રમત-જગત : કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના હરમિત દેસાઈની ઐતિહાસિક સિદ્ધિ

    ૦૪-મે-૨૦૧૮



 

કોમનવેલ્થ ગેમ્સ હમણાં પૂર્ણ થઈ. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટથી ભારત માટેગોલ્ડ ન્યૂઝસામાન્ય ભારતીયને શાતા આપે છે. કોમનવેલ્થ ગેમ્સમાં ૬૬ મેડલ્સ સાથે કારકિર્દીનું ત્રીજુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતીય ખેલાડીઓએ રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. યજમાન ઓસ્ટ્રેલિયા, રનર અપ ઇંગ્લેન્ડ પછી ત્રીજા સ્થાને રહી ભારતે સારું પ્રદર્શન કર્યંુ છે. પરંતુ બે મુખ્ય બાબતો માટે જવાબદાર છે. એક તો કે ભારતીય મહિલાઓએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. ૬૬ મેડલ્સમાંથી ૨૮ મેડલ્સ તો મહિલાઓએ મેળવ્યા છે. બીજી નોંધનીય ઘટના છે કે ટેબલ ટેનિસમાં ભારતીય ખેલાડીઓએ અદ્ભુત દેખાવ કરી અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સુવર્ણ સહિત સાત મેડલ્સ મેળવ્યા છે. આપણે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે કે સુરતના હરમિત દેસાઈએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને મેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ

મેડલ મેળવી જબરદસ્ત દેખાવ કર્યો છે. ભારત તરફથી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ્સ મેળવનાર તે એક માત્ર ગુજરાતી છે !

સોશિયલ મીડિયા પર ભલે ભારતનીનવી ટેબલ ટેનિસ ક્વિનમણિકા બત્રાના મોડેલિંગથી લઈને તેનીરાષ્ટ્રીય નેઈલ પોલિશની ચર્ચા હોય પરંતુ આપણા ગુજરાત માટે તો જો કોઈ સ્પોર્ટ્સ હીરો હોય તો તે છે હરમિત દેસાઈ. સિવાય ક્રિકેટ ગુજરાતીઓને સ્પોર્ટ્સ સાથે બારમો ચંદ્રમા છે ! ક્રિકેટમાં તો ઘણા બધા ખેલાડીઓએ ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યંુ છે. પરંતુ તે સિવાય બહુ ઓછી ગેમ્સમાં ગુજ્જુઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા છે. શ્રી નરેન્દ્રભાઈએ તેઓ સી.એમ. હતા ત્યારે સ્પોર્ટ્સને ઉત્તેજન આપવાખેલ મહાકુંભઅમલમાં મૂક્યો. ઉત્કૃષ્ટ હેતુ સાથે ‚ થયેલ ખેલ મહોત્સવે ઘણો ફર્ક પાડ્યો છે. ગુજરાતી હરમિત કોમનવેલ્થમાં ટેબલ ટેનિસમાં સુવર્ણચંદ્રક (ટીમ ઇવેન્ટ) મેળવે ગુજરાતના સ્પોર્ટ્સ ફલક પર ઐતિહાસિક ઘટના છે.

ફક્ત આઠ વર્ષની ઉંમરે ગુજરાત તરફથી રાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસમાં પ્રતિનિધિત્વ કરી હરમિતે પોતાની સુવર્ણયાત્રા ચાલુ કરેલ. સ્કૂલ સંચાલક માતા અને કંપનીના ડાયરેક્ટર પિતાના આશીર્વાદ અનેહોસ હાર્ટેડ સ્પોર્ટથી હરમિતે ટેબલ ટેનિસને પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. ૧૬ વર્ષની યાત્રામાં હરમિતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. વિશ્ર્વ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ૨૪ વર્ષીય હરમિતે અનેક સિદ્ધિઓ મેળવી છે. પરંતુ કોમનવેલ્થ સ્પર્ધામાં મેડલ તેનું સ્વપ્ન રહ્યું છે. ૨૦૧૪ ગ્લાસ્ત્રોમાં નિષ્ફળ રહેનાર હરમિતે ૨૦૧૮ માટે જોરદાર તૈયારીઓ કરેલ અને સુવર્ણ લક્ષ્યાંક રાખેલ. શરથ કમલના સુકાનીપદ હેઠળની ભારતીય ટેબલ ટેનિસ ટીમને કોમનવેલ્થ ગેમ્સમાં આમ તો બીજા કપનું સિડીંગ મળેલ. ભારત માટે મોટી ચેલેન્જ હતી સિંગાપોર અને નાઈઝીરિયાને હરાવવાની. હરમિત કહે છે કે, ‘ગત ગેમ્સમાં નાઈઝીરીયાએ આપણને હરાવેલ પરંતુ વખતે મેન્સ ડબલ્સ ફાઈનલમાં અમે તેને ટીમ ઇવેન્ટમાં હરાવી બદલો લીધો તો બ્રોન્ઝ માટેની મેચમાં અમે સિંગાપોરની જોડીને હરાવી. બે જીત મારા માટે યાદગાર બની રહી અને જેમ મેં લક્ષ્યાંક રાખ્યું હતું તે પાર પાડી શકાયું.’

ગુજરાત પાસે રમતગમતમાં અત્યારે કોઈ રોલ મોડેલ નથી એટલે હરમિતની હરણફાળથી હવે વધુ ને વધુ કિશોરો. યુવાનો ટેબલ ટેનિસ રમવા આકર્ષાશે. હરમિત હવે ગુજરાતી યુવાનો માટે પ્રેરણાદાયી બને છે. ગુજરાતના કોમનવેલ્થ સુવર્ણપદક વિજેતા આવી સિદ્ધિઓ મેળવી રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ !