લાલ બહાદૂર શાસ્ત્રીજીને કોણે માર્યા હતા? ધી તાશકંદ ફાઈલ્સનું ટ્રેલર આવ્યું છે

    ૨૫-માર્ચ-૨૦૧૯

 
 
ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુ પર એક ફિલ્મ બની છે. ફિલ્મનું નામ છે ધી તાશસ્કંદ ફાઈલ્સ. તેનું ટ્રેલર આજે જ આવ્યું છે.
 
૨ મિનિટ ૪૪ સેકન્ડના આ લાંબા ટ્રેલરની શરૂઆતથી લઈને અંત સુધી એક જ વાત થઈ રહી છે કે શાસ્ત્રીજીને માર્યા કોણે? તેમનું મૃત્યુ કેવી રીતે થયું? ટ્રેલરમાં દમદાર ડાયલોગ છે. દમદાર એક્ટીંગ પણ જોવા મળી રહી છે.
 
ભારતની નવી પેઢી શાસ્ત્રીજીને ઓળખે છે પણ તાશસ્કંદ કરાર પછી શાસ્ત્રીનું મૃત્યું થયુ હતું તે સમયની સ્થિતિ, તે કરાર વિષે ઓછી જાણકારી યુવાઓ જોડે છે.  કેમ કે તેના પર વધારે ચર્ચા પણ થઈ નથી. પણ આ ફિલ્મ આવી ગયું છે ને! હવે એ બધા પર ચર્ચા થસે.
 
આ ફિલ્મમાં શાસ્ત્રીજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું તેનો જવાબ મળશે કે કેમ? પણ નક્કી આજની યુવા પેઢીને શાસ્ત્રીજી વિષે તેમના મૃત્યું વિશે ઘણું બધું જાણવા મળશે…
 
જણાવી દઈએ કે ૧૦ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ તાશસ્કંદમાં પાકિસ્તાન સાથે શાંતિનો એક કરાર થયો થયો હતો તે કરારના ૧૨ કલાક પછી જ શાસ્ત્રીનું અચાનક અવસાન થયું હતું. ભારતના લોકો આજે પણ આ અવસાન વિષે અવઢવમાં છે. હવે આ ફિલ્મ આવી છે. આ ફિલ્મનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. આગામી ૧૨ એપ્રિલે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે. ત્યાં સુધી આ ટ્રેલર જુવો….