ભારે કરી, આ દાદાજી દહીં સમજી કલર ખાઈ ગયા

    ૦૬-માર્ચ-૨૦૧૯

 
 
અમેરિકામાં રહેતા એલેક્સ નામની એક યુવતી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, તેમાં તેણે પોતાના ૯૦ વર્ષના દાદાએ કરેલું પરાક્રમ વર્ણવ્યું છે. તેણે કહ્યું હતું કે, મારા દાદાજી બોબીને દહીં એટલું ભાવે છે કે, તેઓ માત્ર દહીં ખાવા જ જીવે છે એમ કહીએ તો પણ ચાલે. તે દર અઠવાડિયે અડધો અડધો કિલો દહીંના સાત ડબ્બા ચાઉં કરી જાય છે. એકવાર તો તેઓ આછા લીલા રંગના ઓઈલ કલરને દહીં સમજી ખાઈ ગયા હતા. તેમને લાગ્યું કે આ પિસ્તા કલરનું નવી ફ્લેવરનું દહીં હશે. લગભગ અડધું કેન ખાલી કરી ગયા બાદ તેમને લાગ્યું કે, કંઈક ગરબડ છે. અરીસામાં જોયું તો તેમના હોઠ અને મ્હોં અંદરથી પિસ્તા કલરના રંગે રંગાઈ ગયા હતા.