પ્રકરણ – ૧૮ : આજની યંગ જનરેશન હોય કે અઢારસોની સાલની પેઢી. ઇશ્કની વાત આવે એટલે બધા સરખા

    ૦૧-સપ્ટેમ્બર-૨૦૧૮   




ગુલાલની કેબિનમાં બેઠેલાં છએ જણ કોઈના બેસણામાં આવ્યાં હોય અને ઉપરથી બોંબ-વિસ્ફોટ થયો હોય એમ મન અને તન બંનેથી ચીંથરેહાલ બેઠાં હતાં. ગુલાલને બ્લેકમેઈલ કરનાર વ્યક્તિ મલ્હાર નહોતો, બીજો કોઈ વ્યક્તિ હતો વાતથી સૌને જબરજસ્ત આઘાત લાગ્યો હતો. સૌના આઘાતનાં કારણો અલબત જુદા જુદા હતા. અંતરાને વાતનો આઘાત હતો કે એની ફ્રેન્ડ ફરીવાર ડિફિકલ્ટિઝના દાવાનળમાં ડુબી રહી હતી, કોમ્યુટર એક્સપર્ટને આઘાત હતો કે એમણે કરેલી બધીજ મજુરી પર પાણી ફરી વળ્યુ હતુ. . ઝાલાને વાતનો આઘાત હતો કે સાયબર ક્રાઇમની બાબતમાં બાહોશ ગણાતા પોતાને વાતનો શક પહેલા કેમ ના ગયો ? ગુલાલને વાતનો આઘાત હતો કે એના પ્યોર ગોલ્ડની લગડી જેવા પ્રેમીને લોખંડનો ટૂકડો સમજી બેઠી હતી અને સૌથી મોટો અને સૌથી વધુ આઘાત નિખિલને લાગ્યો હતો. એને વાતનો આઘાત હતો કે માંડ માંડ પોતાના તરફ આકર્ષાયેલી પ્રેમિકા હવે ફરી એનો હાથ અને સાથ છોડી રહી હતી.

આખી ટુકડી ગુલાલના કોમ્પ્યુટર સામે આંખ ફાડીને ઊભી રહી હતી. કોમ્પ્યુટર પર મલ્હારનું મેઈલ આઈ.ડી. ઓપન હતું. ગુલાલ એના ઈનબોક્સમાંથી એક પછી એક મેસેજ ઓપન કરીને . ઝાલાને બતાવી રહી હતી, એના હોઠમાંથી શબ્દો, આઘાત અને ચિંતાનું કોકટેઈલ નીકળી રહ્યું હતું, ‘સર, જુઓ!’ મેઈલની તારીખ જુઓ. મેઈલ હું મુંબઈથી આવી દિવસે સવારે કરવામાં આવ્યો છે. મારા મેઈલમાંથી કરવામાં આવ્યો છે. પણ મેં નથી કર્યો. એનો અર્થ એમ થયો કે કોઈ બાસ્ટર્ડે મારો પાસવર્ડ ચોરી લીધો છે અને એણે મેસેજ મલ્હારને મોકલ્યો છે. આવા તો બીજા પણ ઘણા મેસેજ છે, જે મેં મલ્હારને કદી મોકલ્યા નથી. ધેટ મિન્સ કોઈ ત્રીજો વ્યક્તિ બધું કરી રહ્યો છે. સૌથી મોટો ફ્રોડ છે. મારો મલ્હાર તો બિચારો નિર્દોષ છે. પણ સર, વાંક મારો છે. આટલી મોટી સાયબર કંપનીની સીઈઓ હું એના પ્રેમમાં એટલી ડૂબી ગઈ હતી કે બધી બાબતો ધ્યાને ના લીધી.

. ઝાલાએ જવાબ ના આપ્યો, માત્ર ડોકું ધુણાવ્યું, ‘હંઅ.....’

ગુલાલ આગળ બોલવા લાગી, ‘સર, તમે વાંચો ! આમાં તો એવું લખ્યું છે કે મારી મમ્મીએ મલ્હાર સાથે લગ્ન કરવાની ના પાડી એટલે હું ભાગીને મુંબઈ જવાની છું. આવું કંઈ થયું નથી.’

ફરીવાર ઝાલાસાહેબે ટૂંકો જવાબ આપ્યો, ‘હંઅ.....’

આખીયે ઘટના ક્લીયર હતી. કોઈએ ગુલાલનો પાસવર્ડ હેક કરીને એની સાથે ખેલ કર્યો હતો. એના નામે મલ્હારને મેઈલ્સ મોકલ્યા હતા અને મલ્હારના નામે ગુલાલને મેઈલ્સ કર્યા હોય એવું પણ બની શકે. મેઇલ્સ જોઈને પછી બધા સોફામાં ગોઠવાયાં. સૌથી વધુ ચિંતિત ગુલાલ હતી, . ઝાલા સાહેબ સામે રીતસર કરગરવાના અંદાજમાં બોલી રહી હતી, ‘સર, પ્લીઝકંઈક કરો. મલ્હાર ગાયબ છે. એને બચાવો. ક્યા હશે? હું એના વગર નહીં જીવી શકું. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. કશું જાણ્યા, જોયા, વિચાર્યા વગર હું એને ધુત્કારી બેઠી. એને શોધી કાઢો અને એને બચાવી લો સર! પ્લીઝ!’

ગુલાલ બોલી રહી હતી અને નિખિલના હાર્ટ પર કોઈ જંગલી પશુ ન્હોર ભેરવી રહ્યું હોય એવી વેદના થઈ રહી હતી. એક એક શબ્દ એના હાથ અને હૈયામાંથી ગુલાલને છીનવી રહ્યો હતો. એના ડ્રીમ્સની હાયરાઈઝ બિલ્ડિંગ પાયામાંથી ભાંગી રહી હતી. ચૂપ હતો, હવે એને કેઈસમાં કોઈ રસ નહોતો. પણ . ઝાલાસાહેબને હતો એટલે એમણે બોલવું પડ્યું, ‘જો ગુલાલ! મેસેજ કોઈ ત્રીજા વ્યક્તિએ કર્યો છે એનો અર્થ એવો તો કરી શકાય કે મલ્હાર નિર્દોષ છે. જો મલ્હાર નિર્દોષ હોય તો એણે એના મકાનમાલિકને ફોન કરીને અને એના ફ્રેન્ડ કેશવને મેઈલ કરીને એવું શા માટે કહ્યું કે એનાં મા-બાપને લેવા માટે પૂના જાય છે? એક પ્રશ્ર્ન છે.’

હવે ગુલાલ કંઈ ના બોલી શકી. . ઝાલા સાહેબનો જવાબ એના હોઠેથી નીકળ્યો, ‘હંઅ...’

બીજું કે તારો પાસવર્ડ...’ . ઝાલા કંઈક બોલવા માંગતા હતા પણ અટકી ગયા. એમણે વાત ફેરવી નાંખી, ‘ડોન્ટ વરી !’ જે પણ હશે બહુ જલદી પકડાઈ જશે. હું . દેશમુખને સૂચના આપી દઉં છું કે આપણે જે મલ્હારનો ફોટો મોકલ્યો છે એને ના શોધે. બ્લેકમેઇલર કોઈક બીજો છે. એની વે, અત્યારે તો હું જાઉં છું. ગુલાલ, કંઈ પણ થાય તરત મને જાણ કરજે. અત્યારે તો જીગ્નેશ અને લલિત અહીં છે. તારું કોમ્પ્યુટર અને મોબાઈલ બંને ટ્રેસ થઈ રહ્યાં છે.’

.કે સર !’ બધાં ઊભા થયાં અને પોતપોતાના કામે વળગ્યાં. પાંચેક મિનિટ થઈ હશે ત્યાં . ઝાલા પાછા આવ્યા અને ગુલાલની કેબિનમાં પ્રવેશ્યા. ‘ગુલાલ, કેસના સિલસિલામાં મારે તને એકલીને મળવું પડશે. પણ બહાર! તું આજે સાંજે ચાર વાગ્યે યંગ વર્લ્ડ કાફે પર આવી શકીશ ?’

સ્યોર સર ! પણ પ્લીઝ તમે જલ્દીથી કંઈક કરો. મને મલ્હારની બહુ ચિંતા થાય છે!’ ફરી પાછું ગુલાલના મગજ પર મલ્હારનુ ભૂત સવાર થઈ રહ્યું હતું. . ઝાલા આછું સ્મિત આપીને બહાર નીકળી ગયા.

