આજે ગુજરાતના આ પ્રથમ પ્રાંત પ્રચારકજીની પુણ્યતિથિ છે...

    ૧૦-ઓગસ્ટ-૨૦૧૮

 
 
 
ગુજરાતના પ્રથમ પ્રાંત પ્રચારક શ્રી મધુકરરાવ ભાગવત
 
પૂ. ડાક્ટરજીએ જેમને ચન્દ્રપુરના સંઘચાલક નિયુક્ત કર્યા તે શ્રી નારાયણરાવ (નાના સાહેબ) ભાગવતના સુપુત્ર અને વર્તમાન પૂ. સરસંઘચાલક માન્યવર મોહનજીના પિતાજી શ્રી મધુકરરાવ ભાગવતજીનો જન્મ નાગપુર પાસે આવેલા ચન્દ્રપુરમાં થયો હતો. તેમના પિતા શ્રી નારાયણ રાવ ભાગવત સુપ્રસિદ્ધ વકિલ અને જિલ્લા સંધચાકલ હતા.
 
1929માં ચન્દ્રપુરમાં જ મધુકરજી સ્વયંસેવક બન્યા. મેટ્રીક સુધીમા તો તેમણે તૃતિય વર્ષનુ પ્રશિક્ષણ પણ મેળવી લીધું. પછી  B.Sc. સુધી શિક્ષણ લીધું અને 1941માં પ્રચારક જીવનનો પ્રારંભ કર્યો અને થોડા જ સમય પછી પ્રાંત પ્રચારક તરીકે ગુજરાતમાં આવ્યા. સંઘના  ઘોષ અને સાંગીતમાં તમને વધારે રસ હતો. તમના નિર્દેશનમાં જ શ્રી હરિ વિનાયક દાત્યેજીને "ગાયની કલા" નામની પુસ્તક પણ લખી છે.
1943માં માતાજીનો દેહાંત થયો અને તેમને પિતાના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરવા પડ્યાં. લગ્ન પછી તેઓ ફરી પ્રચારક તરીકે ગુજરાતમાં આવ્યા અને 1950માં પાછા ગયા. ગુજરાતના પ્રારંભિક કાળમાં તેમના પ્રચારકજીવન દરમિયાન રાજકોટ, સૌરાષ્ટ્ર, કર્ણાવતી અને સમગ્ર ગુજરાતમાં તેમણે ઊભા કરેલા કાર્યકર્તાઓના સમૂહે ઘણાં વર્ષો સુધી ગુજરાતના સંઘકાર્યનું નેતૃત્વ કર્યું અને અનેક આદર્શો સ્થાપિત કર્યા. પ્રથમ પ્રતિબંધ વખતે પણ તેમણે ગુજરાતના સંઘર્ષનું નેતૃત્વ કર્યું. અત્યંત પ્રભાવી વ્યક્તિત્વ ધરાવતા ભાગવતજીએ સમાજજીવનના અનેક ગણમાન્ય મહાનુભાવોને સંઘ સાથે જોડ્યા. 2004માં ચન્દ્રપુર ખાતે તેમનું દુ:ખદ અવસાન થયું.