કવર સ્ટોરી : ગુજરાત સરકારનું સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન-૨૦૧૮રાજશક્તિ અને લોકશક્તિનો સફળ પુરુષાર્થ

    ૦૫-જૂન-૨૦૧૮
 
 
ગુજરાતને પાણીદાર બનાવી, પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ દ્વારા દુષ્કાળને ભૂતકાળ બનાવવા ગુજરાત સ્થાપના દિન તા. ૧ મે ના રોજ ગુજરાત સરકારે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન શરૂ કર્યું હતું. જોતજોતામાં આખું રાજ્ય આ અભિયાનમાં જોડાયું અને અભિયાન વિશાળ જનઅભિયાન બની ગયું. કાળઝાળ ગરમીના દિવસોમાં પણ આ શ્રમયજ્ઞમાં આહુતિ આપીને ગુજરાતીઓએ સિદ્ધ કરી બતાવ્યું કે, સંકલ્પસિદ્ધિ એ ગુજરાતીઓનો સ્વભાવ છે. રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુ, ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અને સિંચાઈ-પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી પરબતભાઈ પટેલે સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના સમાપન સંદર્ભે અભિયાનની અભૂતપૂર્વ સિદ્ધિને વર્ણવતાં જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ‚પાણીના માર્ગદર્શન તળે જન પુરુષાર્થનું આ અભિયાન ગુજરાત માટે ખરા અર્થમાં વિકાસના પારસમણી સમું બની રહેશે.
 
સ્વૈચ્છિકો સંસ્થાઓનો અભૂતપૂર્વ સહકાર મળ્યો
 ગુજરાતના કર્મઠ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ‚પાણીના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલું આ અભિયાન એક વિરાટ કાર્ય સમું બની ગયું. લક્ષ્ય વિરાટ હતું. ગુજરાતભરનાં ૧૩ હજારથી વધુ તળાવો, જળાશયો અને ચેકડેમો ઊંડા કરવા અને ૧૧,૦૦૦ લાખ ઘનફૂટ વરસાદી પાણીના સંગ્રહમાં વધારો કરવો. ગુજરાતે પ્રચંડ જનશક્તિના બળે આ લક્ષ્યાંકથી પણ વધુ કામગીરી કરી બતાવી છે.
આ અભિયાન દરમિયાન રાજ્ય સરકારના પાંચ વિભાગો નર્મદા અને જળસંપત્તિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ગ્રામવિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ, જેના કારણે તા. ૧લી મેના રોજ આ અભિયાનમાં ૪૫ હજાર શ્રમયોગીઓ જોડાયા હતા તે આંકડો તા. ૩૦મી મે, સુધીમાં ૨ લાખ ૬૪ હજારે પહોંચ્યો. જે આ અભિયાનની અપ્રતિમ સફળતા દર્શાવે છે. આ અભિયાનમાં ઉદ્યોગગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો, રાજ્ય સરકારનાં સાહસો અને સ્વૈચ્છિક સંસ્થાઓનો અભૂતપૂર્વ સહકાર મળ્યો. તા. ૧લી મેના રોજ ૪૨૮ જેટલી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઈ હતી જે ૩૦મી મે સુધીમાં ૨૩૮૦ જેટલી થઈ ગઈ. એ જ રીતે અભિયાન શરૂ થયું ત્યારે જેસીબી, હિટાચી અને ડમ્પર કે ટ્રેક્ટર જેવાં ૨૧૨૬ મશીન જોડાયાં હતાં જે ૩૦મી મે સુધીમાં નવ ગણાં વધીને ૧૮,૬૦૫ જેટલાં થઈ ગયાં. હાલ આ અભિયાનમાં રાજ્યભરમાં ૪૩૭૮ જેટલાં જેસીબી અને હિટાચી જેવાં મશીનો ઉપરાંત ૧૪ હજાર જેટલાં ટ્રેક્ટર, ડમ્પર અને અન્ય મશીનરી દ્વારા માટી ઉપાડવામાં આવી રહી છે.
