લેટેસ્ટ જનરલ નોલેજ - તમને અપડેટ રાખતા ૨૦ પ્રશ્નો અને જવાબ

    ૦૬-જુલાઇ-૨૦૧૮
 
 
 
૧. નરેન્દ્ર મોદી ભારતના કેટલામા વડાપ્રધાન છે ?
(એ) ૧૨            (બી) ૧૫
(સી) ૧૪            (ડી) ૧૩
 
૨. નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે કાર્યભાર ક્યારે સંભાળ્યો ?
(એ) ૨૩મી મે, ૨૦૧૪          (બી) ૨૨મી મે, ૨૦૧૪
(સી) ૨૭મી મે, ૨૦૧૪         (ડી) ૨૬મી મે, ૨૦૧૪
 
૩. નરેન્દ્ર મોદી ક્યાંથી સંસદમાં ચૂંટાયા હતા ?
(એ) મણિનગર          (બી) વારાણસી
(સી) દિલ્હી                 (ડી) અમદાવાદ
 
૪. મોદીના પ્રથમ વર્ષમાં જ ભારતે જી.ડી.પી.ના કેટલા ટકાના દરે વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાનું ગૌરવ મેળવ્યું હતું ?
(એ) ૭.૫%                (બી) ૭.૭%
(સી) ૭.૨%                (ડી) ૭.૩%
 
૫. મોદીના કયા પ્રોગ્રામથી દેશને વૈશ્ર્વિક ઉત્પાદન હબમાં રૂપાંતરિત કરવાનો ધ્યેય પૂર્ણ થયો ?
(એ) સ્વચ્છતા અભિયાન          (બી) નોટબંધી
(સી) મેક ઈન ઇન્ડિયા               (ડી) જીએસટી
 
૬. દેશની સ્વતંત્રતા પછી ૧લી, જુલાઈ, ૨૦૧૭થી મોદીજીએ કયો ઐતિહાસિક સુધારણા કાયદો લાગુ કર્યો ?
(એ) ન્યુ કરન્સી                        (બી) જીએસટી
(સી) એફ.ડી.આઈ.                   (ડી) હેલ્થકેર
 
૭. ૨૫મી જૂન, ૨૦૧૫ના રોજ ‘સ્માર્ટ સિટીઝ’ કાર્યક્રમ હેઠળ કેટલાં શહેરોને વિકસાવવાનો કાર્યક્રમ શરૂ થયો હતો ?
(એ) ૧૦૦                      (બી) ૧૨૦
(સી) ૮૦                        (ડી) ૧૫૦
 
૮. હાઉસિંગ ફોર ઓલ બાય-૨૦૨૨ પ્રોજેક્ટમાં કેટલા સસ્તા ઘરનું નિર્માણ થનાર છે ?
(એ) ૨૫ મિલિયન          (બી) ૧૫ મિલિયન
(સી) ૧૮ મિલિયન         (ડી) ૨૦ મિલિયન
 
૯. નકલી ચલણનો ઉપયોગ અને આતંકવાદને રોકવા માટે નોટબંધી ક્યારે અમલમાં મૂકી ?
(એ) ૯ સપ્ટેમ્બર, ૨૦૧૬          (બી) ૯ નવેમ્બર, ૨૦૧૬
(સી) ૯ ઑક્ટોબર, ૨૦૧૬         (ડી) ૯ ડિસેમ્બર, ૨૦૧૬
 
૧૦. વડાપ્રધાન મોદીએ ‘સ્વચ્છ ભારત’ અભિયાન ક્યારે શરૂ‚ કર્યું હતું ?
(એ) ૧ નવેમ્બર, ૨૦૧૪          (બી) ૫ સપ્ટેમ્બર, ૨૦૧૪
(સી) ર ઑક્ટોબર, ૨૦૧૪        (ડી) ૩૦ જાન્યુ., ૨૦૧૫
 
૧૧. મોદીનું વહિવટી તંત્ર ૨૦૧૯ સુધીમાં કેટલા મિલિયન શૌચાલય નિર્માણ કરવાનું છે ?
(એ) ૬૦                    (બી) ૫૦
(સી) ૭૫                   (ડી) ૫૫
 
૧૨. વડાપ્રધાન તરીકેની શપથ વિધિમાં કયા દેશના નેતાઓને બોલાવનાર તેઓ ભારનતા પ્રથમ વડાપ્રધાન બન્યા હતા ?
(એ) સાર્ક                         (બી) બ્રિક્સ
(સી) યુરોપિયન               (ડી) આફ્રિકન
 
૧૩. વડાપ્રધાન બન્યા પછી મોદીએ પ્રથમ કયા દેશની મુલાકાત લીધી હતી ?
(એ) ચીન                         (બી) જાપાન
(સી) નેપાળ                      (ડી) ભૂતાન
 
૧૪. સર્જિકલ સ્ટ્રાઈક ક્યારે કરવામાં આવી હતી ?
(એ) નવેમ્બર-૨૦૧૬            (બી) સપ્ટેમ્બર-૨૦૧૬
(સી) ઑક્ટોબર-૨૦૧૬         (ડી) ઑગસ્ટ-૨૦૧૬
 
૧૫. ત્રીજી ઑક્ટોબર ૨૦૧૪થી મોદીએ રેડિયો પર કયો કાર્યક્રમ શરૂ કર્યો ?
(એ) દેશ-વિદેશ નીતિ            (બી) દેશભક્તિ ગીતો
(સી) મન કી બાત                  (ડી) સો બાત કી એક બાત
 
૧૬. ૨૦૧૫માં ફોર્ચ્યુન મેગેઝીનની ‘વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ લીડર્સ’ની યાદીમાં મોદીએ કેટલામું સ્થાન મેળવ્યું હતું ?
(એ) પાંચમુ                   (બી) ત્રીજું
(સી) છઠ્ઠું                        (ડી) ચોથું
 
૧૭. ૨૦૧૬થી ૧૨૦ અબજ  રૂપિયાના ખર્ચે ૧ કરોડ યુવાનોને તાલીમ આપવાના લક્ષ્યાંક સાથે મોદીએ કઈ યોજના શરૂ કરી ?
(એ) પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના
(બી) પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
(સી) પ્રધાનમંત્રી સુરક્ષા યોજના
(ડી) પ્રધાનમંત્રી રસ્તા નિર્માણ યોજના
 
૧૮. વડાપ્રધાન બન્યા પછી મોદીએ યુનોમાં સૌ પ્રથમવાર ભાષણ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની વાત ક્યારે કરી?
(એ) જૂન-૨૦૧૫          (બી) ઑક્ટોબર-૨૦૧૪
(સી) માર્ચ-૨૦૧૫         (ડી) સપ્ટેમ્બર-૨૦૧૪
 
૧૯. ભારત સરકારની નીતિ વિચારધારા રજૂ કરતી થિન્ક ટેન્ક કઈ છે ?
(એ) નીતિ આયોગ                (બી) આયોજન પંચ
(સી) વિચારધારા આયોગ      (ડી) ઇનોવેશન મિશન
 
૨૦. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પડોશી દેશો સાથે સંબંધ સુધારવા કઈ પોલિસી અમલમાં મૂકી હતી ?
(એ) નેઇમ એન્ડ ફેઈમ          (બી) એશિયા પોલિસી
(સી) રિજીયન પોલિસી          (ડી) નેઇબરહૂડ પોલિસી
જવાબ : (૧) સી, (૨) ડી, (૩) બી, (૪) એ, (૫) સી, (૬) બી, (૭) એ, (૮) ડી, (૯) બી, (૧૦) સી, (૧૧) એ, (૧૨) એ, (૧૩) ડી, (૧૪) બી, (૧૫) સી, (૧૬) એ, (૧૭) બી, (૧૮) ડી, (૧૯) એ, (૨૦) ડી.