુખ્યમંત્રી બનાવવા કે નહીં ? બનાવવા તો કોને એનો ઝગડો હજુ તો નવા અપવિત્ર ઠગબંધનની સરકારની શપથ વિધિ પણ થઈ નથી, ત્યાં એનું વરવું‚ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસના અનેક વગદાર નેતાઓ કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા વિરુદ્ધ છે. તો તરફ જેડીએસના કુમારસ્વામી પણ અંગતજીવનની જેમ રાજકીય જીવનમાં પણ પુનર્લગ્ન માટે નામીચા છે ! કુમારસ્વામીએ તેમના પિતા દેવેગૌડાજીથી ઉપરવટ જઈ, ભાજપા સાથે અગાઉ મળી જઈ, સત્તા હાંસલ કરેલી. હવે કુમાર સ્વામીના, ભાજપાની કથિત સાંપ્રદાયિક સરકાર રોકવા માટે હાડોહાડ તકવાદી, કોમવાદી, ભ્રષ્ટ કોંગ્રેસ પાર્ટી સાથેના મૈત્રી-કરાર અંગે જેડીએસમાં પણ અસંતોષની ફોલ્ટ- લાઈનો દેખાઈ રહી છે ! ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ડ્રેસ રિહર્સર જેવા ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થાય છે કે, એક તરફ મોદીજીની વિકાસની રાજનીતિ વિરુદ્ધ કથિત સેક્યુલર બિગેડની જનતંત્ર-રાષ્ટ્રીય એકતા -સુરક્ષા વિરોધી, ‘શકુની ચાલનો મુકાબલો જોતાં, ૨૦૧૯ના ભારતના મહાભારતમાં યોગેશ્ર્વર શ્રીકૃષ્ણે ઉચ્ચારેલું વચન : "ઉત્તીષ્ઠ કૌંતેય, યુદ્ધાય કૃતનિશ્ર્ચય ! અને જ્યાં શ્રીકૃષ્ણ અને ધનુર્ધારી પાર્થ છે ત્યાં વિજય છે. તેનું પુન: પુન: સ્મરણ કરવું રહ્યું.!

***

(પ્રિન્ટિંગ તા. : ૨૧ મે, ૨૦૧૮)

ભાજપનાં સૌથી મોટા પક્ષ બનવાના અને પંજાની પછડાટનાં કારણો

કર્ણાટકમાં આઝાદી પછી છેક ૧૯૮૩ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. પછી જનતાદળે બે ટર્મ સુધી સત્તા ભોગવી. વચ્ચે પાંચ વર્ષ માટે ભાજપના હાથમાં ખુરશી આવી અને યેદીયુરપ્પા મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૩થી ફરી રાજ્ય કોંગ્રેસ પાસે હતું. રીતે દાયકાઓ સુધી કોંગ્રેસનું શાસન હતું તો પણ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની જબરજસ્ત પીછેહટ થઈ અને ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો તેનાં કેટલાંક કારણો...

વડાપ્રધાનની રેલીઓથી થયો લાભ

નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકનો ચૂંટણીપ્રચાર છેલ્લા થોડા દિવસો પૂરતો સંભાળ્યો હતો. તેમની આખા રાજ્યમાં ૧૫ રેલી નિર્ધારિત થઈ હતી. તેના બદલે તેમણે ૨૧ સભા સંબોધી અને કોંગ્રેસ-જેડીએસથી રોષે ભરાયેલા મતદારોને પોતાના તરફ કરી લીધા. નરેન્દ્રભાઈ મોદીએ આક્રમકતાથી કોંગ્રેસ-રાહુલને આડેહાથ લીધા. આખા દેશમાં જેના નામનો ડંકો વાગે છે નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રમાં છે એટલે પણ કદાચ કર્ણાટકની જનતાએ તેમના પક્ષને વ્યાપક સમર્થન આપવાનું પસંદ કર્યું હશે.

યેદીયુરપ્પા - શ્રીરામુલુનું કમબેક

ભાજપ સાથે અગાઉ છેડો ફાડી ચૂકેલ યેદીયુરપ્પા વખતે ભાજપમાં ભળી ગયા અને ચોવીસે કલાક ખડે પગે રહ્યા તેનો ફાયદો ભાજપને થયો. કેમ કે, ૨૦૧૩ની ચૂંટણીમાં એકલા યેદીયુરપ્પાના પક્ષે ૧૦ ટકા મત મેળવ્યા હતા. ૨૦૧૧માં બી. શ્રીરામુલુએ ભાજપનો સાથ છોડી દીધો હતો, પરંતુ ચૂંટણી વખતે ફરીથી ભાજપમાં ભળી ગયા હતા. તેમની સાથે ટકા બીજા મતો પણ ભાજપના પક્ષમાં ભળી ગયા !

જોકે આમ છતાં પણ ભાજપને બહુમતીથી આઠ બેઠકોનું છેટું રહી ગયું અને સૌથી મોટા પક્ષ છતાં પણ સત્તાથી દૂર રહેવું પડ્યું.

