અભિનંદન- આવતી કાલે વીંગ કમાન્ડર અભિનંદન ભારતમાં હશે

    ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૯

 
પાકિસ્તાનની સંસદમાંથી ભારતીયો માટે સુખદ સમાચાર આવ્યા છે. પાકિસ્તાનમાં બંદી બનેલ વીંગ કમાન્ડર અભિનંદન આવતી કાલે ભારત પહોંચી જશે. આ વાત ખૂદ પાકિસ્તાનના મુખ્યમંત્રી ઇમરાન ખાને તેમની સંસદમાં કહ્યું છે.
તમને જણાવી દઈએ કે વિપક્ષના કહેવાથી આજે પાકિસ્તાનની સંસદમાં જોઇન્ટ પાર્લિયામેન્ટ સેશન બોલાવવામાં આવ્યું હતું. તેને સંબોધતા ઇમરાન ખાને આ વાત કહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે ભારતમાં ઇલેશન હોવાથી એવું લાગતું હતું કે કંઇક થવાનું છે. અને પુલવામાં હુમલો થયો. અને આ હુમલાના ૩૦ મિનિટ પછી તેનો આરોપ પાકિસ્તાન પર નાખવામાં આવ્યો જે ખોટું છે.
 
તેમણે કહ્યું કે બે પરમાણું શક્તિવાળા દેશો વચ્ચે યુદ્ધ શક્ય નથી. યુદ્ધનું ન વિચારવું જોઇએ. પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે. વાતચીતથી કામ આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે લડાઈથી કોઇને કંઇ મળવાનું નથી. અમે ભારત સાથે દરેક મોર્ચે વાતચીત કરવા તૈયાર છીએ.
 
અમે શાંતિ સ્થાપિત કરવા ભારતના પાયલોટને કાલે છોડી રહ્યા છીએ.