પ્રકરણ – ૨3 : આ ખેલ ખેલનારો વ્યક્તિ જુદો હતો, પાસા નાંખનારો વ્યક્તિ પણ જુદો હતો અને એ બંનેના આશય પણ જુદા હતા.

    ૦૬-સપ્ટેમ્બર-૨૦૧૮   



 

રાત્રે અગિયાર વાગ્યે મલ્હારના ફ્લેટનું બારણું ખૂલ્યું. ગુલાલે શરમાતાં શરમાતાં બહાર પગ મૂક્યો. એણે ઉન્માદના વાવાઝોડામાં ખસકી ગયેલી બિંદી પણ સરખી કરી લીધી હતી. બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું પણ પોતે વિંખાઈ ગઈ હતી. મલ્હાર કંઈ બોલતો નહોતો. એણે ચૂપચાપ ફ્લેટને તાળું માર્યું. બંને નીચે આવ્યાં અને ગાડીમાં ગોઠવાયાં. ગાડી હોટેલ તાજ તરફ દોડી ગઈ. એની પાછળ પાછળ બીજી પણ એક ગાડી દોડી રહી હતી.

ગુલાલ, આપણે અહીં મળ્યાં હતાં અને અહીં છૂટાં પડીએ છીએ.’ ગેટ વે ઓફ ઇન્ડિયાના ગેટ પર ગુલાલને આખરી વિદાય આપતાં મલ્હારે કહ્યું, ‘ દસ દિવસ મારી જિંદગીના શ્રેષ્ઠ દિવસો છે. હવે કદાચ મોત પણ આવી જાય તો…’

ગુલાલે એના હોઠ પર આંગળી મૂકી દીધી, ‘એવું ના બોલ, જુદાઈ તો મીઠી જુદાઈ છે. હવે મળીશું પછી ક્યારેય છૂટાં નહીં પડીએ. આઈ લવ યુ!’ ગુલાલના સંવાદોમાં, એની નજરોમાં, એના વર્તનમાં બધેથી એક નવોઢા ઝળકી રહી હતી. મલ્હારે ભીડની પરવા કર્યા વગર એને આલિંગનમાં જકડી લીધી. કપાળ પર ચુંબન કર્યું અને ગરદન પર હાથ ફેરવ્યો, ‘બાય, ડાર્લિંગ!’

બાય! હું મારા ડ્રાઇવરને કહું છું તને મૂકી જાય છે.’

ના, હું મારી રીતે જતો રહીશ. મને મારું એકાંત માણવા દે. તારા વિચારો સાથેનું એકાંત.’

ઈટ્સ, ઓકે..’ ગુલાલે બહુ આગ્રહ ના કર્યો, ‘બાય !’ લગ્નનું પહેલું આણું વળાવી પીયર જતી કોઈ નવોઢા જેમ ધીમે ધીમે તાજ હોટેલના ગેટમાં પ્રવેશી ગઈ. અલબત, અસંખ્યવાર પાછળ જોતાં જોતાં .

મલ્હાર ધીમી ચાલે ગેટ પર પાછો ફર્યો. ચાલતો ચાલતો બેસ્ટના બસ-સ્ટોપ તરફ જઈ રહ્યો હતો ત્યાંજ એની સાથે કોઈક અથડાયું. સામેના વ્યક્તિએ પણ સોરી કહ્યું અને મલ્હારે પણ સોરી કહ્યું અને બંને પોત-પોતાને રસ્તે ચાલ્યા ગયા. મલ્હાર બસ-સ્ટોપ તરફ અને પેલો વ્યક્તિ ખૂણામાં ઊભેલા યુવરાજ તરફ.

ક્યા બાત હૈ... તું વર્લ્ડ બેસ્ટ ચોર હૈ યાર! થેંક્સ... યે લે તેરે પૈસે.’ યુવરાજે પેલાને શાબાશી અને પૈસા આપી રવાના કર્યો. મલ્હાર ફલેટ પર આવ્યો ત્યારે એને ખબર પડી કે એનો મોબાઈલ ક્યાંક પડી ગયો છે.

***

રાત્રે ત્રણ વાગ્યે ફુલ દારૂ પીને યુવરાજ અને મનુ એમની ખોલીમાં બેઠા હતા. મનુ કહી રહ્યો હતો, ‘હવે શું કરવાનો ઇરાદો છે ?’ પીધેલી હાલતમાં પણ યુવરાજનું મગજ લથડિયા ખાધા વગર ચાલી રહ્યું હતું, ‘મારી સાયકોલોજી સાચી પડે તો મલ્હાર પાસે મોબાઈલ નથી એટલે વહેલી સવારે ગુલાલને મેઈલ કરવા જશે. અને ગુલાલ પણ અમદાવાદ પહોંચીને તરત મલ્હારનો કોન્ટેક્ટ કરશે. આપણે સાયબર શતરંજ જીતવી હશે તો બંને એકબીજાનો કોન્ટેક્ટ કરે પહેલાં પાસા નાખી દેવા પડશે. મલ્હાર જે સાયબર કાફે પર જાય છે નવ વાગે ખૂલે છે. સાયબર કાફે પહોંચે પહેલાં આપણે ગુલાલના નામે એને એક મેઈલ કરી દેવો પડશે.’

