મહાનાટક "જાણતા રાજા" ગુજરાતમાં છે ત્યારે માણો તેની અદ્ભૂત તસવીર ઝલક

    ૦૪-મે-૨૦૧૮

 
 
મોરબીના આંગણે અદભુત અને વિશ્વના સૌથી મોટા મહાનાટક જાણતા રાજાનો પ્રથમ શો ૨ મેંના રોજ યોજાયો હતો.આ પ્રથમ શો હાઉસ ફૂલ રહયો હતો. ૬ હજારથી વધુ લોકોએ આ નાટકને મન ભરીને માણ્યુ હતું. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારત માતાના મંદિર નિર્માણના ઉમદા આશયથી મોરબીના આંગણે જાણતા રાજા મહાનાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાથી, ઘોડા, ઉટ અને સાચા બળદ અને ૩૦૦૦ ફૂટના અદભુત સ્ટેજ પર ૨૫૦ કલાકારોનો કાફલો શિવાજી મહારાજનું જીવન વૃતાંત ભજવી
 

 
 
મોરબીમાં ભારત માતાના મંદિર નિર્માણ હેતુ મહાનાટક “જાણતા રાજા” રવિવારે યોજાશે અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ધૂમ મચાવનાર વિશ્વના સૌથી મોટા જીવંત નાટક જાણતા રાજાના કુલ ૭ શો મોરબીના આંગણે યોજાવાના છે. તા. ૨ થી ૮ મેં દરમિયાન મોરબીના રાયગઢ કિલ્લા ન્યુ એરા સ્કૂલ રવાપર રોડ ખાતે યોજાનાર આ મહાનાટકના ના પહેલા દિવસે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આ મહાનાયક જોવા આવનાર ૨૦ હજાર જેટલા દર્શકોને ભારતમાતાની તસવીર અર્પણ કરવામાં આવઈ હતી…
 

 
 
આ મહાનાટક પ્રત્યક્ષ જોવું એક આનંદની વાત છે. ૮ મેં સુધી જોઇ શકાશે. જેની પાસે જોવા જવાનો સમય નથી તેમના માટે આ તસવીર ઝલક……