શાહની રણનીતિ

કર્ણાટક બેશક અમિતભાઈ શાહ માટે પારકું રાજ્ય હતું. ભાજપનો ત્યાં જોઈએ એવો ગજ વાગતો હતો, પરંતુ ચૂંટણીઓ અમિત શાહ માટે નવી હતી.

શ્રી અમિત શાહનું ઇલેક્શન મેનેજમેન્ટ અદ્ભુત છે. બૂથ મેનેજમેન્ટને કારણે ભાજપ મતદાતા સુધી પહોંચવા માટે આખા દેશમાં જાણીતો પક્ષ છે.

કર્ણાટકમાં પણ રણનીતિ કામ લાગી અને ભાજપનો દક્ષિણના રાજ્યમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે.

રાહુલનું નિષ્ફળ નેતૃત્વ

કોંગ્રેસમાં પરિવારવાદનો મહિમા છે. ભલભલા નેતાઓ પણ પરિવારને પૂજવામાંથી બહાર નીકળી શકતા નથી, પરંતુ હવે કેટલાક નેતાઓ એવું કહેતા થયા છે કે, રાહુલના હાથમાં પક્ષની કમાન સોંપવા જેવી હતી. કોંગ્રેસ પાસે અનેક સમર્થ નેતાઓ છે, પરંતુ તેઓ ચૂપ રહે છે. રાહુલે પોતે વડા પ્રધાન બનવા તૈયાર હોવાનું પણ કહી દીધું. વખતે તેઓ ભૂલી ગયા કે પ્રજામાં તેમની કોઈ સ્વીકાર્યતા નથી. સમજી રાહુલે પોતે ટોચ પરથી ખસીને પાયાથી ‚આત કરવી જોઈએ.

જ્ઞાતિનાં સમીકરણ

કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ચૂંટણી પહેલાં અલગ ધર્મનો દરજ્જો આપવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ૧૬ ટકા જેવી મજબૂત વોટબેન્ક ધરાવતા લિંગાયત સમુદાયના ઘણાં મત ભાજપને મળ્યા છે. જ્યાં લિંગાયતની વધારે વસતી છે એવા મધ્ય કર્ણાટકમાં, ભાજપને ઘણી બેઠકો મળી છે. વધુમાં દલિત અને આદિવાસી સમુદાયના મતો પણ ભાજપ તરફ ઢળ્યા. કર્ણાટકી ભાષામાં આવી જ્ઞાતિનો સમુદાયઅહિનડાના ટૂંકા નામે ઓળખાતો હતો. સમુદાયના પોતે હોવાનું સિદ્ધારમૈયા વારંવાર ગૌરવ લેતા હતા, પણ સમુદાયને સિદ્ધારમૈયા પોતાના હોવામાં કદાચ ગૌરવ લાગ્યું નહીં હોય, એટલે મત આપ્યા !

યેદીયુરપ્પા શિકારીપુરા બેઠક પર સાતમી વખત જીત્યા

બી.એસ. યેદીયુરપ્પા શિકારીપુરા બેઠક પરથી જીતી ગયા હતા. અહીં તેમની સાતમી જીત છે. શીવામોગા જિલ્લામાં આવેલ શિકારીપુરા બેઠક પર જીત મેળવનારા યેદીયુરપ્પાએ અગાઉ મતદાનના દિવસે દાવો કર્યો હતો કે, ભાજપ જીતશે અને ૧૭મી તારીખે શપથ ગ્રહણ કરશે. સાથે યેદિયુરપ્પાએ એવો પણ દાવો કર્યો હતો કે ભાજપને ૧૨૦થી ૧૨૫ બેઠકો મળશે. યેદીયુરપ્પા લિંગાયત હોવાથી તેઓ શિકારીપુરા બેઠક પરથી સરળતાથી જીતી ગયા હતા કેમ કે અહીં સૌથી વધુ લિંગાયત સમાજની વસતી છે. જ્યારે કોંગ્રેસે અહીં લિંગાયતને બદલે કુરુબા સમાજમાંથી આવતા જીબી મલટેશનને ટિકિટ આપી હતી. પરિણામના દિવસે સવારે યેદીયુરપ્પા અહીં આવેલા એક મંદિરે ગયા હતા અને ભગવાન પાસે જીતના આશીર્વાદ માગ્યા હતા.

ભાજપે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ જે પણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યાં, ચૂંટણી પહેલાં સીએમ પદના ઉમેદવાર નહોતા જાહેર કર્યા. જો કે કર્ણાટકમાં યેદીયુરપ્પાને અગાઉથી સીએમ પદના ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા. કેટલાક વિશ્ર્લેષકોના મતે કર્ણાટકમાં સરકાર રચવામાં ભાજપનો પનો ટૂંકો પડ્યો...

