પ્રકરણ – ૨૯ : ગોળીઓની ધણધણાટી વચ્ચે યુવરાજ આખાયે પોલીસતંત્રનું નાક વાઢીને હવામાં અદૃશ્ય થઈ ગયો

    ૧૨-સપ્ટેમ્બર-૨૦૧૮   


 

 
રાતના સાડા ત્રણ થયાહતા. . ઝાલાની જીપ વાપીના ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાર કરીને સૂમસામ હાઈવે પર દોડી રહી હતી. જીપમાં . ઝાલા, એમનોડ્રાઇવર, બેકોન્સ્ટેબલો, યુવરાજ અને મનુ હતા. યુવરાજ અને મનુ સામે મુંબઈમાં કેસ ચલાવવોકે અમદાવાદમાં એની થોડીક કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી એટલે . ઝાલાએ બંનેને લઈને મુંબઈ જઈ રહ્યાં હતા.

ડ્રાઇવરે રાત્રે દસવાગે ગાડી ઉપાડી હતી. વચ્ચે બે વખત ચા પણ પીધી. બે વાગ્યા સુધીતો વાંધો ના આવ્યો પણ હવે એની આંખો ઘેરાવા લાગી હતી.

સાહેબ, ચા પીવી પડશે.... આંખો ઘેરાયછે! એણે . ઝાલાને કહ્યું.

સારી જગ્યા આવે ત્યાં ઊભી રાખી દે. એમાં પૂછે છે શું?’

પણ અહીં ક્યાંય એકયે હોટેલ ખુલ્લી હોય એવું લાગતું નથી.

આગળ જવા દે, એકાદ તો આવશે ને!

ગાડી ઘણા કિલોમીટર આગળ ચાલી ત્યારે માંડ એક નાનકડી ખખડધજ હોટેલ દેખાઈ. એના પર બોર્ડ માર્યું હતું, દુર્ગા હોટેલ. પણ હતી તો સામાન્ય કિટલી . હાઈવેની ધાર પર એક નાનકડું છાપરું ઊભી કરીને ખોલેલી કીટલી. ડ્રાઇવરે જીપ ઊભી રાખી. ડ્રાઇવર અને . ઝાલા ગાડીમાંથી નીચે ઊતર્યા. યુવરાજ અને મનુ ઊંઘી રહ્યાં હતા. કોન્સ્ટેબલે એમને ઢંઢોળ્યા, ‘ચા પીવીછે?’

ના.... બંને ઊંઘરેટા અવાજમાં જવાબ આપ્યો.

. ઝાલાએ કોન્સ્ટેબલને સૂચના આપી, ‘તમે બંને અહીં બેસજો. હું જરા પગ છૂટો કરતો આવું અને વેઈટર સાથે ચા મોકલાવું છું.

અંદર પ્રવેશતી વખતે . ઝાલાની નજર હોટેલ અને આસપાસના વાતાવરણ પર ફરી રહી હતી. છાપરાની બહાર એક જૂનું લાકડાનું ટેબલ હતું અને પતરાની ખુરશી. એના પર એક લઘર-વઘર કપડાંધારી માણસ માલિકનો રૂઆબ પહેરીને બેઠો હતો. અંદર ચારેક ટેબલો હતાં. એમાં એક સરદારજી અને યુવાન છોકરો બેઠા હતા. કદાચ બહાર ઊભેલી ટ્રકનો ડ્રાઇવર અને ક્લીનર હતા. બીજા કોઈ ગ્રાહકો હતા નહીં. અંદર એક સો ચાલીસ વોલ્ટનો એક બલ્બ એના ગજા મુજબનું અજવાળું પાથરી રહ્યા હતો અને બહાર એક વ્હાઇટ અને એક રેડટ્યૂબલાઇટ ચાલુ હતી. સિવાય આસપાસ સમખાવા પૂરતું યે અજવાળું નહોતું. ચારે તરફ ગાઢ અંધકાર

એક નોકર જેવો લાગતો છોકરો બહાર જીપમાં બે અડધી ચા આપી આવ્યો અને બે અડધી . ઝાલા અને એમના ડ્રાઇવરને આપી. ચા પીને સાહેબ અને ડ્રાઇવર બંને હોટેલની પાછળ આવેલા બાથરૂમમાં ગયા.

