૪૦૦ વર્ષ જૂના બોનસાઈ વૃક્ષની ચોરી, માલિકની ચોરને ભાવુક અપીલ

    ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૯   


તાજેતરમાં જાપાનમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં રાજધાની ટોક્યો નજીકના વિસ્તારના એક બગીચામાંથી ૪૦૦ વર્ષ જૂના બોનસાઈ વૃક્ષ સહિત અન્ય સાત વૃક્ષોની ચોરી થઈ હતી. જેની કુલ કિંમત ૧૮ હજાર ડૉલર એટલે કે અંદાજિત ૮૩ લાખ રૂપિયા થાય છે. એક સ્પર્ધા માટે રાખવામાં આવેલ ૪૦૦ વર્ષ જૂના બોનસાઈ વૃક્ષની ચોરીથી તેના માલિક એટલા ભાવુક થઈ ગયા હતા કે, તેઓએ ચોરને અપીલ કરી હતી કે, અમે ઝાડની બાળકની જેમ માવજત કરી છે માટે તમે પણ એની બરાબર સંભાળ રાખજો. માલિકે તેની સંભાળ રાખવાની રીતો પણ જણાવી હતી.