આ અભિયાનમાં ગુજરાતની જનતાનો જે સહયોગ મળ્યો તેના કારણે લક્ષ્યાંક કરતાં પણ વધુ સિદ્ધિ મળી છે. માસ્ટર પ્લાન મુજબ સમગ્ર ગુજરાતમાં ૧૬,૬૧૬ કામો કરવાનાં હતાં, જે અંતર્ગત શરૂ થયેલાં કામોની સંખ્યા ૧૮,૨૨૦ની થઈ છે. એટલે કે અંદાજે ૧૧૦ ટકા જેટલી સિદ્ધિ મળી છે. જે કામો શ‚ કરાયાં હતાં તેમાં ૮૫૮૮ કામો પૂર્ણ કરાયાં છે, જ્યારે ૯૬૩૨ કામો પ્રગતિ હેઠળ છે. આ કામ દ્વારા રાજ્યમાં ૬૧.૧૫ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ શકી છે. હાલ આ અભિયાન અંતર્ગત ૨.૬૦ લાખ જેટલા શ્રમિકો દૈનિક કામ કરી રહ્યા છે અને રોજગારી મેળવી રહ્યા છે. એક અંદાજ મુજબ અત્યાર સુધીની કામગીરીથી ૯૭૪૭ લાખ ઘનફૂટ જળસંચય થઈ શકશે.
 
જળાશયોની જળસંચય ક્ષમતામાં વધારો થયો છે
 
આ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં તળાવો ઊંડા કરવાનાં ૪૮૭૩ કામો, ચેકડેમમાંથી કાંપ કાઢવાના ૧૭૭૭ કામો, જળાશયોમાંથી કાંપ કાઢવાના ૧૩૭ કામો, મરામતનાં ૨૪૪ કામો, ૮૨૫ કામો નહેરોની સફાઈનાં, મનરેગા હેઠળ તળાવ-ચેકડેમ ઊંડા કરવાનાં ૪,૬૯૪ કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા કાંસ, ટાંકી, પમ્પ સફાઈનાં ૫૬૨ કામો, નગરપાલિકા, મહાનગરપાલિકાઓ દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેઈનની સફાઈનાં ૨૩૩ કામો જેવાં અનેકવિધ કામો સંપન્ન થયાં છે. આયોજન મુજબ જે ૧૬,૬૧૬ કામો કરવાનાં હતાં, તેમાંથી ૯૬૩૨ કામો પ્રગતિ હેઠળનાં અને ૮,૫૮૮ કામો પૂર્ણ થતાં જળસંચયનાં કુલ ૧૮,૨૨૦ કામો થઈ રહ્યાં છે.
 
આ કામગીરી દરમિયાન પાટણ જિલ્લામાં લક્ષ્યાંક કરતાં સૌથી વધુ એટલે કે ૧૫૬ ટકાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૌથી મહત્ત્વની બાબત છે કે, રાજ્યના ૩૩ જિલ્લા પૈકી ૨૯ જિલ્લાઓ એવા છે કે જેણે ૧૦૦ ટકા કે તેથી વધુ કામગીરી હાથ ધરી છે, જ્યારે બાકીના ચાર જિલ્લામાં સરેરાશ ૯૯ ટકા જેટલી કામગીરી હાથ ધરાઈ છે.
આ સમગ્ર અભિયાનની સફળતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ધોમધખતા તાપમાં પણ દરેક જિલ્લામાં કામ કરતા લોકો વચ્ચે જઈને તેમનો ઉત્સાહ વધાર્યો છે તેના કારણે જ આ જળ અભિયાન ખરા અર્થમાં જન અભિયાન બની રહ્યું છે. આ અભિયાનને કારણે જ જળાશયોની જળસંચય ક્ષમતામાં વધારો થયો છે. એકલી ખારીકટ કેનાલમાંથી આપણે આટલાં વર્ષોમાં સૌ પ્રથમ વખત ૩૧૪૬૭ મે. ટન કચરો કાઢી શક્યા છીએ. અમદાવાદવાસીઓ માટે આ આશીર્વાદરૂપ છે.
આ અભિયાન ખરા અર્થમાં જન અભિયાન બની રહ્યું છે. ગુજરાતના ખૂણે ખૂણેથી સંતો-મહંતોના આશીર્વાદ મળ્યા છે, સમાજસેવી સંસ્થાઓનો પુરુષાર્થ ભળ્યો છે. લાખો ગુજરાતીઓએ તન-મન-ધનથી યત્કિંચિત્ સહયોગ આપ્યો છે. તેના કારણે જ આ અભિયાન ખરા અર્થમાં સાર્થક થયું છે. અમદાવાદ અને રાજકોટ જિલ્લાની વાત તો એકદમ અદ્ભુત છે. અહીં જે કામો હાથ ધરાયાં છે તે સંપૂર્ણ સો ટકા કામો લોકભાગીદારીથી થયાં છે. આ બન્ને જિલ્લાએ રાજ્ય સરકાર પાસેથી એક પણ ‚પિયાની મદદ લીધી નથી. પાટણમાં મુખ્યમંત્રીશ્રી પહોંચ્યા તો ત્યાં વરરાજા પણ શ્રમદાન કરતા હતા. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખેડબ્રહ્માની મંગોલ નદી અને દાહોદના લીમખેડાની વાંકડી નદીને લોકોએ પુન:જીવિત કરી. સુરેન્દ્રનગર જિલ્લાની દૂધમંડળીઓએ ‚પિયા એક-એક લાખ કરીને કુલ પોણા બે કરોડ રૂપિયાનો ફાળો આપ્યો. મુખ્યમંત્રીશ્રીના વતન ચણાકાના ત્રણ ખેડૂત ભાઈઓએ પોતાના સ્વજનની લૌકિક ક્રિયા પછીના ખર્ચની રકમ જળસંચયના કામમાં આપી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓના હજારો કિલોમીટરના પ્રવાસોથી આ શક્ય બન્યું છે. મુખ્યમંત્રીશ્રી સ્વયં ગુજરાતના જિલ્લે જિલ્લે ફર્યા. લોકો સાથે શ્રમદાન કર્યું. લોકોને પ્રોત્સાહિત કર્યા. વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા વહીવટી તંત્રને માર્ગદર્શન કર્યું, જેના કારણે આહ્વાના નયનરમ્ય તળાવમાંથી જળકુંભી વનસ્પતિનો નિકાલ હોય કે, વડોદરામાં નદી-તળાવો કે સુરતમાં તાપી નદીની સફાઈ હોય, હજારો લોકો જોડાયા. રાજકોટમાં તો રેસકોર્સ વિસ્તારમાં ૪૫ એકરમાં અટલ સરોવરનું નિર્માણ થયું. આ જ રીતે અમરેલીમાં ૬૫ વીઘાંનું તળાવ નિર્માણ પામ્યું. ગાંધીનગરના જાખોરા ગામે મશીનરી સાથે લોકોએ જાતે કામ કર્યંર્યું. કચ્છ જિલ્લાના ૪૫૩ જેટલાં કામોમાંથી ૩૮૮ જેટલાં કામો તો ૮૧ જેટલાં નાના-મોટા ઉદ્યોગોએ સ્વખર્ચે પૂરાં કર્યા. કચ્છના હમીરસર તળાવને પણ ઊંડું કરાયું. લોકો પણ સહયોગના પુષ્પની પાંખડીઓ લઈ આ કામને વધાવતા રહ્યા. પાટણ તાલુકાનાં ૬૧ ગામોના દરેક ઘરમાંથી ફક્ત એક-એક ‚પિયો કરીને રૂ. ૬૧ હજારનો ફાળો આ કામગીરી માટે એકત્રિત કરાયો.
 
અનોખી ભક્તિનાં દર્શન
આથી એક ડગલું આગળ રાજ્યનાં પવિત્ર યાત્રાધામોની સફાઈ અને આસપાસના જળસ્રોતોને ઊંડા ઉતારવાની કૃતિભક્તિ પણ કરવામાં આવી. સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે ૭૦ હજાર ઘનમીટર કાંપ કાઢવાની કામગીરી હોય, અંબાજી નજીકના પાંચ ચેકડેમમાંથી ૨૭ હજાર ઘનમીટર કાંપ કાઢવાનો હોય કે પાવાગઢના પાતાળિયા અને વડા તળાવમાંથી પાંચ હજાર ઘનમીટર કાંપ કાઢવાની કામગીરી કે પછી સોમનાથ, ડાકોર, અંબાજી, બહુચરાજી, શામળાજી, પાવાગઢ અને શેત્રુંજય પર્વત સહિતનાં યાત્રાધામોમાં નદી, તળાવો અને જળાશયો ઊંડા કરવાની કે ઘાટની સફાઈની કામગીરી હોય, લોકોએ તીર્થસ્થાનોની સફાઈ અને જળતીર્થોને ઊંડા ઉતારી અનોખી ભક્તિનાં દર્શન પણ કરાવ્યાં. ગુજરાત પ્રવાસન નિગમે તો ૩૪ જેટલા પ્રવાસન અને ધાર્મિક સ્થળો ઉપર સ્વચ્છતા સંબંધી કામગીરી હાથ ધરી.
 
આ અભિયાન અંતર્ગત એક અંદાજ મુજબ ૩૦ જિલ્લાની ૩૪૦ કિ.મી. લંબાઈમાં ૩૨ નદીઓને પુનર્જીવિત કરવામાં આવી છે. પાણીની લાઇનના એરવાલ્વની ચકાસણી કામગીરી દરમિયાન ૩૮,૫૧૭ એરવાલ્વની ચકાસણી અને ૪૫૫૬ એરવાલ્વની મરામત પણ કરવામાં આવી છે.