સાંજના એકઝેક્ટ ચાર વાગે સિવિલ ડ્રેસમાં આવેલા . ઝાલા અને ગુલાલ યંગ વર્લ્ડ કાફેના ડોર પાસેના ટેબલ પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતાં. ‘જો ગુલાલ, મેં તને એકલીને એટલા માટે મળવા બોલાવી છે કે કેસ હવે બહુ પેચીદો બની ગયો છે. કયો વ્યક્તિ તારી સાથે ખેલ કરી રહ્યો હોય કહેવાય નહીં.’

વોટ ડુ યુ મીન સર ?’

આઈ મીન કે તારા અંગત માણસો પણ તારો પાસવર્ડ હેક કરીને આવો ખેલ કરી રહ્યા હોય! જેમ કે અંતરા, નિખિલ, સ્ટાફનું અન્ય કોઈ કે તારા બીજા કોઈ ફ્રેન્ડસ કે રિલેટિવ્સ.’

સર, મારા જીવનમાં મમ્મી, અંતરા અને નિખિલ સિવાય બીજું કોઈ નથી.’

નિખિલ સાથે તારા સંબંધો કેવા છે?’

બહુ સારા. મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એના પર શક કરવો પણ ગુનો ગણાય. કદી આવું ના કરી શકે.’

આવું કરી શકે કે નહીં નક્કી કરવાનું કામ તું મારા પર છોડી દે. અત્યારે તો હું પુછું છું પ્રશ્ર્નોના જવાબ આપ!’

ઓકે, સર!’

નિખિલ સાથે તારે કોઈ દિવસ અણબનાવ કે ઝઘડો થયેલો ખરો !’

નેવર.’

વિચારીને જવાબ આપ! મારી નહીં તારી જિંદગીનો સવાલ છે. દુનિયાના માણસો મેથ્સના દાખલા જેવા હોય છે. જેને ગણતા આવડે એને આવડે. તું બાબતમાં બહુ ઠોઠ લાગે છે. યાદ કર, નિખિલ જોડે કોઈ અણબનાવ?’

ગુલાલે થોડીવાર વિચાર કર્યો અને પછી બોલી, ‘સર, અણબનાવ તો નથી થયો પણ એક વાત ‚રૂર બની છે. આઈ થિંક આઈ શુડ હેવ ટુ ટેલ યુ. એકચ્યુલી નિખિલ મને બહુ પ્રેમ કરતો હતો. એણે એક વાર મને પ્રપોઝ પણ કરેલું. બટ યુ નો, મેં એના વિશે કદી એવું વિચારેલું પણ નહીં એટલે મેં પ્રેમથી એને ના પાડી દીધી.’

પછી એણે શું કહેલું? પછી તમારા સંબંધોમાં કોઈ ફર્ક પડ્યો છે કે એમ ને એમ છે ?’

ઝીરો પોઇન્ટ ઝીરોનો પણ ફર્ક નથી પડ્યો. મેં એને ના પાડી અને એણે હસીને સ્વીકારી લીધું.’

વાત તું મુંબઈ ગઈ, પહેલાંની છે કે પછીની?’

મુંબઈ ગઈ પહેલાંની, ત્યારે તો મલ્હાર પણ મારી લાઇફમાં નહોતો આવ્યો પહેલાંની!’

ઓહ, આઈ.સી!’ . ઝાલાએ ઝીણી આંખ કરી. ગુલાલ ઝીણી આંખનાં ખૂણામાં છુપાયેલી ઝીણી શંકાને વાંચી ગઈ. એણે મોં બગાડતાં કહ્યું, ‘સર, આઈ થિંક યુ આર ગોઈંગ ઓન રોંગ પાથ! યુ નો, અમે યંગ્સ લોકો છે ને એકદમ ફ્રેન્ક હોઈએ છીએ. પ્રપોઝ કર્યું, હા પાડે તો પૂજા કરવાની અને ના પાડે તો જાય તેલ લેવા. ફ્રેન્ડશીપ તો એમની એમ રહે. તમે નિખિલ વિશે કોઈ શક ના રાખશો પ્લીઝ. તો ઊલટાનો ફ્રોડને શોધવા તમારી મદદ કરે છે.’

બેટા, આજની યંગ્સ જનરેશન હોય કે અઢારસોની સાલની પેઢી. ઇશ્કની વાત આવે એટલે બધા સરખા. પોતાનો પ્રેમ બીજાના હાથમાં ચાલ્યો જાય ત્યારે પાટણનો રાજા જયદેવસિંહ સોલંકી રાણકદેવીને મેળવવા જે પગલાં ભરે પગલાં આજનો કોઈ જય એની રોનકને મેળવવા ભરતો હોય છે. ફક્ત નામ અને રીત બદલાઈ છે પણ ઇશ્કનું જૂનુન તો એમનું એમ છે. પહેલાં ઘોડાની પીઠ પર બેસી તલવારથી વાર થતો હતો તો આજે સાયબર કાફેની કેબિનમાં બેસીને માઉસ ક્લીકથી વાર થાય છે.’

ગુલાલને લાગ્યું જાણે ફાકે શોપને બદલે આર્ટ્સના ક્લાસમાં બેઠી છે. એણે માત્ર માથું હલાવ્યું, જોકે . ઝાલાની વાતમાં થોડી થોડી સમજણ તો એને પણ પડી હતી.

. ઝાલાએ કોફીની એક સીપ મારી અને આગળ બોલ્યા, ‘તને નિખિલ પર ભલે શક ના હોય. પણ મને રજેરજ વિગત કહી દેજે. તેં એની પ્રપોઝલ ના સ્વીકારી પછી નિખિલે તારી સાથે કોઈ અણગમતું વર્તન કર્યું હોય તો કહી દે.’

ના, સર! એવું કદી નથી કર્યું એણે! હું શું કામ ખોટું બોલું ?’

.કે. છોડ એની વાત. અંતરા સાથે તારા સંબંધ કેવા?’

દુનિયામાં અંતરા મારાથી જેટલી ક્લોઝ છે એટલું કોઈ નથી. મારી મોમ પણ નહીં.’

એમ ! તમારો સંબંધ કેટલાં વર્ષ જૂનો છે ?’

સ્કૂલ ટાઇમથી અમે ફ્રેન્ડ છીએ. બસ, કોલેજમાં સાથે નહોતાં. પણ પછી મારા પર કંપનીની મોટી જવાબદારી આવી પડી. અને એના પપ્પાનું અવસાન થયું હતું એટલે મેં એને અહીં મારી સેક્રેટરી તરીકે બોલાવી લીધી. મારું કામ પણ થાય, એક વિશ્વાસુ સાથી અને ફ્રેન્ડ પણ મળે અને કંપની પણ રહે.’

.કે., અત્યારે તમારા સંબંધ સેક્રેટરી અને બોસ જેવા છે કે ફ્રેન્ડસ જેવા.

અફકોર્સ ફ્રેન્ડસ જેવા. મેં કહ્યું ને કે અમે બહુ ક્લોઝ છીએ. એટલા ક્લોઝ કે મેં મારા પર્સનલ આઈ.ડી.નો પાસવર્ડ પણ એને આપી રાખ્યો છે.’

હા, મને ખબર છે એટલે પૂછું છું.’

જુઓ સર, હવે એના પર શક ના કરતા. શી ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ...’

મેં તને એકવાર કહ્યુને ગુલાલ કે તું ફક્ત હું પૂછું એટલા જવાબ આપ.’

સોરી... સર!’

કહે કે અંતરા અને નિખિલના સંબંધો કેવા છે. મેં જોયું કે તમારી ઓફિસમાં એક-બે યંગ ગર્લ્સ છે. એમાં કંઈ દમ નથી. પણ અંતરા ગુડ લુક છે. એનું રૂપ જોઈને ભલભલો પુરુષ પાગલ થઈ જાય. એક બોસ તરીકે નિખિલે ક્યારેય એનો ઉપયોગ કરવાની કોશિશ કરી હોય એવું બન્યુ છે ખરું ?’

ઓહ, હાઉ બેડ થિંકિંગ સર! તમે પોલીસ ઓફિસર થઈને આટલું ગંદું વિચારો છો ?’

બેટા , હું જેટલું ગંદું વિચારી શકું છું એના કરતાં દુનિયા સો ગણી વધારે ગંદી છે. તને નહીં સમજ પડે, તું ઉંમરમાં ભલે જુવાન હોય પણ વિચારમાં હજુ બાળક લાગે છે એટલે ……’ બાકીનું ઇન્સ્પેક્ટર ગળી ગયા.

એવું કશું નથી થયું સર!’

થયું નથી કે તને ખબર નથી ?’

