ડાંગની સરિતા ગાયકવાડ : ઘરમાં ટીવી ન હતું પણ મેડલ અનેક હતા....

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૮   

 
ગુજરાતનો સુંદર, કુદરતી સુંદરતાથી ભરેલો ડાંગ જિલ્લો તેનું વડુમથક આહવા અને આ આહવા નજીક આવેલું કરાડી આંબા નામનું એક નાનકદુ ગામ. જેમા ૪૫ ઘર છે અને આ ઘરની દિકર એટલે સરિતા ગાયકવાડ. તા. 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોનેશિયામાં જકાર્તા ખાતે રમાયેલી 8મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં ભારત નું પ્રતિનિધિત્વ કરી રહેલી ડાંગની દીકરી સરિતા ગાયકવાડે તેની કારકિર્દીના એક સાથે બે બે આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતીને દેશને બબ્બે ગોલ્ડ અપાવવામાં સફળતા મેળવી છે.
 

 
 
ગુરૂવારે એશિયન ગેમ્સમાં ગુજરાતની દીકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે 4x400મી. રિલે દોડમાં ગોલ્ડ જીત્યો હતો. આ ટીમમાં ગુજરાતના ડાંગમાં જન્મેલી સરિતા ગાયકવાડ પણ હતી. સરિતા ઉપરાંત તેની ટીમમાં હિમા દાસ, પૂવમ્મા રાજુ અને વિસમાયા વેલુવાકોરોથ પણ હતી. ભારતીય મહિલાઓની ટીમે 3 મિનિટ 28.72 સેકન્ડમાં 4x400મી.ની રિલે દોડ પૂરી કરીને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે જ તેમણે ગોલ્ડ પોતાને નામ કર્યો
હતો.
 

 
 
સરિતાનો પરિવાર... 
 
ડાંગ જિલ્લાના માંડ 700ની આબાદી ધરાવતા સરહદી ગામ કરાડીઆંબાના શ્રમિક પરિવારની સરિતા ગાયકવાડ ગત વર્ષના તેના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને આધારે,8મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ્સ કોમ્પિટીશનમાં તેની દાવેદારી નોંધાવી હતી એથ્લ્ટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડાંગની આ દોડવીરને આ સ્પર્ધા પૂર્વે કેરાલા ખાતે છ માસની સઘન તાલીમ આપવામાં આવી હતી.
 

 
 
 સરિતાનું ઘર...
 
સરિતા આંતરરાષ્ટ્રીય કોચ અજીમોનના માર્ગદર્શન હેઠળ તૈયાર થઇને ઇન્ડોનેશિયા પહોંચી હતી જ્યાં 400 મીટર વિઘ્નદોડ સહિત 400/4 રીલે માટે પણ તેની પસંદગી થઇ હતી. જે પૈકી વ્યકિતગત 400 મીટર વિઘ્નદોડમાં સરિતા ગાયકવાડે 35 દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ છોડી 59.08 સેકન્ડમાં તેનું લક્ષ હાંસલ કરી સુવર્ણપદક મેળવ્યો હતો.
સરિતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ છે જ્યારે તેના તરફથી ભારતને પણ આ પ્રથમ ગોલ્ડ અર્પણ કરાયો હતો સાથે સાથે સરિતા ગાયકવાડનો આ કક્ષામાં તેનો બેસ્ટ ટાઇમિંગનો રેકોર્ડ પણ નોંધાયો છે.
 

 
સરીતા ગાયકવાડે એથલેટિક્સમાં ગુજરાતનું અનેક વખત નામ રોશન કર્યું છે તેનો પુરાવો તેના ઘરમાં લટકતા આ મેડલ છે. તેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ મોતાને નામ કર્યા છે.
 

 
સરિતના પરિવારજનોએ તેણે અત્યાર સુધી જીતેલા મેડલ સાથેના ફોટા પણ ફ્રેમમાં ઘડીને ઘરમાં લગાવી રાખ્યા છે. પરિવારને તેમની દીકરીની ઉપલબ્ધીઓ પર ખુબ જ ગર્વ છે.