  • સીએમ સિદ્ધારમૈયા માત્ર ૧૬૯૬ મતોથી જીત્યા, જ્યારે ચામુંડેશ્ર્વરી સીટ ૩૬,૦૪૨ મતથી હાર્યા !
  • કર્ણાટકમાં ૧૯૮૫ બાદથી કોઈ પણ પક્ષ સતત બીજી વખત સરકાર બનાવી શક્યો નથી. ૧૯૮૫માં રામકૃષ્ણ હેગડે સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.
  • મુસ્લિમ પ્રભુત્વની ૨૩ બેઠકોમાંથી પર ભાજપ, કોંગ્રેસ ૧૨ અને જેડીએસ પર આગળ છે.

 

  પણ વિચારવા જેવું ખરું !

  • ભાજપને બહુમતી મળતાં અચાનક ઈવીએમ મશીનમાં ગરબડીની ચર્ચા બંધ થઈ ગઈ, ઈવીએમ મશીન ઠીક થઈ ગયા.
  • સુપ્રિમ કોર્ટે કોંગ્રેસની અરજી સ્વીકારતાં અચાનક સુપ્રિમ કોર્ટમાં ભાજપની દખલગીરીનો આરોપ મૂકનારા ગુમ થઈ ગયા.
  • જે કુમાર સ્વામી ચૂંટણી પહેલાં ભ્રષ્ટ, દલાલ અને સંઘી હતા તેઓ અચાનક સાંપ્રદાયિક શક્તિઓ વિરુદ્ધ મસીહા ગણાવવા લાગ્યા.

 

ભાજપ સૌથી મોટો પક્ષ, કારણ કોલસેન્ટરથી ૫૦ હજાર બૂથોનું માઈક્રો મેનેજમેન્ટ કર્યું

કર્ણાટકમાં સૌથી મોટો પક્ષ બનીને ઊભરેલો ભાજપ માઈક્રો મેનેજમેન્ટના બળે સ્તર સુધી પહોંચ્યો છે. જોકે, ખરાખરીના મુકાબલામાં તે બહુમતથી કેટલીક બેઠક પાછળ રહી ગયો. કર્ણાટકમાં બહુમતના લક્ષ્ય સાથે ભાજપ અધ્યક્ષ અમિતભાઈ શાહે મોદીજીની કેબિનેટના ૩૦ કેન્દ્રીય મંત્રીઓ સહિત ૫૫ સાંસદોને પહેલાં - બેઠકોની જવાબદારી સોંપી હતી. પાછળથી તે ઘટાડતાં કેન્દ્રીય વ્યવસ્થા કરી. ભાજપના પન્ના પ્રમુખ સાથે પહેલી વખત પેજ કમિટી પણ બનાવી, જેમાં મતદારયાદીના તે પાનામાંથી - મતદાર કાઢીને પોતાની સાથે જોડ્યા. રીતે દરેક વિધાનસભામાં પક્ષે ૧૫થી ૨૨ હજાર પન્ના કાર્યકરોની ફોજ ઊભી કરી અને ૧૦ લાખથી વધુ કટિબદ્ધ મતદારોને પોતાની સાથે જોડ્યા. ભાજપના વિજયમાં તેમની પ્રચારની રણનીતિ મહત્ત્વની રહી. પક્ષે મહિલા, યુવાન, ખેડૂત, એસસી, એસટી, લઘુમતી સહિત બધા મોરચાને સક્રિય કરતાં દરેક ગામમાં જનસંપર્કની જવાબદારી સોંપી હતી. એટલે કે એક દિવસમાં એક ગામમાં એક કલાકના સમય પર જનસંપર્ક અભિયાન ચલાવ્યું. એક દિવસમાં વખત જનસંપર્કની વ્યૂહરચનાએ ભાજપને સ્પર્ધામાં સૌથી ઉપર લાવી દીધો. સિવાય મિસ્ડ કોલથી પક્ષના સભ્ય બનેલા લોકોનો કોલ સેન્ટર મારફત સીધો સંપર્ક કરવામાં આવ્યો. જે મતદારો સાથે ફોન પર વાત નહોતી થઈ શકતી તેમની સાથે પ્રત્યક્ષ સંપર્ક માટે ૧૦-૧૦ લોકોની વેરિફિકેશન ટીમ બનાવાઈ હતી. દરેક વિધાનસભામાં વ્યવસ્થા રાખી. સિવાય અંદાજે ૫૦-૫૫ હજાર બૂથોને ભાગ - બૂથ સમિતિ, શક્તિ કેન્દ્ર, મહાશક્તિ કેન્દ્રમાં વિભાજિત કરી કામે લગાડી દરેક બૂથ પર ૫થી લોકોની સમિતિ બનાવી. - બૂથોને જોડી એક શક્તિ કેન્દ્ર અને શક્તિ કેન્દ્રને સાંકળીને એક મહાશક્તિ કેન્દ્ર બનાવ્યું. ઉમેદવારોની પસંદગીમાં પણ શ્રી શાહે તેમનાં સર્વેક્ષણોને પ્રાથમિકતા આપી.

 
-  પ્રા. હર્ષદ યાજ્ઞિક