આયુર્વેદ કહે છે કે ગર્ભવતી માતાએ આટલું તો ધ્યાન રાખવું જ જોઇએ

    ૨૮-જૂન-૨૦૧૮



 

આયુર્વેદમાં વર્ણવેલા નીચેના નિયમો ગર્ભિણીએ ગર્ભાધાનના પ્રથમ દિવસથી પાળવા જોઈએ.

# ગર્ભવતીએ કદાપિ વધારે વજન ઉપાડવું.

# ગર્ભવતીએ ભારે ખોરાક લેવો.

# ગર્ભવતીનો આહાર અને પોશાક સ્વસ્થ અને સુંદર હોવો જોઈએ.

# ગર્ભવતીએ રાત્રે ઉજાગરા કરવા તથા મળ-મૂત્રના વેગોને રોકવા.

# ગર્ભવતીએ કોઈ પણ પ્રકારનો ઉત્તેજક પદાર્થ ખાવો નહીં.

# ગર્ભવતીએ કષ્ટ થાય તેવો હળવો શારીરિક શ્રમ કરવો જોઈએ.

# ગર્ભવતીએ મનને પ્રફુલ્લિત કરે તેવા સુંદર, સ્વચ્છ અને હળવા રંગનાં કપડાં પહેરવાં. કપડાં ચુસ્ત પહેરવાં.

# ગર્ભવતીએ ખરબચડા રસ્તા ઉપર જતાં વાહનોમાં બેસવું નહીં.

# ગર્ભવતીએ બહુ ચાલવું નહીં કે ઝડપથી દોડવું નહીં.

# ગર્ભવતી સ્ત્રીના આહાર-વિહારના દોષોથી સંતાનમાં ઘણી વિકૃતિઓ જન્મી શકે છે.

# ગર્ભવતી સ્ત્રી હાથ, પગ અને અન્ય અંગોને પહોળા કરીને સૂએ તો તેનું સંતાન ઉન્મત્ત થાય છે.

# ગર્ભવતી સ્ત્રી ઝઘડા કરે, ક્રોધ કરે તો તેના બાળકને હિસ્ટીરિયા નામનો રોગ થાય છે.

# જે સગર્ભા સ્ત્રી હંમેશા ચિંતાતુર રહે છે, તેનું બાળક બીકણ, દુર્બળ અને અલ્પાયુ જન્મે છે.

# ગર્ભાવસ્થા દરમિયાન અતિપ્રમાણમાં અમ્લ-ખાટા પદાર્થોનું સેવન કરનાર માતાનું બાળક વિવિધ પ્રકારના ચામડીના રોગો અને નેત્રના રોગવાળું થાય છે.

# ગર્ભાવસ્થામાં વધારે લવણરસ ખાનાર સ્ત્રીનું બાળક ચામડીના રોગો અને કેશની પક્વતાવાળું થાય છે. તેના બાળકના વાળ અકાળે સફેદ થાય છે.

# ગર્ભાવસ્થામાં બહુ મધુર ખોરાક ખાનાર સ્ત્રીનું બાળક બોબડું અને સ્થૂળ થાય છે.

# ગર્ભાવસ્થામાં વધારે કડવા રસનું ભક્ષણ કરનાર માતાનું બાળક દુર્બળ અને ક્ષયરોગવાળું થાય છે.

# ગર્ભાવસ્થામાં જે સ્ત્રી તૂરા રસનું વધુ સેવન કરે છે તેના સંતાનને વિવિધ પ્રકારના રોગ થાય છે.

# ઉપરોક્ત બધાં આયુર્વેદશાસ્ત્રમાં બતાવેલાં વિધાનો છે. જે પરથી ફલિત થાય છે કે, જે સ્ત્રી ઉત્તમ સંતાન ઇચ્છતી હોય તેણે ગર્ભાધાન પૂર્વેથી શાસ્ત્રઆજ્ઞા અનુસાર આહાર-વિહાર બનાવવા જોઈએ તથા ગર્ભસંચારના પ્રથમ દિવસથી પોતાના બાળકનું ઘડતર પોતાની ઇચ્છા પ્રમાણે કરવા લાગી જવું જોઈએ.

- ડૉ. જહાનવી ભટ્ટ