સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સે ક્યારેય તેના બાળકને નથી આપ્યો મોબાઈલ અને આપણે..?

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૧૮


 

શું તમે જાણો છો ? દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં બિલ ગેટ્સે પોતાનાં બાળકોને ૧૪ વર્ષની ઉંમર સુધી મોબાઈલ આપ્યો હતો. તેવી રીતે સ્ટીવ જોબ્સે ૨૦૧૧ના ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓએ પોતાનાં બાળકોને ક્યારેય પણ આઈપેડનો ઉપયોગ કરવા દીધો હતો.

દુનિયા આખીમાં મોબાઈલના ઉપયોગને લઈ ખૂબ રિસર્ચ થયાં છે, જેનાં પરિણામ સ્તબ્ધ કરી દે તેવાં આવ્યા છે. જે બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તે અન્ય બાળકોની તુલનામાં મોડું બોલવાનું શરૂ કરે છે. મહિનાથી વર્ષ સુધીનાં બાળકો પર કરેલ એક સર્વેમાં સ્થિતિ સામે આવી છે.

દર ૩૦ મિનિટના સ્ક્રીન ટાઇમથી ૪૯ ટકા અસર વધી જાય છે કે બાળક મોડું બોલવાનું ‚ કરશે. જ્યારે દુનિયાના જાણીતા (એડિક્શન) થેરાપિસ્ટ મેન્ડી સાલગિરીએ તો ત્યાં સુધી કહ્યું કે બાળકોને સ્માર્ટ ફોન આપવો એક ગ્રામ કોકેન આપવા બરાબર છે.