આ આખું ગામ ચામાચીડિયાની પૂજા કરે છે

    ૨૩-જૂન-૨૦૧૮

 
 
હાલ વિશ્ર્વભરમાં નિપાહ વાયરસને લઈ ચામાચીડિયાને જોતાં જ હાહાકાર મચી જાય છે. ત્યારે બિહાર રાજ્યનાં વૈશાલી જિલ્લાના એક ગામમાં ચામાચીડિયાની પૂજા કરે છે. અહીંનાં લોકો માને છે કે ચામાચીડિયા એ તો સમૃદ્ધિનું પ્રતીક છે. ગામલોકોના મતે તે ગામની રક્ષા કરે છે. ગામમાં કોઈપણ શુભપ્રસંગ હોય ત્યારે ચામાચીડિયાની પૂજા કરવામાં આવે છે. ગામલોકો કહે છે કે મધ્યકાળમાં વૈશાલીમાં એક મહામારી ફેલાઈ હતી. તે દરમિયાન ચામાચીડિયાં અહીં આવી ચડ્યા હતાં. ત્યારથી જ તે અહીં રહી પડ્યાં છે. ત્યાર બાદ ગામમાં ક્યારેય પણ કોઈ મહામારી આવી નથી. અહીં દરરોજ સેંકડો પ્રવાસીઓ આવાં ચામાચીડિયાંની કોલોની જોવા માટે આવે છે.