આઈ સ્યોર, થયું નથી અને થશે પણ નહીં.’ ગુલાલના અવાજમાં થોડી ગરમી અને વધારે ગુસ્સો હતો.

સારું કહે કે બંનેની ઉંમર થઈ ગઈ હોવા છતાં એકેયે લગ્ન કેમ નથી કર્યાં ?’

અંતરા સારા છોકરાની શોધમાં છે અને નિખિલ મને પ્રેમ કરતો હતો એટલે ના કર્યો. પણ હવે કરી લેવાનો છે.’ ગુલાલે પૂછ્યું એટલો જવાબ આપ્યો. . ઝાલાએ સવાલ બદલ્યો, ‘ સિવાય તારી લાઇફમાં એવી કોઈ ઘટના બની છે જે તને યાદ રહી ગઈ હોય? કોલેજકાળમાં કોઈ સાથે દુશ્મની, નોકરો, ડ્રાઇવરો, રસોઇયા, ઓફિસ સ્ટાફ કોઈ સાથે દુશ્મની વગરે કોઈક જેની સાથે તારે ઝઘડો થયો હોય.’

ગુલાલ યાદ કરવા મથી રહી હતી. ઘણીવાર યાદ કર્યું પણ કંઈ યાદ ના આવ્યુ. એણે જવાબ આપ્યો,‘ના, સર! મારો સ્વભાવ એવો છે કે કદી કોઈ સાથે.....’ બોલતી હતી ત્યાં કોફીશોપના ઈનબ્યુલ્ટ સ્પીકર પર થ્રી ઈડિયટ્સનું સોંગ વાગ્યું ભૈયા ઓલ ઈઝ વેલઅને ગુલાલ સામે અચાનક રેગીંગનું આખું દૃશ્ય ખડું થઈ ગયું. પહેલાં ફિલ્મનું અને પછી એના જીવનનું. આંખ સામે જયદેવસિંહ ઝાલાની લાશ લટકવા લાગી અને એની ધડકનો વધી ગઈ. એકીશ્વાસે બોલવા લાગી, ‘હા, સર, હું આઈ.આઈ.ટી.માં અભ્યાસ કરતી હતી ત્યારે અમે એક જયદેવસિંહ ઝાલા નામના છોકરાનું રેગીંગ કરેલું. અને દિવસે એણે આત્મહત્યા કરી લીધેલી.. બસ, ઘટનાએ મને હચમચાવી મૂકી હતી. દુશ્મની ગણવી હોય તો એક દુશ્મની. બટ હી ઇઝ નો મોર.’

ગુલાલે આખીયે ઘટનાનું વિગતવાર વર્ણન કર્યું. સાંભળીને . ઝાલા પણ હચમચી ઊઠ્યા. થોડીવાર બીજી ઔપચારિક વાતો ચાલી. બંને રવાના થયાં. ગુલાલ એની ગાડીમાં બેસી ઘર તરફ રવાના થઈ અને . ઝાલા પોલીસ સ્ટેશન તરફ.

ગાડીમાં બેઠાં બેઠાં એમણે એક સેલ નંબર પર કોલ કર્યો, ‘કોન્સ્ટેબલ રાઠોડ, તારે આજે ને આજે ગાંધીનગરની આઈઆઈટીમાંથી એક વિગત મેળવવાની છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં જયદેવસિંહ ઝાલા નામના એક છોકરાએ કોલેજમાં આત્મહત્યા કરી હતી. અમરેલી બાજુના કોઈ ગામનો હતો. એનું પૂરું નામ અને ગામનું સરનામું મેળવી લેવાનું છે. કાલ બપોર સુધીમાં કામ થઈ જવું જોઈએ.’

યસ, સર!’ સામેથી ટૂંકો જવાબ આવ્યો. પછી એમણે બીજો કોલ એમના સાથીદાર . એન. એન. રાજપૂતને કર્યો, ‘. રાજપુત, કાલે તમારે મારી સાથે પેલા સાયબર ક્રાઇમના કિસ્સા માટે એક જર્ની પર આવવાનું છે. અમરેલીનું કોઈ ગામ છે. નામ કાલે ખબર પડી જશે. રાત્રે નીકળશું. રેડી રહેજો.’

તમારા માટે એવર રેડ્ડી સર!’ ઇન્સ્પેક્ટર રાજપુતે ઉત્સાહથી હા પાડી.

ક્રમશ: