પ્રકરણ – ૩૨ : ગુલાલ પર મેઈલ માટે જેના કાર્ડનો યુઝ થયો હતો એ માણસ તો સાત વર્ષ પહેલાં ગુજરી ગયો હતો.

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

ગુલાલની આસપાસની આખી દુનિયા જાણે ચક્કર ચક્કર ઘૂમી રહી હતી. દફન થઈ ગયેલો ભૂતકાળ ફરી એકવાર બાબરા ભૂત જેમ ખિખિયાટા કરતો ખડો થયો હતો. યુવરાજના છેલ્લા શબ્દો હજુ એના મનમાં ઘુમરાતા હતા, ‘તારે મલ્હાર સાથે શરીરસંબંધ બંધ કરી દેવાનો છે. જો તું મારી વાત નહીં માને તો હું તારો વિડિયો વાઈરલ કરી દઈશ અને મલ્હારને પણ ખતમ કરી નાંખીશ.’

ધોધમાર રડીને ખાલી થઈ ગયા પછી એણે ભૂકંપગ્રસ્ત ઇમારત જેવા ભાંગી ગયેલા મન અને તનને બેઠું કર્યું અને . ઝાલા અને અંતરાને બોલાવ્યા.

ગુલાલ એમની રાહ જોતી બેઠી હતી ત્યાં મલ્હાર અંદર દાખલ થયો. એણે કરમાઈ ગયેલો ગુલાલનો ચહેરો જોઈ એને પૂછ્યું, તું આટલી ઢીલી કેમ છે ? કોઈ ટેન્શન ?

ના, મલ્હાર ફક્ત માથું દુઃખે છે. તું જા. મારે અગત્યની મિટિંગ છે. મારે રોકાવું પડશે.’

અરે, પણ....’ મલ્હાર આગળ બોલવા જતો હતો પણ ગુલાલે એને અટકાવી દીધો, ‘પ્લીઝ, મલ્હાર ! લીવ મી અલોન ! મારે અગત્યની મિટિંગ છે. સમજતો કેમ નથી, તું જા !’ મલ્હાર ચૂપચાપ બહાર નીકળી ગયો. ઓફિસનાં પગથિયાં ચડતો હતો ત્યાં એને . ઝાલા સામે મળ્યા. . ઝાલાએ નોંધ્યું કે એમને જોઈને મલ્હારના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. પણ ચૂપચાપ આગળ વધી ગયા. ખરેખર એમને જોઈને મલ્હારના ધબકારા વધી ગયા હતા. એણે બહાર આવી તરત પાર્કિંગના ખૂણામાં જઈને કોઈકને કોલ કર્યો અને ગભરાતાં ગભરાતાં બોલ્યો, ‘ડાર્લિંગ, ગુલાલને કદાચ મારા પર શક ગયો હોય એમ લાગે છે. આજે એનું મારા તરફનું વર્તન પણ અલગ છે અને એણે . ઝાલાને પણ બોલાવ્યા છે.’

ખડખડાટ હસવાનો અવાજ સ્પીકરમાંથી કૂદીને મલ્હારના કાનમાં ઠલવાયો,‘હા...હા...હા... ડિયર, તું ચિંતા ના કર. તારો વાળ પણ વાંકો નહીં થાય. તો પેલી મારી શોક્યને જરા સીધી કરવી છે. હજુ તો . ઝાલા આવ્યા છે ને. ધીમે ધીમે આખું પોલીસ સ્ટેશન આવશે. તું જોજે તો ખરો, હવે મારી જલનની આગમાં બરાબર સળગશે !’

***

. ઝાલા બહુ ગુસ્સામાં હતા છતાંય એમણે ગુલાલને સાવ ધીમેથી કહ્યું, ‘બેટા, તું તારા મેરેજના ઉત્સાહમાં હતી એટલે તને યુવરાજ ભાગી ગયો છે ન્યૂઝ નહોતા આપ્યા. પણ તું ચિંતા ના કર. હું યુવરાજને પાતાળમાંથી પણ શોધી કાઢીશ. તારો કે મલ્હારનો વાળ પણ વાંકો નહીં થવા દઉં.’

અંતરા પણ આવી ગઈ હતી. યુવરાજનો નવો મેઈલ વાંચી એને ચક્કર આવવા લાગ્યા.

બોલી, ‘હવે શું કરીશું સર ?’

કંઈ નહી, હું મેઈલનું આઈ.પી. એડ્રેસ ટ્રેસ કરાવું છું અને હવે યુવરાજ પકડાય નહીં ત્યાં સુધી મલ્હારને સિક્યુરિટી પણ આપવી પડશે.’

સર, મલ્હારને જાણ કરીશું તો યુવરાજ વધારે ખિજાશે અને મલ્હારને સંભાળવો પણ મુશ્કેલ બની જશે. માટે એને નથી જણાવવું. હું એની સાથે ને સાથે રહીશ અને દૂર પણ.’ ગુલાલ છેલ્લુ વાક્ય નીચું જોઈને બોલી.

.કે. કાલે અહીં બે સાયબર એક્સપર્ટસ મૂકી દઉં છું. તારા કોમ્પ્યુટરના દરેક મેઈલ પર નજર રાખશે અને તાત્કાલિક ટ્રેસ કરી દેશે. નિખિલની ચેમ્બરની પાસે એમને બેસાડી દઈશું.’

નો નો અંકલ! ગુલાલે ધીમેથી કહ્યું, ‘ વખતે એવું ના કરશો. મારે વાતની કોઈને જાણ નથી થવા દેવી. નિખિલને તો નહીં !’

વ્હાય ?’ . ઝાલાએ ઝીણી આંખે પૂછ્યું.

ખબર નહીં કેમ પણ મારું મન ના પાડે છે!’

. કે. એઝ યુ વીશ, કોઈને જાણ નહીં થવા દઉં બસ!’

બરાબર વખતે બીજી કેબિનમાં બેઠલો નિખિલ પણ એના કોમ્પ્યુટર પર ગુલાલનો મેઈલ ઓપન કરીને બેઠો હતો અને યુવરાજનો મેસેજ વાંચી રહ્યો હતો. મેઈલ વાંચતી વખતે એના ચહેરા પર કોઈ ભેદી ભાવ ઊપસી રહ્યા હતા.

ગુલાલની કેબિનમાં યુવરાજ વિશે ચર્ચા ચાલી રહી હતી. ત્યાંજ નિખિલ અંદર આવ્યો. આવતાં બધાં ચૂપ થઈ ગયાં. નીખિલે ખુરશીમાં બેસતાં કહ્યું, ‘ગુલાલ, એની થિંગ રોંગ ? ઝાલા સાહેબ કેમ આવ્યા છે ? શું કોઈ પ્રોબ્લેમ થયો છે ? અને અંતરા, તું તો રજા લઈને ઘરે ગઈ હતી ને ? પાછી કેમ આવી ગઈ?’

નિખિલ એક પછી એક પ્રશ્ર્નો પૂછે જતો હતો પણ જવાબ દેવા કોઈ તૈયાર નહોતું. આખરે ગુલાલે પરાણે બોલવું પડ્યું, ‘કોઈ પ્રોબ્લેમ નથી ડિયર! બસ, તો ઝાલા સાહેબ આવ્યા એટલે બેઠા છીએ. અંતરાને મળવા માગતા હતા. એટલે એને પણ બોલાવી લીધી.’

ગુલાલ સત્ય છુપાવી રહી હતી નિખિલને ના ગમ્યું. એણે દાઢમાં કહ્યું, ‘.કે. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ ! તમે જે કામ માટે મળ્યા છો કામ સકસેસ થાય એવી ગોડ વિશ, બાય !’ બોલીને સડસડાટ બહાર નીકળી ગયો. કેબિનમાં જઈ એની બેગ લીધી અને પછી પાર્કિંગમાં આવ્યો. ડ્રાઇવર તૈયાર હતો. ગાડીથી થોડે દૂર જઈ એણે એક સેલ નંબર ડાયલ કર્યો, સામેના વ્યક્તિએ સેલ રિસિવ કર્યો એટલે નિખિલે માહિતી આપી, ‘ગુલાલ, યુવરાજ, મલ્હાર, . ઝાલા, અંતરા... વ્યક્તિઓના નામ બોલાતા ગયા અને સામેના વ્યક્તિનાં કાનમાં ઠલવાતાં ગયાં. લગભગ અડધો કલાક નિખિલે એની સાથે ચર્ચા કરી અને પછી છેલ્લે સૂચના આપી, ‘. ઝાલાના હાથમાં કેસ છે. ધ્યાન રાખજો. એમને તો બિલકુલ ખબર ના પડવી જોઈએ...’

