આ રહ્યા અસલી ગલી બોય જેમના સંઘર્ષ પરથી બન્યું છે રણવીરનું “ગલી બોય” ફિલ્મ

    ૧૮-ફેબ્રુઆરી-૨૦૧૯

 

અપના ટાયમ આયેગા

 
૧૪ ફેબ્રુઆરીએ રણવીર સિંહનું ‘ગલી બોય’ ફિલ્મ આવી ગયું છે. અનેક રેકોર્ડ આ ફિલ્મે કર્યા છે. એક યુવા પોપ સિંગરનો સંઘર્ષ યુવાનોને ખૂબ પસંદ પડી રહ્યો છે. તેના ગીતો, સંવાદો યુવાનોમાં ફેમસ થયા છે.
 
“અપના ટાયમ આયેગા” આ ફિલ્મની ટેગ લાઇન છે. આ ટેગ લાઇન જ કઈ જાય છે કે આ પ્રેરણાત્મક અને સઘર્ષમય પાત્ર પર આધારીત ફિલ્મ છે. અને વાત પણ સાચી જ છે. કેમ કે આ મુંબઈના બે દેસી રેપર્સ Naezy અને Divine ના જીવન પર આધારિત છે. જેમનો સંઘર્ષ પણ આવો જ છે…

ઈન્ડિયન રૈપ અને હિપહોપની નવી વ્યાખ્યા આપી

 
આ બન્ને યુવાનોને હિપહોપ અને ઈન્ડિયન રૈહને નવી ધાર આપવાનો શ્રેય જાય છે. પંજાબી રૈપની જેમ આ યુવાનોના ગીતોમાં ગાડી, દારૂ, મહિલા નહી પણ સામાન્ય માણસ કેન્દ્રમાં હોય છે. સામાન્ય માણસની વાત, ગરીબી, સંઘર્ષ, સિસ્ટમ સામે ફરિયાદ…આ વિષયોને લઈને તેઓ ગીતો બનાવે છે. જેની સાથે સામાન્ય માણસ અને યુવાનો ઝડપથી જોડાય જાય છે. મુંબઈમાં આ બન્ને યુવાનો રહે છે અલગ અલગ પણ રૈપ સોંગે આ યુવાનોને એક કર્યા છે.
 
 
 

Neezy સાથે મળીને “મેરી ગલી મે” રૈપ સોંગ તૈયાર કર્યું. 

 
Divineનું અસલી નામ વિવિયન ફર્નાડિસ છે જે મુંબઈના સ્લમ એરિયામાં આવેલ જેબીનગરમાં રહે છે. તેના ગીતો સામાન્ય માણસ વચ્ચે એટલા પ્રખ્યાત થયા કે વર્ષ ૨૦૧૧માં બીબીસીના Fire In The Booth Series રેડિયો પ્રોગ્રામમાં ભાગ લેનાર તે પહેલો ભારતીય બન્યો હતો. Divene ત્યારે લોકોમાં પ્રખ્યાત થયો જ્યારે તેણે Neezy સાથે મળીને “મેરી ગલી મે” રૈપ સોંગ તૈયાર કર્યું. આ પહેલા તેમનું “જંગલી શેર” નામનું રૈપ સોંગ પણ ખૂબ હિટ થયુ હતું.
  

ગીત તેણે પોતાના મોબાઈલથી શૂટ કર્યુ હતું. જે યુટ્યુબ પર ખૂબ જોવાયું 

 
Naezy નું અસલિ નામ નાવેદ શેખ છે. ૧૩ વર્ષની ઉમરમાં જ તેણે આવા ગીતો બનાવી ગાવાનું શરૂ કરી દીધું હતું. તેણે કુર્લાની એક ચાલીમાં ફેમસ રૈપર Sean Paul નું ટેમ્પ્રેચર નામનું ગીત સાંભળ્યુ હતું. આ ગીત સાંભળ્યા પછી તે ગીત તેને ગાવાનું મન થયુ. તેણે આ ગીત ફરી ગાયું અને લોકોને ગમ્યુ પણ ખરું. પછી તો તેને આ કામમાં મજા આવવા લાગી અને તેણે નક્કી કરી લીધું કે આ કામમાં જ આગળ વધવું છે. પ્રેક્ટીસ કરી ખૂબ મહેનત કરી અને પોતાનું એક ગીત “આફત” બનાવ્યું. આ ગીત તેણે પોતાના મોબાઈલથી શૂટ કર્યુ હતું. જે યુટ્યુબ પર ખૂબ જોવાયું. યુવાનોને ખૂબ ગમ્યું. પછી તેની સફળતાની કહાની તમને અનેક ડોક્યુમેન્ટ્રીમાં યુટ્યુબ પર આજે જોવા મળે છે.
 
 
 
મહત્વની વાત તો એ છે કે ગલી બોય માટે રણવીર સિંહને આ બે અન્ડરગ્રાઉન્ડ રીયલ ગલી બોય્સએ ટ્રેનીંગ આપી છે કે જેથી તે પોતાનું પાત્ર ફિલ્મા યોગ્ય રીતે ભજવી શકે.