ઈન્ટરિમ બજેટ એટલે શું? ઈન્ટરિમ બજેટ ૨૦૧૯ની મહત્વની ૧૮ બાબતો….

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૧૯   

 
ઈન્ટરિમ બજેટ એટલે શું?

બંધારણ મુજબ કેન્દ્ર સરકારે દર વર્ષે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરવાનું હોય છે. જેમાં સરકારે વર્ષ દરમિયાન કેટલી આવક થઈ અને કેટલો ખર્ચ થયો તેનો હિસાબ આપવાનો હોય છે. આ બજેટ દર વર્ષે ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે છે.
 
હવે સરકાર આખા વર્ષનું અથવા થોડા સમય માટેનું બજેટ રજૂ કરી શકે છે. જો સરકાર થોડા સમય માટેનું બજેટ રજૂ કરે તો તેને વચગાળાનું બજેટ એટલે કે ઈન્ટરિમ બજેટ કહેવાય છે. જે આજે મંત્રી પીયુષ ગોયલે સંસદમાં રજૂ કાર્યું છે…જાણો આ વચગાળાના બજેટની કેટલીક મહત્વની બાબતો…

ઈન્ટરિમ બજેટ ૨૦૧૯ની મહત્વની ૧૮ બાબતો….

#૧ હવે પાંચ લાખની આવક સુધી કોઇ ટેક્શ ભરવો નહિ પડે
 
#૨ ૫ થી ૧૦ લાખની આવક પર ૨૦ ટકા ટેક્સ
 
#૩ ખેડૂતોને વર્ષે ૬૦૦૦ રૂપિયાની મદદ જે ૧ ડિસેમ્બર ૨૦૧૮થી મળવાની શરૂ થઈ જશે
 
#૪ ૨૦૦૦ રૂપિયાનો પહેલો હપ્તો ખૂબ ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે
 
#૫ કુદરતિ આપત્તિમાં નુકશાન થયું હોય તેવા ખેડૂતોને વ્યાજ પર ૫ ટકાની છૂટ
 
#૬ ગાયોની સુરક્ષા માટે રાષ્ટ્રીય કામધેનું યોજના
 
#૭ રાષ્ટ્રીય ગોકૂલ મિશન માટે દર વર્ષે ૭૫૦ કરોડ રૂપિયાનું બજેટ
 
#૮ પશુપાલન, મત્સ્ય પાલન માટે લીધેલ કર્જના વ્યાજ પર ૨ ટકાની છૂટ
 
#૯ ગર્ભવતી મહિલાઓ માટે પીએમ માતૃ યોજના
 
#૧૦ ઓછા પગારદારો માટે ગેરેન્ટેડ પેન્સન યોજના
 
#૧૧ શ્રમિકોનું બોનસ વધારીને ૭૦૦૦ કરવામાં આવ્યું
 
#૧૨ ગ્રેજ્યુઈટીની સીમા ૧૦થી વધારીને ૨૦ સુધીની કરવામાં આવી
 
#૧૩ કર્મચારીનું મૃત્યુ થવા પર EPF ૨.૫ લાખથી વધારીને ૬ લાખ કરવામાં આવ્યું
 
#૧૪ ૧૦ કરોડ મજૂરોને આ યોજનાનો લાભ મળશે
 
#૧૫ પહેલી વાર ૧૦ વર્ષના વિસન સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું
 
#૧૬ ગ્રામિણ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવું બજેટ
 
#૧૭ ૨૦૨૨ સુધીમાં સપૂર્ણ સ્વદેશ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવાની તૈયારી
 
#૧૮ ૨૦૩૦ સુધી સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતીકારી બદલાવ આવે તેવી તૈયારી દર્શાવતું બજેટ