હળવા થતા હતા ત્યારે બહાર એક ભારે ભરખમ ઘટના બની ગઈ. અંધારામાં ઊભેલી . ઝાલાની જીપ પાસે એક ગાડી ધસમસતી આવીને ઊભી રહી. સાથે ઊંઘમાં હોવાનો ડોળ કરતા યુવરાજ અને મનુ સફાળા બેઠા થઈ ગયા. એમના હાથમાં હાથકડી તો હતી પણ એનો બીજો છેડો ગાડી સાથે લોક કરવો જોઈતો હતો કરેલો નહોતો. બંને કોન્સ્ટેબલો કંઈ વિચારે પહેલાં ગાડીમાં આવેલા બે જણમાંથી એક જણે કોન્સ્ટેબલો પર ગોળી છોડી અને બીજાએ જીપના ટાયર અને કાચ પર. એક કોન્સ્ટેબલના જમણા ખભે ગોળી વાગી અને એકના ડાબા પગે. સાથે યુવરાજ અને મનુ કૂદીને બહાર નીકળી ગયા અને ગાડીમાં ગોઠવાઈ ગયા.

ગોળીઓની ધણધણાટી સાંભળી ને . ઝાલા અને ડ્રાઇવર બહાર દોડી આવ્યા પણ એટલીવારમાં તો પેલી ગાડી યુવરાજ અને મનુને લઈને અંધારામાં ઓગળી ગઈ હતી. . ઝાલા સ્તબ્ધ હતા. બંને કોન્સ્ટેબલો લોહીના ખાબોચિયામાં પડ્યા હતા. ત્રણ ટાયરોના ચીંથરા ઉડી ગયા હતા. ગાડીનો કાચ પણ ભુક્કો થઈ ગયો હતો. થોડીવાર પહેલાં . ઝાલાની આંખો ઘેરાઈ રહી હતી પણ હવે એમની આજની નહીં પણ આવનારા કેટલાયે દિવસની ઊંઘ ઊડી ગઈ હતી. એમણે તાત્કાલિક એમ્બ્યુલન્સ મંગાવી બંને કોન્સ્ટેબલોને સારવાર માટે મોકલી આપ્યા અને તરત કંટ્રોલરૂમને જાણ કરીને બધાં નાકા સીલ કરી દેવાની સૂચના પણ આપી દીધી.

મુંબઈ, વાપી અને અમદાવાદનું આખું પોલીસ તંત્ર કામે લાગી ગયું. એક પણ જગા એવી નહોતી, એક પણ ગાડી એવી નહોતી જેની એમણે તપાસના કરી હોય. ત્રણ વાગે ઘટના બની અને સવા ત્રણે તો ગાડીઓની તપાસ ચાલુ થઈ ગઈ હતી. પણ અત્યારે બાર કલાક થયા. બીજા દિવસના ત્રણ વાગી રહ્યા હતા પણ યુવરાજ અને મનુ ને હવાની કાંધે બેસાડીને ભગાડી જનારનો પત્તો હોતો લાગ્યો. એના ગામડે, મુંબઈના એના જૂના સરનામાંઓ પર બધેજ તપાસ થઈ ગઈ હતી પણ યુવરાજ ક્યાંય ના મળ્યો. જાણે યુવરાજ આખા પોલીસતંત્રનું નાક વાઢીને હવામાં અદૃશ્ય થઈ ગયો હતો.

***

ગુલાલ અને મલ્હારના લગ્નને બેજ દિવસની વાર હતી. એના ઘરમાં તડામાર તૈયારીઓ ચાલતી હતી. અંતરા અને એની કેટલીક બહેનપણીઓ એને મહેંદી મૂકી રહી હતી. કૌશલ્યાબહેનનો ઠાઠ પણ જેવો તેવો નહોતો. પતિના મૃત્યુ પછી આજે પહેલીવાર આટલા વર્ષે એમના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. ગુલાલ એમને જોઈને ધરાઈ જતી. સફેદ સાડીમાં હતાં તોયે એવાં તૈયાર થયાં હતાં જાણે એમનાં લગ્ન હોય. આજે આટલાં વર્ષે એમના ઘરે ખુશી આવી હતી. એને મન ભરીને માણી લેવા માંગતાં હતાં. ઝીણી ઝીણી બાબતોનો ખ્યાલ રાખી રહ્યાં હતાં. ગુલાલ માટેની પીઠીની સાડી લાવ્યાં છીએ ક્યાં ગઈ, એને અત્યારે ચંપલ નહીં પહેરાવો પેલા વેલ્વેટના સ્લીપર પહેરાવો, એને બહુ બ્લીચના કરશો. એને એલર્જી છે, એને હવે થોડીવાર આરામ કરવા દો થાકી જશે, મલ્હારની પાસે કોઈ ગયું કે નહીં, એનાં બધાં કપડાં આવી ગયાં કે નહીં, જોજો, એકલોછે. એને કોઈ તકલીફ ના પડે.

મમ્મીની આભભરીને લાગણી જોઈને ગુલાલની આંખો ભીની થઈ જતી. પપ્પા નથી એટલે એને બધી ચિંતા કરવી પડે છે ને! જો પપ્પા હોત તો એને કોઈ મુસીબત ના પડત.

મલ્હાર એના રૂમમાં હતો. અનાથ હતો એટલે એના તરફથી તો કોઈ આવે એવી શક્યતાઓ નહોતી. એક માત્ર ફ્રેન્ડ કેશવ હતો. એને બોલાવ્યો હતો. આજ સાંજ સુધીમાં આવી જવાનો હતો. ત્યાં સુધી તો એણે માત્ર નોકરોની સેવા લેવાની હતી. અહીં આવ્યાને દસ દિવસ થઈ ગયા. દરમિયાન એણે નિખિલ સાથે સંબંધ બાંધવાના બહુ પ્રયત્નો કરી જોયા હતા પણ એને ખબર નહોતી પડતી કે નિખિલ એની સાથે ચોક્કસ અંતર કેમ રાખતો હતો.

યુવરાજ અને મનુ ભાગી ગયા છે સમાચાર આપવા . ઝાલા ગુલાલના ઘરે આવ્યા. અંદર આવ્યા ત્યાં ગુલાલ એની સખીઓના ગ્રુપમાંથી ઊભી થઈ ગઈ, ‘અંકલ, હું અહીં છું. વેલકમ ! લગ્નનો ઉમળકો એના અવાજમાંથી બહાર કુદી આવ્યો. . ઝાલાએ એને જે મદદ કરી હતી એનાથી બહુ પ્રભાવિત હતી. ઊભી થઈને એમને પગે લાગી, ‘આવો, અંકલ ! . ઝાલાએ નોંધ્યું કે હવે ગુલાલે એમને સર કહેવાનું બંધ કરીને અંકલ કહેવાનું શરૂ કરી દીધુ હતું. લાગણીનો એક સેતુ બંધાઈ ગયો હતો.

સારુ થયું તમે વહેલા આવી ગયા. હવે મારુ રિસેપ્શન પતે ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી, સમજ્યા! ગુલાલ પિતા સાથે લાડ કરે એવી રીતે એમની સાથે લાડ કરી રહી હતી.

. ઝાલા આવ્યા તો હતા યુવરાજ અને મનુના ભાગી ગયાના સમાચાર આપવા પણ આપી ના શક્યા. ગુલાલનો મૂડ ઓફ કરવા નહોતા માગતા. એમણે માત્ર એના માથે હાથ મૂક્યો, ‘બેટા, હું સ્પેશિયલ તને મળવા આવ્યો છું. લગ્નના દિવસે ચોક્કસ આવી જઈશ. પછી રિસેપ્શન પછી જઈશ.’

અંકલ, તમે અંચઈ કરો છો. તમે મને વચન આપ્યું હતું કે તમે ગણેશ સ્થાપનાથી લઈને છેક રીસેપ્શન સુધી મારી સાથે રોકાશો. તમારે રોકાવું પડશે. . ઝાલા માંડ માંડ ગુલાલને સમજાવી અને ત્યાંથી વિદાય થયા. પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમણે પહેલું કામ તમામ લોકોને સૂચના આપવાનું કર્યું કે કોઈ પણ ભોગે યુવરાજનાં સમાચાર મીડિયામાં ના આવવા જોઈએ અને ગુલાલ ને કે એના પરિવારને ખબરના પડવી જોઈએ કે યુવરાજ ભાગી ગયો છે.

***

આખું શહેર જોંતું રહે એવી ધામ ધૂમથી ગુલાલ અને મલ્હારનાં લગ્ન યોજાઈ ગયાં. એક ભવ્યાતિભવ્ય લગ્ન પૂર્ણ થયા અને ભવ્યાતિભવ્ય મધુરજની શરૂ થઈ. રૂમ ખુદ અંતરાએ મહેનત કરીને સજાવ્યો હતો. આખા ઓરડામાં એક પણ લાઈટ ચાલુ નહોતી. માત્ર રંગબેરંગી મીણબતીઓ જલી રહી હતી. પ્લેયર પર ધીમે ધીમે માદક સંગીત વાગી રહ્યું હતું. ગુલાલનામની પરી હવે રતિ બની ગઈ હતી અને મલ્હાર નામનો રાજકુમાર કામદેવ.

***

તરફ મધુરજની ઊજવાઈ રહી હતી. બરાબર એજ વખતે ત્યાંથી થોડેક દૂર આવેલા બંગલાનાં ઓરડામાં નિખિલનામનો એક તરસ્યો જણ દારૂના ઘૂંટડા ભરીને એની પ્રેમિકાની તરસને મિટાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સિગારેટના ઘુમાડાના ગરમાવામાં પ્રેમિકાની હૂંફનો પર્યાય શોધી રહ્યો હતો. એને પણ ખબર હતી કે પ્યાસ હવે કયારેય નથી બુઝાવાની, હૂંફ હવે નિખિલ નામના સરનામે ક્યારેય પોસ્ટ થવાની નથી. છતાં આવુ કરી રહ્યો હતો. શા માટે ? કારણ કે ગુલાલ ભલે આજે મલ્હારને પરણી ગઈ પણ નિખિલ તો એને ક્યારનોય પરણી ચૂક્યો હતો. સમજણની સરહદમાં પ્રવેશ્યો દિવસથી એણે એને પત્નીમાની લીધી હતી. નિખિલ પ્રેમગાંઠથી એને પરણ્યો હતો. એના માટે ફેરા ફરવાની, જાન જોડવાની કે છેડાછેડી બાંધવાની જરૂર નથી હોતી. વગર ફેરે એનો થઈ ગયો હતો. અને એના મોબાઈલ પર પણ અત્યારે કિશોરદા એજ ગણ ગણી રહ્યાં હતા,

સજી નહીં બારાત તો ક્યાં ?

આઈ મિલન કી રાત તો ક્યાં ?

બ્યાહ કિયા તેરી યા દોં સે

ગઠબંધન તેરે વાદોં સે

બિન ફેરે હમ તેરે.... બિન ફેરે હમ તેરે..

ક્રમશ:

આગળના પ્રકરણ વાંચવા અહિં ક્લિક કરો...