ચીનની અવળચંડાઈ – ચીને એકવાર ફરીથી આતંકી મસૂદ અઝહરને બચાવી લીધો છે

    ૧૪-માર્ચ-૨૦૧૯

 

અઝહર મસૂદને વૈશ્વિક આતંકી જાહેર ન થવા દીધો

 
ભારતના વિદેશ મંત્રાલયે જૈશ-એ-મોહમ્મદના હર્તાકર્તા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની દરખાસ્ત પર ચીન દ્વારા વીટો લગાવવાને લઈને પ્રતિસાદ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે," અમે નિરાશ છીએ, પણ મસૂદ અઝહરની બાબતમાં અમે બધા ઉપસ્થિત વિકલ્પો પર આગળ પણ કામ કરતા રહીશું. અમે એ સુનિશ્ચિત કરીશું કે ભારતીય નાગરિકો પર થયેલ હુમલામાં સામેલ આતંકીઓને ન્યાયિક અદાલતમાં મૂકવામાં આવી શકે.
 
" વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)માં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્તના રદ્દ થયા પછી કહ્યું કે અમારી લડાઈ ચાલુ રહેશે. મસૂદ અઝહર ભારતમાં થયેલ ઘણા આતંકી હુમલાઓમાં સામેલ હતો. તેને આતંકવાદી જાહેર કરવા માટે અમે દરેક સંભવ રસ્તો અપનાવશું.
 
મંત્રાલયે કહ્યું કે અમે એ દેશોના આભારી છીએ જેમણે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાની પૂરી પ્રક્રિયામાં અમને સાથ આપ્યો છે. નોંધનીય છે કે અઝહરને યુએનએસસીની 1267 પ્રતિબંધ સમિતિ હેઠળ પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા તરફથી 27 ફેબ્રુઆરીએ રાખવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ પર ચીન દ્વારા વીટોનો ઉપયોગ કરવામાં આવવાથી પસાર થઇ શક્યો ન હતો.
 

ચીને ચોથીવાર મસૂદને બચાવ્યો

 
યુએનએસસીના સભ્યદેશોની સંખ્યા 15 છે. આમાંથી પાંચ દેશ-અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, રશિયા અને ચીન સ્થાયી સભ્યો છે. સ્થાયી સભ્યોને વીટોનો અધિકાર હોય છે. આ ચોથી વાર છે કે અઝહર મસૂદ ચીનના વીટો લગાડવાથી આતંકવાદી જાહેર થવામાંથી બચી ગયો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર 14 ફેબ્રુઆરી એ થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહિદ થઇ ગયા હતા જેની જવાબદારી મસૂદ અઝહરે લીધી હતી.
 
 

Masood Azhar વૈશ્વિક આતંકી જાહેર થયો હોત તો તેના પણ આ પ્રતિબંધ લાગ્યા હોત…

# દુનિયાના દેશોમાં મસૂદ અઝહરના પ્રવેશ પર પ્રતિબંધ લાગ્યો હોત.
# વિશ્વના દેશોમાં ચાલતી મસૂદની આર્થિક ગતિવિધિઓ પર પ્રતિબધ લાગેત.
# મસૂદના બેંક એકાઉન્ટ્સ અને પ્રોપર્ટીને UNના બંધા દેશો ધીલ મારી  દેત.
# મસૂદ અઝહર સાથે સંબંધિત વ્યક્તિઓ અથવા તેની સંસ્થાઓને કોઇ મદદ ના મળે.
# પાકિસ્તાને પણ મસૂદ વિરૂદ્ધ આર્થિક પ્રતિબંધો લગાવવા પડ્યા હોત.
# પ્રતિબંધ બાદ પાકિસ્તાને મસૂદ અઝહરના ટેરર કેમ્પ અને તેના મદરેસાને પણ બંધ કરવા પડ્યા હોત.