વડાપ્રધાન, ભાજપા અને સંઘે મને કોંગ્રેસ અને હિન્દુસ્તાનીનો મતલબ સમજાવ્યો - રાહુલ ગાંધી

    ૨૦-જુલાઇ-૨૦૧૮

 
આજે આખા દેશની નજર સંસદ પર છે. નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો અને આજે મોદી સરકાર ફરી સંસદનો વિશ્વાસ મેળવશે. સંસદમાં ચાર્ચા ચાલી રહી છે. આ બધામાં આખો દેશ આજે બે વ્યક્તિના ભાષણ પર નજર રાખીને બેઠો હતો. રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આમાથી રાહુલ ગાંધીનું ભાષણ પૂરૂ થઈ ચૂક્યું અને રાહુલે આજે સંસદમાં જે કર્યુ, કહ્યું તેની મીડિયામાં હવે ચર્ચા છે
 

 
 
રાહુલ ગાંધીએ પહેલા તો મોદી સરકાર પર અનેક આરોપો લગાવ્યા. પણ ભાષણના અંતે નરેન્દ્ર મોદીને ગળે પણ લગાવ્યા. છેલ્લે રાહુલે કહ્યું કે મારા દિલમાં વડાપ્રધાન પ્રત્યે નફરત છે એવું બધા માને છે છે પણ આજે હું દિલથી કહેવા માંગુ છું કે, હું વડાપ્રધાન, ભાજપ અને સંઘનો આભારી છું. તેમણે મને કોગ્રેસનો મતલબ સમજાવ્યો. તેમણે મને હિન્દુસ્તાની હોવાનો મતલબ સમજાવ્યો. કોઇ આપણા વિશે કંઈ પણ બોલે, ગાળો આપે, આપણા વિષે ખોટું બોલે તેમના માટે પણ આપણા દિલમાં પ્યાર જ હોવો જોઇએ.
 
આપના દિલમાં મારા માટે નફરત છે, આપના દિલમાં મારા માટે ક્રોધ છે, આપના માટે હું પપ્પુ છું, તમે મને ગાળો આપી શકો છો પણ મારા દિલમાં તમારા માટે જરા પણ ક્રોધ, નફરત, ગુસ્સો નથી.
આટલું કહીને રાહુલ ગાંધી સંસદમાં નરેન્દ્ર મોદી જ્યા બેઠા હતા ત્યાં જઇને તેમને ગળે પણ મળ્યા.
હવે નરેન્દ્ર મોદી સંસદમાં શું બોલશે તેના પર સૌની નજર રહેશે…