 
આ કોઈ સામાન્ય અભિયાન નથી. મુખ્યમંત્રીશ્રી દ્વારા ભાવિ પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને આરંભેલી એક મહાક્રાન્તિ છે.... આ મહાક્રાન્તિનો ઉદ્દેશ પાણીદાર ગુજરાતના નિર્માણનો છે. ઉજ્જ્વળ ભવિષ્ય માટે દુષ્કાળને ભૂતકાળ બનાવવાની મથામણ છે અને એટલે જ આ સમગ્ર પ્રક્રિયા ગુજરાત માટે નિરંતર ચાલનારી જનશક્તિની જળક્રાંતિ બની રહેશે. જળસંપન્ન ગુજરાત... પાણીદાર ગુજરાતના નિર્માણનો નિરંતર ચાલનારો પુરુષાર્થ બની રહેશે.
સુજલામ્ સુફલામ્ જળ અભિયાન સમાપન સમારોહ - ધંધુકા (અમદાવાદ જિલ્લો)
દેશનું સૌથી મોટું અભિયાન ગુજરાતે ઉપાડ્યું છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

 
 
મુખ્યમંત્રીશ્રીએ તા. ૩૧મી મે, ૨૦૧૮ના અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના સમાપન પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જનભાગીદારી સ્વરૂપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે. લાખો ઘનફૂટ માટી ખોદીને ૧૧ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહની ક્ષમતા ઊભી કરવાની છે. આ માટી ખેતરોમાં-પાળાઓ ઉપર નાંખી છે તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધવાનું છે.
જળ એ જીવન છે. આ ઉક્તિ ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે. પાણી વિકાસની પારાશીશી છે અને આધાર પણ છે ત્યારે રાજ્યનો વિકાસ હવે બમણા વેગથી થવાનો છે. જળસંચયના આ અભિયાનથી રાજ્યમાં જળસ્તર ઊંચાં આવશે અને તેનો સીધો લાભ પ્રજાને અને જીવસૃષ્ટિને મળશે.
સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનનાં બાકી રહેલાં કામ ૮મી જૂન સુધીમાં પૂર્ણ કરાશે.
જળસંગ્રહ માટે ગુજરાત એક લીડર બન્યું છે. દેશનું સૌથી મોટું અભિયાન ગુજરાતે ઉપાડ્યું છે. આ અભિયાનમાં સંસ્થાઓ-દાતાઓ જોડાયાં છે તે સ્વયં એક સિદ્ધિ છે. રાજ્યમાં ૫૫૦૦ કિ.મી. કેનાલોની સફાઈ કરાઈ છે. અમદાવાદની ખારીકટ કેનાલ પણ આજે સ્વચ્છતાનું પ્રતીક બની છે.
રાજ્યમાં હાથ ધરાયેલા આ પવિત્ર અભિયાનનો વિરોધ કરનારાઓનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો વિરોધ કરવાની માનસિકતાથી પીડાય છે. ધડ માથા વિનાનાં નિવેદનો કરીને કોંગ્રેસ સ્વયં લોકનજરમાંથી ઊતરી ગઈ છે. જળસંચયમાં ‚રૂ. ૨૦૦ કરોડનાં કામો સામે ‚રૂ. ૨૪૦૦ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ કરે તે જ પુરવાર કરે છે કે તેમાં કોઈ તથ્ય નથી. કોંગ્રેસને સપનામાં પણ કૌભાંડો આવે છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે સાચા અર્થમાં જનભાગીદારીને જોડીને જનહિતનું કામ કર્યંર્યું છે.
બનાસકાંઠામાં મફત ઘાસ આપ્યું ત્યારે ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસે કર્યો પણ છેલ્લાં ૩ વર્ષથી એક ઘાસનું તણખલું પણ સરકારે ખરીદ્યું નથી તો તેમાં ભ્રષ્ટાચારની વાત જ વાહિયાત છે. આ અભિયાન ચૂંટણીલક્ષી નથી પણ જનહિતનું અભિયાન છે.
ભવિષ્યની પેઢી પર દુષ્કાળનો ઓછાયો પણ ના પડે તેનું અભિયાન ગુજરાત સરકારે જળસંચયના માધ્યમથી હાથ ધર્યંર્યું હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન શરૂ કર્યું ત્યારે ૫૨૭ જેસીબી. મશીન હતાં, આજે ૪૬૦૦ મશીન જોડાયાં છે. ૨૦૦૦ ટ્રેક્ટર - ડમ્પર વધીને ૧૬,૦૦૦ થયાં છે. ૨૭,૦૦૦ શ્રમિકોની શરૂઆત આજે ૩ લાખ શ્રમિકો સુધી પહોંચી છે.
ધંધુકાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, ‘દીકરીને બંદૂકે દેવી પણ ધંધુકે ન દેવી’ એ કહેવતમાં બદલાવ લાવવાનું સામર્થ્ય રાજ્ય સરકારે પુરવાર કર્યું છે. આજે ધંધુકામાં દીકરી પરણાવી શકાય તેવું વાતાવરણ નિર્માણ કર્યંર્યું છે. જિલ્લામાં જળસંચય માટે ‚રૂ. ૬ કરોડનું કામ થયું છે તે સંપૂર્ણપણે જનભાગીદારીથી કર્યંર્યું છે. આમાં રાજ્ય સરકારે એક પણ ‚પિયાનો ખર્ચ નથી કર્યો એમ તેમણે ઉમેર્યંર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના સ્થળે ઊભા કરાયેલા ‘સુજલામ્ સુફલામ્ જળઅભિયાન’ પ્રદર્શનને ખુલ્લું મૂકી ઝીણવટપૂર્વક નિહાળ્યું હતું. પ્રદર્શનમાં મુકાયેલી તસવીરોને પણ મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળી હતી. આ સાથે અત્રે ‘૧૦૮ નર્મદા જળકળશ’ પૂજનવિધિમાં મુખ્યમંત્રીશ્રીએ સહભાગી થઈ પૂજન અર્ચન કર્યાં હતાં.
મહામંડલેશ્ર્વર વિશ્ર્વંભર ભારતીબાપુ ફતેપુરા, ધારાસભ્ય શ્રી બાબુભાઈ જ. પટેલ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપાના અગ્રણી શ્રી ભરતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી આર. સી. પટેલ, જિલ્લાના પ્રભારી સચિવ શ્રીમતી સુનયનાબહેન તોમર, અન્ય ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
નાગરિકોએ અપ્રતિમ સહયોગ આપીને જળસંગ્રહ માટે  કામગીરી કરી છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

 
તા. ૩૧મી મે, ૨૦૧૮ના રોજ મહેસાણા જિલ્લાના યાત્રાધામ મરતોલી ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન કાર્યક્રમના સમાપન પ્રસંગે બોલતાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, ગુજરાતે જળસંગ્રહનું ઉપાડેલું આ મહાઅભિયાન જનઅભિયાન બન્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ પાણીને પ્રભુનો પ્રસાદ ગણાવી રાજ્યમાં જળસંચય ક્ષેત્રે જનભાગીદારી જોડી જળસંચયનાં નવાં સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યાં હતાં. રાજ્યમાં ૯૦ ટકા ઉનાળો પૂરો થવા આવ્યો છતાં આજે રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાઈ નથી. જ્યારે આજથી વર્ષો પહેલાં ટેન્કર રાજ ચાલતું હતું. આજે આ સરકારે દરેક ઘરે અને ખેતરે પાણી પહોંચાડ્યું છે.
પીવાના પાણી સંદર્ભે રાજ્ય સરકારની દીર્ઘદૃષ્ટિ અને દૃષ્ટિવંત આયોજનને પરિણામે ઉનાળાના સમયમાં રાજ્યભરમાં પીવાના પાણીની ક્યાંય તંગી સર્જાઈ નથી. જળસંચય માટે જનભાગીદારી થકી રાજ્યમાં યોજાયેલ સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના દેશનું સૌથી મોટું અભિયાન બન્યું છે. રાજ્ય સરકારના આ મહાયજ્ઞમાં રાજ્યના નાગરિકોએ અપ્રતિમ સહયોગ આપીને જળસંગ્રહ માટે જે કામગીરી કરી છે તે માટે સરકાર વતી તેમણે સૌ નાગરિકોનો આભાર માન્યો હતો.
રાજ્યમાં હાથ ધરાયેલા જળસંચય અભિયાનના વિરોધીઓનો ઉલ્લેખ કરી નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારે સાચા અર્થમાં જનભાગીદારીને જોડીને જનહિતનું કામ કર્યંર્યું છે. રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જનભાગીદારી સ્વરૂપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે. મહેસાણા જિલ્લો ધરોઈ, નર્મદા, સુજલામ્ સુફલામ્, ચેકડેમો બનાવવા સહિત જળસંચયમાં હંમેશા અગ્રેસર રહ્યો છે. જિલ્લામાં જનભાગીદારીથી જળસંચયનાં કામો થઈ રહ્યાં છે. લોકભાગીદારી સાથે માટીની રોયલ્ટી નહીં લેવાના રાજ્ય સરકારના નિર્ણયથી સમગ્ર રાજ્યના ખેડૂતોનાં ખેતરોની હજારો હેક્ટર જમીન ફળદ્રુપ થઈ છે.
લોકોના પાણીનું, લોકો દ્વારા અને લોકો માટે વ્યવસ્થાપન એટલે ભારતીય જળસંસ્કૃતિ અને આ જળસંસ્કૃતિને જનભાગીદારી સાથે જોડીને રાજ્યનો વિકાસ હવે બમણા વેગથી થવાનો છે. જળસંચયના આ અભિયાનથી રાજ્યમાં જળસ્તર ઊંચા આવશે અને તેનો સીધો લાભ પ્રજાને અને જીવસૃષ્ટિને મળશે. જળ વિના જીવન ન સંભવી શકે. પૃથ્વીની સપાટી પરના જીવોમાં સૌથી વધુ જળનો ઉપયોગ માનવજાત કરે છે, જેથી માનવજાતે જળસંગ્રહની પહેલ કરવી જરૂરી છે. રાજ્ય સરકારના આ જળસંગ્રહના મહાઅભિયાનમાં મહેસાણા જિલ્લાએ કરેલ કામગીરી અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
સાંસદ શ્રીમતી જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં લાખો ઘનફૂટ માટી ખોદીને ૧૧ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહની ક્ષમતા ઊભી કરવાની છે. આ માટી ખેતરોમાં-પાળાઓ ઉપર નાંખી છે તેથી પાણી બચવાની સાથે ખેત-ઉત્પાદન પણ વધવાનું છે એમ તેમણે ઉમેર્યંર્યું હતું.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ મરતોલી ગામના તળાવમાં નર્મદા મૈયા નદીના જળનું ચિંતન કર્યંર્યું હતું અને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સહયોગી દાતાશ્રીઓ તથા સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી વી. સતીષજી, ધારાસભ્ય શ્રી કરશનભાઈ પટેલ, માજી ગૃહમંત્રી શ્રી રજનીકાંત પટેલ, શ્રી રમણભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિક સચિવ શ્રી પંકજ કુમાર, જિલ્લા પ્રભારી સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ. વાય. દક્ષિણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી રમેશ મેરજા, અગ્રણી શ્રી નીતિનભાઈ પટેલ, સાધુ-સંતો, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લે - જિલ્લે જળ અભિયાનને આવકાર
- વડોદરામાં ૧૪ તળાવો ઊંડા કરાયા.
- જામનગરમાં રંગમતી તથા નાગમતી નદીની સફાઈ કામગીરી થઈ.
- સાબરકાંઠામાં ૫૫૦ જળસંચયના કામો પૂર્ણ થયા.
- રાજકોટમાં ૪૫ એકર વિસ્તારમાં અટલ સરોવરનું નિર્માણ થશે.
- અમરેલીમાં ૬૫ વીઘામાં નવા તળાવનું નિર્માણ
- કચ્છમાં ૪૫૩ કામો પૈકી ૩૮૮ જેટલા ઉદ્યોગોએ આર્થિક મદદ પૂરી પાડી.
- મહેસાણામાં સતલાસણા પાસેથી પસાર થતી નદીને ૮ કિ.મી. વિસ્તારમાં ઊંડી કરી.
- બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદીને જનભાગીદારીથી ઊંડી કરવામાં આવી.
- બનાસકાંઠાની ધામણી નદીને પુનર્જીવિત કરતાં સૌની પાણીની તરસ છીપાશે.
- છોટાઉદેપુરના અલીખેરવા ગામે લોકભાગીદારીથી તળાવ ઊંડું કરાતાં ૨.૨૨ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ ક્ષમતા વધશે.
- વલસાડના પાનવ-ટીટુખરની લાવરી નદીના ૬ કિ.મી. પટને ઊંડો કરી પુનર્જીવિત કરાયો.
- ખેડા જિલ્લાના પીપલગ ગામે તળાવ ઊંડું થવાથી ૨૫ મિલિયન ઘનમીટર જળસંગ્રહ ક્ષમતા વધશે.
- પોરબંદરમાં અભિયાનમાંથી નીકળેલી માટી નાખીને ખારાશ ધરાવતી જમીન નવસાધ્ય કરવામાં આવી.
- સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે ૭૦ હજાર ઘનમીટર કાંપ કાઢવામાં આવ્યો.
- દેવભૂમિ દ્વારકામાં જળસંચય માટે શપથ.
ગુજરાતની જનતાએ અભિયાનને આવકાર્યું
જનતાના મુખે અભિયાનના રોચક અનુભવો

 
 
અમારા જેવાને ઘરઆંગણે કામ મળતું થયું...
મોરબી તાલુકાના બેલાગામના સરપંચશ્રી શીવલાલભાઈ કેશુભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે, અમારું ગામ પાણીની તંગી અનુભવતું ગામ છે, કેમ કે ગામનું જે તળાવ છે તેમાં મોટા ભાગનો કાંપ ભરાઈ જવાથી પાણીની સંગ્રહશક્તિ ઘણી ઘટી જવા પામી છે. આજે જ્યારે સરકારે સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત રાજ્યમાં મહા જળઅભિયાન આરંભ્યું છે એનાથી અમારા ગામનું તળાવ સરકારની મનરેગા યોજના દ્વારા આજ ગામના ૩૭૫ શ્રમિકો તળાવ ઊંડું ઉતારવાનું કાર્ય કરી રહ્યા છે. કાંપ નીકળી જવાથી તળાવ ઘણું ઊંડુ બનશે. અત્યારે કાંપ કાઢવાની કામગીરી સારી રીતે ચાલી રહી છે. આ કિમતી અને ફળદ્રુપ કાંપ ગામના ખેડૂતો વિના મૂલ્યે લઈ જાય છે. સરકારે આ કાંપ ખેડૂતોને પોતાના ખેતરમાં ખાતર તરીકે નાખવા વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે, જે નિર્ણયથી ખેડૂતોમાં ખૂબ આનંદની લાગણી જન્મી છે.
વળી આ તળાવ ઊંડું થતાં ગામમાં આવેલ આ તળાવમાં પાણીની સંગ્રહશક્તિ ઘણી વધી જશે, જેથી ગામને પાણીની જે મુશ્કેલી પડે છે તેમાં ઘણી રાહત મળશે. ખરેખર સરકારની જે આ યોજના છે તે ગ્રામજનો અને ખેડૂતોને ઘણી ઉપયોગી બની રહેશે.
બેલા ગામના મનરેગા યોજના હેઠળનાં કામ કરી રહેલા લાભાર્થી દોસ મામદભાઈ જામએ કહ્યું કે સરકારે આદરેલા આ મહાજળ અભિયાનથી અમારા જેવાને ઘરઆંગણે કામ મળતું થયું છે. આ કામથી ગામનું તળાવ ઘણું ઊંડું બનશે, જેથી પાણીનો વધુ સંગ્રહ થવાથી ગામને ઘણો જ ફાયદો થશે. સાથે ગામના પાણીનાં તળ પણ સુધરશે અને ઊંચાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
પહેલાં શ્રમદાન પછી જાન
પ્રત્યેક ગુજરાતી પાણી પ્રતિ સજાગ બની ગયો છે. પાટણ જિલ્લાના રામળદા ગામે તો રવિરાજ જાન લઈને પરણવા આવ્યા ત્યારે ત્યાં ચાલતા જળસંચયના કાર્યમાં સાગમટે જઈને પહેલાં શ્રમદાન કર્યંર્યું પછી જ લગ્નમંડપમાં જાન લઈને ગયા. આ જ ગામનો બીજો એક પ્રસંગ છે. પ્રત્યેક પરિવાર દીઠ એક ‚પિયો એકત્ર કરી રૂપિયા ૬૧,૦૦૦નો ફળો મુખ્યમંત્રીશ્રીને આ ગામે અર્પણ કર્યો. બીજી બાજુ અમદાવાદના સાણંદ તાલુકાના માણકોલ ગામના લોકો સવારે ચાર વાગ્યે ઊઠીને જળસંચયના કામમાં લાગી જાય છે. તો વળી ગાંધીનગર જિલ્લાના જાખોરા ગામની વાત પણ મજાની છે. આ ગામ એક પણ પૈસાની સરકારી સહાય વગર જળસંચય માટે સાગમટું લાગી ગયું છે.
૭૫ વર્ષમાં પહેલી વખત મારા ગામમાં તળાવ ખોદાયું છે
આઝાદી પહેલાં તા. ૦૨/૦૫/૧૯૪૩ના રોજ જન્મેલા કુમાર કિસનસિંહ મકવાણાએ જણાવ્યું કે, મારી સમજણમાં પહેલી વખત મારા ગામનું તળાવ ખોદાયું છે. રાજ્ય સરકારે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ૧ મેથી શરૂ કરેલું જળસંચય અભિયાન અમારા જેવા નાના ગામમાં શ‚ થતાં અમને આનંદની લાગણી થાય છે.
રાજ્ય સરકારે તળાવો ખોદવાનું કામ શરૂ કર્યું તે સારું કાર્ય છે તેમ જણાવી તેમણે કહ્યું કે, આ એક ભગીરથ કાર્ય છે. જળ બચાવો - જીવન બચાવો એવાં સૂત્રો આપણે ભૂતકાળમાં દીવાલ પર ચિતરાયેલાં જ જોયાં છે. તે વાસ્તવિક રીતે ખરા અર્થમાં ધરા પર ઊતર્યું હોય તેવું આજે મારા ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરી જોતાં લાગી રહ્યું છે.
એક દિવસના પગારનું યોગદાન
અમદાવાદ અને સુરેન્દ્રનગરના જિલ્લાના કર્મચારીઓએ આ અભિયાનમાં પોતાના એક દિવસના પગારનું યોગદાન આપ્યું હતું. અમદાવાદ અને રાજકોટ જિલ્લામાં કેટલાંક ગામોમાં ૧૦૦ ટકા લોકભાગીદારીથી જળસંચયનાં કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં છે. સાબરકાંઠામાં મંગોલ અને દાહોદમાં વાંકડી નદીને પુન:જીવિત કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરની દૂધમંડળીઓએ ‚રૂ. ૧.૪૫ કરોડનો ફાળો આપ્યો હતો. જૂનાગઢના ચાણકા ગામમાં ત્રણ ખેડૂતોએ પોતાના સ્વજનની લૌકિક ક્રિયા પાછળ ખર્ચ થનારી રકમ જળસંચયના કાર્ય માટે દાન કરી.
પાણી વગર હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ જતો હતો
ડાંગરમાં પૂરતું પાણી ન મળવાને કારણે અમારા જેવા ખેડૂતના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય છે. અમારી પૂરતી મહેનત અને મજૂરી હોવા છતાં ફક્ત પાણીના અભાવને કારણે અમારી મહેનતનું જોઈએ તેટલું ફળ મળતું નથી. ત્રાસદ ગામમાં ઘણાં વર્ષો પછી ગામતળાવ ખોદાઈ રહ્યું છે. તેનો હર્ષ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, તળાવ ખોદવાથી ખેતરમાં ભરાતું પાણી હવે તળાવમાં ભરાશે જેથી ખેતરનું ધોવાણ પણ થશે નહીં. તળાવની પાણીની સંગ્રહશક્તિ વધશે અને ગામમાં પાણીનાં તળ ઊંચા આવશે અને બોરમાંથી જે ખારું પાણી આવે છે તેમાં પણ ધીમે ધીમે મીઠાશ ભળશે તેમ તેમણે ભવિષ્યમાં થનાર લાભને જોઈને કહ્યું હતું.
હવે લોકો વટથી કહે છે ‘હા, અમે ખારીકટ કેનાલ પાસે રહીએ છીએ..’
અમદાવાદ શહેરના પૂર્વ પટ્ટાને ચીરતી ખારીકટ કેનાલનું નામ સાંભળતાં જ લોકોના નાકમાં જાણે દુર્ગંધ ભરાઈ જતી. આ વાત છે ભૂતકાળની અને આજે સિનારિયો બદલાઈ ગયો. પહેલાં કેનાલ પાસેથી નીકળતાં લોકો નાક પર હાથ‚માલ બાંધીને નીકળતા અને આજે હાથ‚માલ ગાયબ થયા છે અને ચહેરા થયા છે ખુલ્લા... એક સમય હતો કે ખારીકટ કેનાલની આસપાસ રહેતા લોકો પોતાના રહેઠાણનું સરનામું છુપાવતા અને આજે હોંશે કહે છે કે, ‘અમે ખારીકટ કેનાલ નજીક રહીએ છીએ.’ ઘોડાસરમાં રહેતાં શ્રીમતી રૂપા ઉપાધ્યાય કહે છે કે, ‘મેં વર્ષો સુધી આ કેનાલને કચરાના ઢગલાથી ભરાયેલી, દુર્ગંધ મારતી અને જાણે કે ખુલ્લી ગટર હોય તેવી જોઈ છે. આજે હું વટથી કહું છું કે અમે ખારીકટ કેનાલની પાસે જ રહીએ છીએ.’ અમદાવાદ જેવા મહાનગરમાં ખારીકટ કેનાલની સફાઈનું મહા અભિયાન હાથ ધરાયું છે. ખારીકટ કેનાલમાં ત્રણ ઝોનમાં ૨૧ કિલોમીટર વિસ્તારમાં સફાઈ હાથ ધરાઈ છે. ઉત્તર ઝોનમાં આદિશ્ર્વરનગર પાસે, નરોડા સ્મશાનથી રીંગ રોડ તરફ, ૫.૫ કિ.મી. લંબાઈની કેનાલને સફાઈ કરવાની કામગીરી કરાઈ છે. પૂર્વ ઝોનમાં ૧૦.૫ કિ.મી. લંબાઈમાં વિરાટનગર, વિરાટનગર ચાર રસ્તા, નિકોલ, રાજેન્દ્ર પાર્ક, ઓઢવ અને રામોલ વિસ્તારમાં કામગીરી થઈ છે.