એક પણ રજા લીધા વિના કામ કરે છે આ વડાપ્રધાન…
SadhanaWeekly.com       | ૧૨-ઓક્ટોબર-૨૦૧૬

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 

 

 

નરેન્દ્ર મોદી 26 મે 2014ના રોજ દેશના 15માં વડાપ્રધાન બન્યા હતા. ત્યાર પછીથી તેમણે એક પણ દિવસની રજા લીધી નથી. તેઓ 32 મહિનાથી સતત કામ કરી રહ્યા છે.  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા અને ચોવીસ કલાક ફરજ પર હાજર હોય છે તેમ પીએમઓ દ્વારા આરટીઆઈ અરજદારને જણાવવામાં આવ્યું છે. જોકે પીએમઓએ કહ્યું છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાનોના રજાના કોઇ રેકોર્ડ ઉપલબ્‍ધ બન્‍યા નથી. ભારતના વડાપ્રધાન માટે રજાના નિયમો અને પ્રક્રિયાના સંદર્ભમાં આરટીઆઈ મારફતે માહિતી માંગવામાં આવી હતી. આરટીઆઈમાં પૂછવામાં આવ્યું છે કે, શું પીએમ માટે પણ બ્યૂરોક્રેટ્સની જેમ રજાઓના નિયમ હોય છે? જવાબમાં પીએમઓએ કહ્યું કે, 'પીએમને રજાઓ માટે કોઈ નિયમ નથી હોતા. એવું કહેવામાં આવે છે કે ભારતના વડાપ્રધાન હંમેશા ઓન ડ્યૂટી રહે છે.' આ પહેલાં 2015માં મોદી વિશે પીએમઓમાં એક અરજી દાખલ કરીને અમુક સવાલ પૂછવામાં આવ્યા હતા.
 જ્યારે પીએમઓને એવુ પૂછવામાં આવ્યું કે, મોદીએ પીએમ બન્યા પછી કેટલી રજા લીધી? ત્યારે જવાબ આપવામાં આવ્યો હતો કે, 'He is on duty, all the Time'