અભિનંદનને પાકિસ્તાને છોડવો જ પડશે, જાણો જિનિવા કન્વેન્શનના નિયમો શું કહે છે?

    ૨૮-ફેબ્રુઆરી-૨૦૧૯

 
 
પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય લાપતા પાયલોટ અભિનંદન વર્થમાન અમારી પાસે છે. જિનીવા કરારનું ઉલ્લઘંન કરી પાકિસ્તાને આ પાયલોટના ફોટો અને વીડિયો પણ વાઈરલ કર્યા છે. હવે જો આ પાયલોટ અભિનંદન જ હોય તો તે યુદ્ધકેદી ગણાય અને તેને પાકિસ્તાન વધારે સમય બંદી બનાવી રાખી ન શકે કારણ કે વર્ષ ૧૯૫૧માં પાકિસ્તાને જિનીવા કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા હતા, અને આ જિનીવા કન્વેન્શનના નિયમો જોઇએ તો આપણા અભિનંદનને છોડવા સિવાય પાકિસ્તાન પાસે કોઇ વિકલ્પ નથી.
 

જાણો જિનીવા કન્વેન્શનના નિયમો શું કહે છે?

 
યુદ્ધકેદીઓના અધિકારો માટે જિનીવા કરાર (પ્રિઝનર્સ ઑફ વૉર) તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં યુદ્ધ દરમિયાન કેદી બનેલા સૈનિકો માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં પાકિસ્તાન સહિત દુનિયાના દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ સંદર્ભે માનવતાને માટે પહેલી સંધિ ૧૮૬૪માં થઈ હતી. ત્યાર પછી બીજી સંધિ ૧૯૦૬માં અને ત્રીજી સંધિ ૧૯૨૯માં થઈ. બીજા વિશ્વયુદ્ધ પછી ૧૯૯૪માં ૧૯૪ દેશોએ એક સાથે મળીને ચોથી સંધિ કરી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે યુદ્ધકેદીઓ સાથે કેવો વર્તાવ કરવો જોઇએ. આ માટે નિયમો પણ બન્યા જે આ પ્રમાણે છે….
 

 
 
# ૧૨ ઓગષ્ટ ૧૯૪૯ના રોજ પ્રિઝનર્સ ઑફ વૉર (POW) એટલે કે યુદ્ધકેદીના અધિકારો અને માનવીય મૂલ્યોની રક્ષા માટે જિનીવા કન્વેન્શનમાં નિયમો બનાવવામાં આવ્યા છે.
 
# ત્રણ સંધિ અને ત્રણ એડિશનલ પ્રોટોકોલ વાળી આ જિનીવા કન્વેન્શનનો હેતુ માનવીય મૂલ્યોને જાળવી રાખવાનો છે. આ સંધિ આખી દુનિયામાં માન્ય છે
 
# બે દેશોની વચ્ચે ટકરવની સ્થિતિમાં સ્થાનિક લોકો સાથે અમાનવીય વ્યવહાર ન થવો જોઇએ.
 
# આવી કોઇ પણ સ્થિતિમાં સામાન્ય નાગરિક પર કોઇ પણ પ્રકારનો અત્યાચાર ન થવો જોઇએ.
 
# યુદ્ધ દરમિયાન સૈનિક પકડાય તો તેને કોઇ શારીરિક વેદના ન આપી શકાય
 
# મૃત સૈનિકના શરીર સાથે કોઇ છેડછાડ કે ક્ષત-વિક્ષત ન કરી શકાય.
 
# આ કન્વેન્શન મુજબ યુદ્ધકેદીના ચિત્ર, વીડિયો કે તેમની સાથે જોડાયેલી ચીજો જાહેર ન કરી શકાય.
 
# યુદ્ધ કેદી સાથે અમાનવીય વર્તન ન કરી શકાય., તેને ટોર્ચર ન કરે શકાય.
 
# યુદ્ધ કેદી માત્ર પોતાનું નામ, સીરિયલ નંબર અને પોઝિશન જ જણાવી શકે છે. યુદ્ધ કેદીને તેની જાતિ, ધર્મ, રંગ-રૂપ વિષે ન પૂછી શકાય.
 
# યુદ્ધકેદીના અધિકારોનું હનન થાય તો યુદ્ધ કેદી પકડનાર દેશ તેની વિરુદ્ધ સંભવિત યુદ્ધ અપરાધ અંતર્ગત કેસ ચલાવી શકે છે.
 
# યુદ્ધકેદી જે દેશમાં બંદી હોય પછી તે કેદીની ખાવા-પીવા અને સુરક્ષાની જવાબદારી તે દેશની હરે છે.
 
# યુદ્ધ પૂર્ણ થતા કેદીને છોડીને તરત જ તેના દેશ મોકલી આપવો જોઈએ.