તું શું કરવા માગે છે મારી સમજમાં નથી આવતું !’

અને આવશે પણ નહીં. ચાલ ઊંઘી જા!’

અને એવું થયું. સવારે ગુલાલ અમદાવાદ પહોંચી પણ નહોતી પહેલાં યુવરાજે હેક કરીને મેળવેલા એના પાસવર્ડ દ્વારા એનું મેઈલ ઓપન કર્યું અને એના નામે મલ્હારને મેઈલ કરી દીધો, ‘ડિયર મલ્હાર, અહીં ભૂકંપ થઈ ગયો છે. સવારે આવીને તરત મેં મમ્મીને તારી સાથે જે કંઈ બન્યું વાત કરી... પણ કોઈ કાળે તારી સાથે મારા લગ્ન નહીં થવા દે. એણે તાત્કાલિક મારી સગાઈ નક્કી કરી દીધી છે. આવતી કાલે રાત્રે આઠ વાગે હું મુંબઈ આવી રહી છું. ગેટ વે ઓફ ઇન્ડિયા પર હું તારી રાહ જોઈશ. તું નહીં આવે તો દરિયામાં પડીને મરી જઈશ..... અને હા, એક વાત યાદ રાખજે, હવે આપણે મળીએ ત્યાં સુધી તું મારો બિલકુલ કોન્ટેક્ટ ના કરતો. મોબાઈલ, વોટ્સએપ, મેસેજ, મેઈલ કશું નહીં. મારા મેઈલ અને મોબાઈલ બંને પર અત્યારે જાસૂસી ગોઠવાઈ ગઈ છે. જો લોકોને થોડો પણ શક જશે કે હું તારી સાથે ભાગી જવાની છું તો લોકો મને રૂમની બહાર નહીં નીકળવા દે. માટે પ્લીઝ, કોન્ટેક્ટ ના કરીશ. હું મુંબઈ આવી રહી છું. મને ખબર નહીં વિશ્વાસ પણ છે કે તું આવીશ... જરૂર આવીશ...’

યુવરાજે વિચાર્યું હતું એમ મલ્હાર ઊઠીને તરત સાયબર કાફે પહોંચી ગયો. ગુલાલની એક રાતની જુદાઈ એનાથી માંડ માંડ વીતી હતી. મોબાઈલ પણ ગુમ થઈ ગયો હતો. એકદમ અધીરતાથી એણે મેઈલ ઓપન કર્યો અને જાણે ભૂકંપ થયો, ગુલાલનો મેઈલ વાંચી થથરી ગયો. ગુલાલની હાલત અત્યારે શું હશે કલ્પના કરીને એને તો કંપારી છૂટવા લાગી હતી. ગુલાલનો કોન્ટેક્ટ કરવા એનું મન તરસી રહ્યું હતું પણ ગુલાલે કોન્ટક્ટ કરવાની સૂચના આપી હતી એટલે કંઈ ના કરી શક્યો. બસ, એટલું નક્કી કર્યું કે કાલે ગુલાલને લેવા ગેટ વે ઓફ ઇન્ડિયા જવું. બસ એકવાર પાસે આવી જાય પછી આખી દુનિયામાં કોઈની તાકાત નથી કે એને પોતાની પાસેથી છીનવી લે.

બાજુ અમદાવાદ આવીને મલ્હારનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતી ગુલાલ પણ અધીરી થઈ હતી. પણ મલ્હારનો મોબાઈલ પણ સ્વીચઓફ હતો અને મેઈલના જવાબ પણ નહોતો આપતો. પણ એને બિચારીને ખબર નહોતી કે કેવી સાયબર નેટમાં ફસાઈ ગઈ હતી. યુવરાજે એનો એકે ય ઓરિજનલ મેઈલ યુવરાજ સુધી પહોંચવા નહોતો દેતો અને ગુલાલનાં જવાબ પછી તો મલ્હાર સુન થઈ ગયો હતો. માત્ર આવતી કાલની રાહ જોયા કરતો હતો.

ગુલાલે આઠ વાગે ભાગીને ગેટ વે ઓફ ઇન્ડિયા પર મળવાનો વાયદો કર્યો હતો. મલ્હાર વાગ્યાથી ત્યાં ઊભો રહી ગયો હતો. ક્યાંક ગુલાલ વહેલી આવી જાય તો એને રાહ ના જોવી પડે. સાડા સાત થયા હતા. એના મનની અધીરાઈ વધતી જતી હતી. આસપાસની ભીડમાં એની જિંદગીનો ગુલાબી રંગ શોધવા ફાંફાં મારી રહ્યો હતો. ત્યાં કોઈએ આવીને એના ખભા પર હાથ મૂક્યું, ‘આપનું નામ મલ્હાર ?’ મનુ હતો. યુવરાજની ચાલ એકદમ પરફેક્ટ હતી. ધારતો હતો એમ થઈ રહ્યું હતું. મલ્હારે ડોકું ધુણાવતાં કહ્યું, ‘હા, હું મલ્હાર, બોલો શું કામ હતું ?’

ત્યાં પેલી ગાડીમાં ગુલાલ મેડમ આપની રાહ જોવે છે. કદાચ એમની મમ્મીના માણસો પીછો કરતા અહીં સુધી આવી ગયા હોય એટલે નીચે નહીં ઊતરે. તમે જલદી કરો. બધું ગોઠવાઈ ગયું છે. ચાલો!’

હેં... ગુલાલ આવી ગઈ!’ મલ્હાર ઝડપથી ગાડી તરફ દોડ્યો. મનુ એની પાછળો પાછળ હતો. ગાડી પર બ્લેક ફિલ્મ લગાવેલી હતી. અંદરનું કંઈ દેખાઈ શકે એમ નહોતું. મલ્હાર ગાડી પાસે ગયો તરત ગાડીનો દરવાજો ઓપન થયો અને કોઈએ એને અંદર ખેંચી લીધો. તરત મનુ પણ ગોઠવાઈ ગયો અને ગાડી ફુલ સ્પીડે ભાગી છૂટી.

અંદર ગુલાલને ના જોઈને મલ્હાર ગભરાઈ ગયો, ‘કોણ છો તમે? ગુલાલ ક્યાં છે?’

ગુલાલને જોવી છે ને તારે ? થોડી વાર રોકાઈ જા, જોરદાર બતાવીશ.’ યુવરાજે મોંમાંથી વિકૃતિ ઓકી.

મલ્હાર રાડો પાડતો રહ્યો, કરગરતો રહ્યો પણ કોઈ એની એક પણ વાતનો જવાબ નહોતું આપતું. આખરે યુવરાજ એને એક અવાવરુ ખંડેરમાં લઈ ગયો અને બાંધી દીધો. પછી હુકમ કર્યો કેતારા મકાનમાલિક, કંપની અને દોસ્તોને ફોન કરી દે કે તું થોડા દિવસો માટે બહાર જાય છે. તારાં માતા-પિતાનો કંઈક પત્તો મળ્યો છે માટે પૂના જાય છે.’ મલ્હારે પહેલાં તો ઘસીને ના પાડી. આખરે યુવરાજે એને એનો અને ગુલાલનો ન્યૂડ વિડિયો બતાવવો પડ્યો. મલ્હારના શરીરે પરસેવો વળી ગયો. સમજી ગયો કે એમની સાથે કોઈ ભયંકર રમત રમાઈ રહી છે.

યુવરાજે એને પૂછ્યું, ‘દોસ્ત, કેવો લાગ્યો વિડિયો! મજા આવીને ? હવે જો તું ફોન નહીં કરે તો વિડિયોની મજા આખી દુનિયા માણશે. હું અત્યારે વિડિયો વાઈરલ કરી દઈશ.

મલ્હાર પાસે ઝૂક્યા સિવાય કોઈ છૂટકો નહોતો. એણે ફોન કરવા માટે હા પાડી. પછી યુવરાજે મનુને કહ્યું, ‘મનુ, મને એક વિચાર આવે છે. માણસ અહીંથી કોલ કરશે તો મોબાઈલ ટ્રેસ થાય તો આપણે પકડાઈ જઈએ. પહેલાં એને અહીંથી ખૂબ દૂર લઈ જઈએ અને ત્યાંથી કોલ કરાવી પાછો લઈ આવી અહીં બાંધી દઈએ.’

મનુને વાત સાચી લાગી. તરત બંને મલ્હારને લઈને દૂરના એક સ્થાને ગયા. ત્યાં જઈ યુવરાજે એના હાથમાં એનો મોબાઈલ થમાવ્યો. મલ્હાર મોબાઈલ જોઈને ચમક્યો. એનો મોબાઈલ હતો. સમજી ગયો કે ગેઈમ બહુ મોટી છે અને ખતરનાક છે. એણે જરાય ચૂં કે ચાં કર્યા વગર એના બધાં લાગતા વળગતાંને ફોન કરીને કહી દીધું કે એનાં માતા-પિતાનો પત્તો લાગ્યો છે માટે થોડા દિવસ માટે પૂના જાય છે. ક્યારે પાછો આવશે નક્કી નથી. યુવરાજે તરત મોબાઈલ પાછો લઈને કાર્ડ કાઢીને તોડી નાંખ્યું અને જંગલમાં ફેંકી દીધું.

***

દિવસ વીતી ગયા હતા. અમદાવાદમાં બેઠેલી ગુલાલ પરેશાન હતી. મલ્હારના સંપર્ક વગર ગાંડા જેવી થઈ ગઈ હતી. અંતરા એને આશ્વાસન આપતી હતી. અવનવા વિચારો ગુલાલને ઘેરી રહ્યા હતા. શું થયું હશે મલ્હારને ? મારા વિશે કંઈ ખરાબ વિચારી બેઠો હશે ? કેમ મેઈલના પણ જવાબ નથી આપતો ? મોબાઈલ કેમ સ્વીચ ઓફ છે ?

યુવરાજે દિવસ સુધી રાહ જોઈ. રાહ નહીં પણ તેલ અને તેલની ધાર જોઈ. કંઈ જોખમ જેવું ના લાગ્યું એટલે છઠ્ઠા દિવસે એણે મલ્હારનું મેઈલ ઓપન કરી એમાંથી ગુલાલને એક લેટર વિથ વિડિયો સેન્ડ કરી દીધો,

હાય ગુલાલ, હાઉ આર યુ!’

પહેલાં તો સોરી કે આજે - દિવસથી હું તને કોઈ મેઈલ ના કરી શક્યો. તારી સાથેના દસ દિવસ મને પણ ઊંઘવા દેતા નથી. તારી સાથે છેલ્લા દિવસે માણેલી ક્ષણો... સાથે હું એની વિડિયો ફાઈલ પર મોકલું છું. જોઈ લેજે!... હું જો આને વાઈરલ કરી દઈશ તો આખી દુનિયાને ગમશે. પણ તું જો ઇચ્છતી ના હોય તો મને એક કરોડ આપવા પડશે. નાનકડી રકમ ક્યાં અને કેવી રીતે પહોંચાડવાની છે હું તને પછી જણાવીશ. તારો એક રાતનો હસબન્ડ મલ્હાર.

ગુલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. બધું ખતમ થઈ ગયું હતું. માત્ર ગુલાલનું હાર્ટ બ્રેક થયું હોત તો વાંધો નહોતો પણ અહીં તકલીફ હતી કે ગુલાલ આખેઆખી બ્રેક થઈ ગઈ હતી. જ્યાંથી બ્રેક ના થવી જોઈએ ત્યાંથી પણ ! યુવરાજની ચાલ કામિયાબ થઈ હતી. એણે બહુ સિફતથી આખોયે ક્રાઇમ મલ્હારના માથે ચડાવી દીધો હતો. ગુલાલના માટે તો મલ્હાર મોટો ફ્રોડ સાબિત થયો હતો.

***

બીજા ચારેક દિવસ વીતી ગયા. કંઈ અજુગતું નહોતું થયું એટલે યુવરાજની હિંમત ઔર વધી ગઈ હતી. દસમા દિવસે એણે ફરીવાર મલ્હારના મેઈલ આઈ.ડી. પરથી મેઈલ કર્યો, ‘ગુલાલ મેડમ, કેમ છો? આજે તમે મને પૈસા આપી દો એટલે વાત પતે. અત્યારે સાડા વાગ્યા છે. બરાબર દોઢ કલાક પછી પૂરા એક કરોડ રૂપિયા લઈને ગાંધીનગર-મહુડી ચાર રસ્તા પર આવી જા.’

ગુલાલ પાસે કોઈ રસ્તો નહોતો. બરાબરની જાળમાં ફસાઈ ગઈ હતી. કોઈને પણ કહ્યા વગર તરત પૈસા લઈને નીકળી ગઈ. એના મનમાં તો એમ હતું કે એના દગાબાજ પ્રેમી મલ્હારને પૈસા આપવા માટે જઈ રહી છે. પણ ખરો ખેલ તો બીજો કોઈ ખેલી રહ્યો હતો. જેની એને બહુ મોડી ખબર થવાની હતી. એને તો ખ્યાલ પણ નહોતો કે આખી ગેઈમ જરા જુદા પ્રકારની છે. ખેલનારો વ્યક્તિ પણ જુદો છે, પાસા નાંખનારો વ્યક્તિ પણ જુદો છે અને બંનેના આશય પણ જુદા છે. અને આખીયે રમતથી ફક્ત એક જણ વાકેફ હતો, સમય. અને સમય ઇચ્છે ત્યારે રમત અને રમનારાની બધાને જાણ થવાની હતી.

ક્રમશ: