સરકારના ૪ વર્ષ પૂરા…..નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી કેટલીક એવી બાબતો જે પહેલીવાર જોઇ….

    ૨૬-મે-૨૦૧૮

 
આજે ૨૬ મે ૨૦૧૮. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આજે ૪ વર્ષ પૂર્ણ થયા. આ ચાર વર્ષમાં આ સરકારના અનેક સારા-ખરાબ અનૂભવો લોકોને થયા હશે પણ અહિં વાત કરવી છે કંઈક બીજી. આ ચાર વર્ષમાં શું થયું શું ન થયું એના લેખા જોખા હવે બહાર આવશે પણ અહિં વાત પહેલીવાર આ દેશમાં બન્યું હોય તેની કરવી છે. કેટલીક ગર્વ અપાવે તેવી વાતો છે જે આ દેશમાં પહેલીવાર આ ચાર વર્ષમા બની છે…જેમે કે જુવો…..
# પહેલા તો આ દેશમાં ખૂબ લાંબાગાળા પછી સ્પષ્ટ બહુમતવાળી સરકાર બની. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. સંસદ પહોંચ્યા ને પહેલા પગથિયે નતમસ્તક થયા. આ આપણા દેશની પહેલી ઘટના હતી. પહેલા વડાપ્રધાન જેણે સંસદને મંદિર માની માથું જુકાવ્યું, આશીર્વાદ લીધા.
 

 
# દેશના વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં “સાર્ક” દેશોના નેતા પહેલીવાર મહેમાન બન્યા. વડાપ્રધાને આવું કરીને સાબિત કર્યું કે એશિયામાં ભારત તમે ઇગ્નોર નહીં કરી શકો.
 

 
 
# વડાપ્રધાને ન્યુયોર્કમા જઈ હજારો લોકો સામે કહ્યું કે માન્યું કે અમારા પૂર્વજો સાપ સાથે રમતા પણ આજે અમારા નવજવાનો માઉસ સાથે રમી રહ્યા છે. દુનિયાના તાકાતવર દેશમાં મળેલા મંચનો ઉપયોગ વડાપ્રધાને એવો કર્યો કે દુનિયા સમક્ષ ભારતની સ્થિતિ બદલાઈ ગઈ.
 
# આ પહેલી વાર બન્યું કે દેશના વડાપ્રધાને રાજનીતિક સંદેશ દુનિયા સમક્ષ પહોંચાડવા આવો અદ્ભુત પ્રયોગ કર્યો હોય.
 
# ભારતીય યોગાને તો સૌ કોઈ જાણે છે પણ એવું પહેલી વાર બન્યું કે દેશના વડાપ્રધાને યોગને અલગ રીતે દુનિયા સમક્ષ મૂક્યો અને યોગને અલગ ઓળખ અપાવી.
 

 
 
# આખી દુનિયાએ એક સાથે એક સમયે યોગ કરી આ દિવ્ય ગંગામાં ડૂબકી લગાવી વડાપ્રધાને પણ યોગ કર્યા. ચીન દિવાલથી લઈને એફિલ ટવર સુધી લોકો એ યોગ કર્યા.
 
# રાજનેતાઓ દિલની વાત કરતા હોય છે પણ વડાપ્રધાને “મનની વાત” શરૂ કરી. એ પણ રેડિયોના માધ્યમથી. રેડિયોમાં માધ્યમથી વડાપ્રધાનની વાત ગામડે-ગામડે પહોંચી.
 
# એે પહેલી વાર બન્યું કે દેશના વડાપ્રધાન દિવાળીના દિવસે સરહદ પર પહોંચ્યા અને જવાનોની સાથે તેમણે દિવાળી ઉજવી.
 

 
 
# ગાંધીજીએ દેશના લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો. પણ એવું પહેલીવાર બન્યું કે ભારતના વડાપ્રધાને સ્વચ્છતાને એક અભિયાન બનાવ્યું. લોકો ઝાડું સાથે સેલ્ફી લેવા લાગ્યા.
 
# ઇઝરાયલ અને ફિલિસ્તાન બે દુશ્મન દેશો. વડાપ્રધાન તાલમેલ સાથે બન્ને દેશોમાં ગયા. અને સૂઝબૂઝ થી કહ્યુ કે અમે આંખ ઝુકાવીને નહીં, આંખ ઉઠાવીને નહીં અમે આંખ મિલાવીને વાત કરીશું. લોકોને ગમ્યું.
 

 
 
#  બ્રિટનની સંસદમાં વડાપ્રધાને ભાષણ કર્યું અને લોકશાહીને મજબૂત કરવાની વાત મૂકી. બ્રિટિનની સંસદને પહેલીવાર ભારતના કોઈ વડાપ્રધાને સંબોધિત કરી.