ડોન્ટ વરી !’ સામેથી ખાતરી આવી અને સેલ ડિસકનેક્ટ થઈ ગયો.

***

રાતના અઢી વાગ્યા હતા. બંગલાના આલીશાન બેડમાં ગુલાલ અને મલ્હાર સૂતાં હતા. આજે બંને વચ્ચે ખારાપાટના વિશાળ મેદાન જેટલી જગ્યા હતી. ગુલાલ પલંગની ડાબી તરફના છેડે પડખું ફરીને સૂતી હતી અને મલ્હાર જમણી તરફના છેડે. ગુલાલને ખબર નહોતી કે મલ્હાર કેવા દાવાનળમાં ફસાયો છે અને મલ્હારને ખબર નહોતી કે ગુલાલ કેવી આગમાં લપેટાઈ છે. મલ્હાર માટે તો ખેલ એની પ્રેમિકા ખેલી રહી હતી અને ગુલાલ એમ માની રહી હતી કે ખેલ યુવરાજ ખેલી રહ્યો છે. બંને વ્યક્તિ એક હતી કે અલગ અલગ ? બ્લેકમેલનો ખેલ શા માટે ખેલી રહી હતી ? પ્રશ્ર્નો જવાબ તો હજુ સમયના ગર્ભમાં આકાર ધારણ કરી રહ્યો હતો.

***

એક સમય હતો જ્યારે મલ્હાર અને ગુલાલ માટે રાત ઋતુ હતી. વરસવાની ઋતુ, છલકવાની ઋતુ અને ભીના થવાની ઋતુ. અત્યારે પણ રાત હતી પણ વરસવાની, છલકવાની અને ભીના થવાની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. ત્યારે તનથી વરસવાનું હતું, લગનથી છલકવાનું હતું અને મનથી ભીના થવાનું થવાનું હતું પણ અત્યારે ત્રણેય ક્રિયાઓ માત્ર નયનથી કરવાની હતી. ગુલાલથી એક મિનિટ પણ અળગા ના રહી શકનારા મલ્હારને કાળે એવી થપ્પડ મારી હતી કે આખી રાત એણે ગુલાલથી અળગા રહેવું પડ્યું હતું. એના ગાલ પર નહીં થપ્પડ તો ગુલાલના ગાલે પણ પડી હતી અને પણ સરખી તાકાત સાથે. સરખા સોળ ઉપસાવે એવી. બંનેને એકબીજાના સવાલોની બીક હતી, એટલે એકબીજાથી મોં છુપાવતાં છુપાવતાં આખી રાત પસાર કરતાં હતાં.

સવારના સાત વાગ્યા હતા. ગુલાલ ફ્રેશ થઈને નીચે ડ્રોઇંગરૂમમાં આવી. કૌશલ્યાબહેન વખતે મંદિરે જવા માટે નીકળી રહ્યાં હતાં. હાથમાં પૂજાની થાળી પકડી હતી અને એક હાથે સાડીનો છેડો માથે પકડી રાખ્યો હતો. આઠ વાગ્યા પહેલાં બિસ્તર છોડવાનું નામ ના લેતી ગુલાલને આટલી વહેલી તૈયાર થઈને નીચે આવી રહેલી જોઈને ઊભાં રહ્યાં, ‘અરે, બેટા ! આટલી વહેલી ઊઠી ગઈ ? ક્યાંય બહાર જવાનું છે કે શું?’

ના, મોમ! ઊંઘ નહોતી આવતી એટલે ઊઠી ગઈ.’

તારી તબિયત તો બરાબર છે ને ?’ કૌશલ્યાબહેનને ગુલાલની વાતમાં કે એના અવાજમાં કંઈક ખૂંચ્યું એટલે પૂછ્યું.

એકદમ ઓલરાઈટ છું મોમ. તું યે યાર વધારે પડતી ચિંતા કરતી હોય એવું તને નથી લાગતું ?’

ના, બિલકુલ નહીં. મા આટલી ચિંતા ના કરે તો કોણ કરે? મને લાગે છે કે તારી તબિયત ઠીક નથી. જોને તારો ચહેરો કેવો લેવાઈ ગયો છે.’

માંડ માંડ ગુલાલે ચહેરાને સ્મિતનો નકલી મેકઅપ ચોપડ્યો. ટિપોય પર પડેલી પૂજાની થાળી ઊંચકી મમ્મીના હાથમાં મુકી અને બોલી, ‘અરે મારી મા, કંઈ નથી થયું. તું જા!’ આખરે કૌશલ્યાબહેન ચાલ્યાં ગયાં.

મલ્હાર પણ આજે વહેલો ઊઠી ગયો હતો. ગુલાલને હતું કે મલ્હાર એને બેરુખીનું કારણ પૂછશે . એટલે એણે કારણ પણ શોધી રાખ્યું હતું. ઓફિસ નીકળતી વખતે એણે મલ્હારને કહ્યું, ‘મલ્હાર, મારે તને એક વાત કરવી છે.’ ગુલાલના વાક્ય સાથે મલ્હારની હાર્ટબીટ હાઈ થઈ ગઈ. એને એમ કે ગુલાલને ચોક્કસ કંઈક ખબર પડી ગઈ લાગે છે. એણે ધડકતા હૃદયે કહ્યું, ‘હા, બોલને! શું વાત છે ?’

મલ્હાર, વાત એમ છે કે મેં એક વ્રત રાખ્યું છે. તું બધાંમાં માને છે કે નહીં ખબર નથી પણ મને વિશ્વાસ છે એટલે મેં એક વ્રત રાખ્યુ છે. મને એક મહારાજે તારી લાંબી ઉંમર માટે સવા મહિનાનું એક વ્રત આપ્યું છે. સવા મહિના સુધી હું એકટાણું કરીશ અને ત્યાં સુધી આપણે શરીરસંબંધ નહીં બાંધીએ. આઈ હોપ તું મને સાથ આપીશ !’

બોલતી વખતે ગુલાલની જીભે લોચા વળી રહ્યાં હતા. એને પોતાને બધી વ્રત-બ્રતની વાતો વાહિયાત લાગતી હતી. એક આધુનિક, સાઈબર કંપનીની સીઈઓ, યુવાન સ્ત્રી આવી વાત કઈ રીતે કહી શકે કે પતિની લાંબી ઉંમર માટે વ્રત કરવાનું અને સવા મહિના સુધી શરીર સંબંધ નહીં કરવાનો.

સામાન્ય પરિસ્થિતિમાં ગુલાલે વાત કરી હોત તો મલ્હાર પણ હસી હસીને બેવડ વળી ગયો હોત. પહેલાં તો એને પૂછત કે ભઈ, તારા ઉપવાસ કરવાથી મારી ઉંમર કઈ રીતે વધે મને તો સમજાતું નથી. તું મને એક વાતનો જવાબ આપ, તું તારી ગાડી સર્વિસ કરાવે અને મારી બગડેલી ગાડી દોડવા માંડે એવું બને ખરું ? તું તારો મોબાઈલ ચાર્જમાં મૂકે અને મારો મોબાઈલ ચાર્જ થાય એવું બને ખરું? ના બનેને ? તો પણ ના બને!

પણ પરિસ્થિતિ સામાન્ય નહોતી. મલ્હાર પણ ઈચ્છતો હતો. એને થયું ભગવાને એને સ્થિતિમાંથી ઉગારવા ગોઠવણી કરી હશે. એણે મનોમન ભગવાનને થેંક્સ કહ્યું અને બોલ્યો, ‘ગુલાલ, તારી શ્રદ્ધા છે તો હું આડે નહીં આવું. અને આમેય તું જે કરી રહી છે મારા માટે કરી રહી છે ને.’ ગુલાલને હાશકારો થયો.

મલ્હાર, તું ઓફિસ જા, હું આવું છું મારે જરા કામ છે.’ બહાર આવી જુદી ગાડીમાં બેસતા ગુલાલે કહ્યું. મલ્હાર પૂછી ના શક્યો કે શું કામ છે.‘.કે. કહી બીજી ગાડીમાં ગોઠવાઈ ગયો. બંને ગાડીઓ જુદી જુદી દિશામાં દોડી ગઈ.’

***

બપોરના સાડા બાર થયા હતા. ગુલાલ બે કલાકથી . ઝાલાની કેબિનમાં બેઠી હતી. .ઝાલા એને કહી રહ્યા હતા, ‘બેટા, તારા પર મેઈલ આવ્યો હતો સ્થળ અને વ્યક્તિ વિશેની માહિતી મળી ગઈ છે. મેઈલ થયો હતો દહેગામ પાસેના એરિયામાંથી. વ્યક્તિએ લેપટોપ પરથી ડેટા કાર્ડનો યુઝ કરીને મેઈલ કર્યો હતો. કાર્ડ હોલ્ડરના સરનામે અમે તપાસ કરી તો વ્યક્તિ સાણંદનો રહેવાસી હતો અને બે વર્ષ પહેલાં ગુજરી ગયો છે. અભણ હતો, એના ઘરે પણ કોઈ ભણેલું નથી. માત્ર એક વિધવા પત્ની છે અને એક દસ વર્ષની દીકરી.’

ગુજરી ગયો છે ?’ ગુલાલે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.

હા, એના ફોટા અને ડોક્યુમેન્ટ્સ પણ છે મારી પાસે.’ બોલીને . ઝાલાએ બૂમ મારી, ‘પંડ્યા, પેલા સેંધાજી ઠાકોરના ડોક્યુમેન્ટ્સની ફાઈલ લાવ તો જરા.’ . ઝાલાનો અવાજ કૂદીને અંદરના રૂમમાં ગયો અને કોન્સ્ટેબલ પંડ્યા ચોંકી ગયો. વખતે ડોક્યુમેન્ટ્સ કોઈને ફેક્સ કરી રહ્યો હતો. એણે ફટાફટ ફેક્સમાંથી કાગળ કાઢી લીધો અને ફાઈલમાં મૂકીને . ઝાલાના ટેબલ પર આપી આવ્યો. પાછા આવી ટોઇલેટમાં ઘૂસી ગયો અને કોઈને કોલ કર્યો, ‘સર, ફેક્સ અત્યારે નહીં થાય. હું તમને એની ઝેરોક્ષ આપી જઈશ. હું ફેક્સ કરતો હતો અને સાહેબે ફાઈલ મંગાવી. હું પકડાતાં પકડાતાં બચી ગયો.’

.કે. નો પ્રોબ્લેમ!’ એક બરફના ચોસલા જેવો ઠંડોગાર અવાજ કો. પંડ્યાના કાનમાં ઠલવાયો.

***

બપોરના સાડા ત્રણ થયા હતા. ‘સાયબર વર્લ્ડ પ્રા. લિની આલીશાન .સી કેબિનમાં બેઠેલો મલ્હાર ગુલાલના વિચારો કરી રહ્યો હતો. ક્યાં ગઈ હશે ? મારા પર શક તો નહીં ગયો હોયને ? હજુ કેમ ના આવી? અનેક પ્રશ્ર્નો એના મનમાં ઊભા થઈ રહ્યા હતા. ત્યાં એનો મોબાઈલ વાઈબ્રેટ થયો. નંબર જોતાં એને ધ્રૂજારી આવી ગઈ. પણ કોલ રિસીવ કર્યા વગર ચાલે તેમ નહોતું. એણે કોલ રિસીવ કર્યો, ‘હેલ્લો!’

હાય, ડાર્લિંગ ! આમ ઢીલો ઢીલો કેમ બોલે છે ? જોકે કારણ મને ખબર છે બકા ! આવી જા હોટેલ પેરામાઉન્ટ, રૂમ નંબર ત્રણસો ત્રણ..’

ડાર્લિંગ, અત્યારે ઓફિસમાં છું. રોજ આમ નીકળી જઈશ તો કોઈકને શક જશે.’

ડાર્લિંગ, ઓફિસ તારી છે. મન ફાવે ત્યાં ફર. અત્યારે તો તું આવી જા બસ. મને પણ કકડીને ભૂખ લાગી છે. મને ગુલાલ જેમ એકટાણું કરે ચાલે!’

મલ્હારે ના છૂટકે જવું પડ્યું. ચાર વાગે હોટેલ પેરામાઉન્ટના રૂમ નંબર ત્રણસો ત્રણમાં પહોંચ્યો ત્યારે એક કાતિલ રૂપ અને કાતિલ ઇરાદા ધરાવતી સ્ત્રી વેક્સ કરેલાં એના લાંબા લાંબા પગને માલિશ કરતી ડબલ બેડ પર બેઠી હતી. મલ્હારને જોતાં ઊભી થઈ ગઈ. સાડા પાંચે મલ્હાર હોટેલની બહાર નીકળ્યો. એને જોતાં એક બ્લેક કપડાંધારી માણસ ચોકન્નો થઈ ગયો. હાથમાંની સિગારેટ એણે સાઇડમાં ફેંકી દીધી અને એણે મલ્હારના ફોટા પાડી લીધા. પછી ફટાફટ હોટેલની અંદર દોડી ગયો.

ક્રમશ: