કેટલાય ગાજી આવ્યા અને ગયા, ચિંતા ન કરો – ભારતીય સેના

    ૧૯-ફેબ્રુઆરી-૨૦૧૯

 
જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આંતકી હુમલા અને ત્યારબાદ થયેલા એન્કાઉન્ટર બાદ આજે સુરક્ષાદળોએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં ર્કોર્પ્સનાં લેફ્ટિનેંટ કર્નલ જનરલ કેજીએલ ઢિલ્લનને જણાવ્યું કે,
 
સુરક્ષાબળોએ 100 કલાકની અંદર અંદર પુલવામા હુમલાનાં માસ્ટરમાઈન્ડ કામરાનને ઠાર માર્યો હતો.
 
સાથે જ તેમણે આ કોન્ફરન્સમાં ઘાટીનાં પથ્થરબાજોને પણ ચેતવણી આપી હતી.
 
પત્થરબાજોને સેનાની આખરી આકરી ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી, પસંદ કરી લો
 
અમે લોકો છેલ્લા ઘણા સમયથી જૈશએ મોહમ્મદનાં આંતકીઓ પર બાજનજર રાખીને બેઠા હતા.
 
કેટલાય ગાજી આવ્યા અને ગયા, ચિંતા ન કરો.
 
કશ્મીરમાં જે બંધૂક ઉઠાવશે તે માર્યો જશે.
 
ઘાટીમાં જે ઘુષણખોરી કરશે તે માર્યો જસે.
 
જૈસ-એ-મોહમ્મદ પાકિસ્તાનનું બચ્ચું છે.
 
આઈએસઆઈ અને પકિસ્તાનની સેનાનો સાથ છે જૈસ-એ-મોહમ્મદને.
 
પાકિસ્તાનની સેના જ ઘાટીમાં આતંકવાદીઓ મોકલી રહી છે.
 
ગાજી રાશિદને આઈએસઆઈ તરફથી સંદેશા મળતા હતા.
 
જૈસ-એ-મોહમ્મદના ત્રણ આતંકી રાશિદ, કામરાન અને હલાહ મર્યા ગયા છે.
 
પ્રેસ કોન્ફરન્સમાં CRPF, જમ્મુ-કાશ્મીર પોલીસનાં વડા અધિકારીઓ હાજર રહ્યા હતા.