આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાના જીવન ઉપયોગી સુવિચાર

    ૧૮-જુલાઇ-૨૦૧૮

 
 
૧૮ જુલાઈ ૧૯૧૮ જન્મ દિવસ નિમિત્તે આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાના જીવન ઉપયોગી સુવિચાર
 
સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ, સાઉથ આફ્રિકાના મહાત્મા ગાંધી, નોબેલ વિજેતા નેલ્શન મંડેલાના જન્મના ૧૦૦ વર્ષ પૂરા થયા છે. તે આજે જીવીત હોત તો ૧૦૦ વર્ષના થયા હોત. તેમના જન્મદિવસને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવાય છે ત્યારે આ દિવશે આવો જાણીએ તેમાન જીવનના ઉત્તમ પ્રેરણાત્મક વિચાર
 
# કોઇ પણ કામ પૂર્ણ થયા પહેલા એ અસંભવ જ લાગતું હોય છે
 
# જ્યાં સુધી આપણે ખુદને બદલી ન શકીયે ત્યાં સુધી આપણે કોઇને બદલી શકતા નથી
  
# સાહસ હોય ત્યાં ભય ન હોય એવું નથી. આ તો પ્રેરણા છે જે કહે છે કે ભયથી આગળ વધો
 
# વિજેતા એટલે જે ક્યારેય હાર નથી માનતો
 
# હું મારી આત્માનો સેનાપતિ છું
 
# બધાની પાછળ ઉભા રહીને નેતૃત્વ કરો અને આગળના લોકોને વિશ્વાસ અપાવો કે તેઓ આગળ છે
 
# મારી સફળતા પર નહિ પણ આ સફરમાં કેટલીવાર પડ્યો અને કેટલીવાર ઉભો થયો તેના પર ધ્યાન આપજો
 
# શિક્ષણ સૌથી શક્તિશાળી હથિયાર છે, જેનો ઉપયોગ દુનિયા બદલવા કરી શકાય તેમ છે
 
# ક્રોધ કરવો એટલે જાતે જહેર પી દુશ્મનની મરીજવાની આશા રાખવી